SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમ્યગ્દર્શનની રીત ૨૬ સમ્યગ્દર્શન વિના દ્રવ્યચારિત્ર પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા : ગાથા ૭૬૯ : અન્વયાર્થ:- ‘‘તથા જે સમ્યગ્દર્શન વિના દ્રવ્યચારિત્ર તથા શ્રુતજ્ઞાન હોય છે તે ન તો સમ્યક જ્ઞાન છે તથા ન સમ્યક ચારિત્ર છે, અગર છે તો તે જ્ઞાન તથા ચારિત્ર, માત્ર કર્મબંધને જ કરવાવાળાં છે.’’ અર્થાત્ અત્રે પ્રથમ જણાવ્યા અનુસાર કોઈ પોતાને દ્રવ્યચારિત્રથી જ અથવા ક્ષયોપશમ જ્ઞાનથી જ, અમે મોક્ષમાર્ગમાં જ છીએ એમ સમજતા હોય અને એમ સમજાવતા હોય, તો તેઓને માટે લાલ બત્તી સમાન આ ગાથા છે. અર્થાત્ કોઈને પણ અભ્યાસરૂપ દ્રવ્યચારિત્ર લેવાનો કોઈ જ બાધ નથી, પરંતુ તેનાથી કોઈ પોતાને કૃતકૃત્ય સમજતાં હોય અથવા સમજાવતાં હોય અને પોતાને છઠ્ઠું અથવા સાતમું ગુણસ્થાનક માનતાં હોય અથવા મનાવતાં હોય અને શ્રાવક પોતાને પાંચમા ગુણસ્થાનકમાં સ્થિત સમજતાં હોય અથવા સમજાવતાં હોય તો તેઓને માટે આ ગાથા લાલ બત્તી સમાન અર્થાત્ સાવધાન કરવા માટે છે. એટલે જો કોઈ આવું ન સમજતાં, પોતાને માત્ર આત્માલક્ષે અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે અભ્યાસરૂપ ચારિત્ર માનતાં, સમજતાં હોય અને તેના અર્થે જ શ્રુતજ્ઞાન આરાધતા હોય તો તેઓ કર્મબંધના કારણથી અંશે બચી શકે છે અને પૂર્વે જણાવ્યા અનુસાર પોતાનું કલ્યાણ પણ કરી શકે છે. 2
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy