________________
૧૨૭
२८
પ્રવચનસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
ગાથા ૩૩ : ટીકા :- “જેમ ભગવાન, યુગપ૬ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે, અનાદિનિધન-નિષ્કારણ-અસાધારણ-સ્વસંવેદ્યમાન-ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (-એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે...”
આવો છે સમ્યગ્દર્શનનો વિષય અને તે ચૈતન્યસામાન્ય હોવાથી અર્થાત્ તેમાં સર્વ વિશેષભાવોનો અભાવ હોવાથી જ શુદ્ધાત્માને = દષ્ટિના વિષયને અલિંગગ્રાહ્ય કહ્યો છે અર્થાત્ આ જ અપેક્ષાએ અલિંગગ્રહણના બોલ સમજવાં જરૂરી છે, અન્યથા નહિ અર્થાત્ એકાંતે નહિ, કારણ કે એકાંત તો અનંત પરાવર્તનનું કારણ થવા સક્ષમ છે.
ગાથા ૮૦: ભાવાર્થ :- “અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અહંત ભગવાન મોહરાગદ્વેષરહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જે જીવ દ્રવ્ય-ગુણપર્યાયપણે તે (અહંત ભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે, તો આ જે “આત્મા’ “આત્મા એવો એકરૂપ (કથંચિત સદશ) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાય છે એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને, પછી - જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ - આત્મપર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને (સમ્યગ્દર્શનનો વિષય) કેવળ આત્માને જાણતાં પરિણામી-પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને (શુદ્ધોપયોગી પામે છે અને તેથી મોહ (-દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
જે આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે' - એમ કહ્યું. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું.
શ્લોક ૭:- “જેણે અન્યદ્રવ્યથી ભિન્નતા દ્વારા (પ્રથમ ભેદજ્ઞાન) આત્માને એક બાજુ ખસેડ્યો