________________
૧૨૬
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ:- “માત્ર સ્વ વિષયનો વા માત્ર પર વિષયનો જ ઉપયોગ કરવાવાળો કોઈ ઉપયોગવાળો હોય છે એવું નથી, પરંતુ સ્વ-પર વિષયનો ઉપયોગ કરવાવાળો પણ આત્મજ્ઞાની હોય છે.”
તેથી જીવ પરને જાણે છે એમ માનતાં મિથ્યાત્વી થઈ જવાય છે અથવા જીવ પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શનને બાધ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થતું નથી આવો કોઈ ડર હોય તો છોડી દેવો અને ઊલટું જ્ઞાન (આત્મા) પરને જાણે છે એવું કહેવા/માનવામાં કોઈ જ બાધ નથી, કારણ કે તે જ જ્ઞાનની ઓળખાણ છે અન્યથા તો તે જ્ઞાન જ નથી.
ગાથા ૮૭૭ અન્વયાર્થ :- “રાગાદિક ભાવોની સાથે બંધની વ્યામિ છે, પણ જ્ઞાનના વિકલ્પોની સાથે બંધની વ્યામિ નથી (અર્થાત્ આત્મા પરને જાણે તો તેનાથી કોઈ જ બંધ નથી, માત્ર તે = આત્મા તેમાં રાગદ્વેષ કરે તેનાથી જ બંધ થાય છે, અને તેથી માત્ર પરનું જાણવું અથવા જણાવું તેમાં તેને બંધની વ્યાપ્તિ નથી અર્થાત્ તેનાથી કોઈ જ બંધ નથી) અર્થાત્ જ્ઞાનવિકલ્પોની સાથે આ બંધની અવ્યાતિ જ છે, પરંતુ રાગાદિકોની સાથે જેવી બંધની વ્યાતિ છે તેવી જ્ઞાનવિકલ્પોની સાથે વ્યામિ નથી.”
અર્થાત્ આત્મા ખરેખર પોતાના જ્ઞાનમાં રચાતા આકારોને જ જાણે છે, પરને જાણતો નથી (આંખની કીકીની જેમ) એવી જ્ઞાનની વ્યવસ્થા હોવા છતાં, અર્થાત્ આત્મા પર સંબંધીના પોતાના શેયાકારોને જ જાણે છે, અને તેવું પરનું જાણવું કોઈ જ રીતે સમ્યગ્દર્શનમાં બાધક નથી તથા તેવું પરનું જાણવું કોઈ જ રીતે બંધનું કારણ પણ નથી; ઊલટું, તે અપેક્ષાએ સ્વમાં જવાની સીડી જરૂર છે કે જે વાત પૂર્વે અમે વિસ્તારથી સમજવેલ જ છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.