SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શુભોપયોગ નિર્જરાનું કારણ નથી ૧૨૩ પુણ્યને હેય કહી પાપરૂપે પરિણમે, તો એવો તો કોઈ પણ આચાર્ય ભગવંતોનો ઉપદેશ જ નથી અને એવી અપેક્ષા પણ નથી; રત્નકરંડક શ્રાવકાચાર શ્લોક ૧૪૮માં પણ જણાવેલ છે કે, “પાપ જીવનો શત્રુ છે અને ધર્મ જીવનો મિત્ર છે, એમ નિશ્ચય કરતો થકો શ્રાવક જો શાસ્ત્રને જાણે છે, તો તે નિશ્ચયથી શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા થાય છે.” અને આત્માનુશાસન ગાથા ૮ માં પણ જણાવેલ છે કે, “પાપથી દુઃખ અને ધર્મથી સુખ એ વાત લૌકિકમાં પણ જગત્ પ્રસિદ્ધ છે અને સર્વ સમજુ મનુષ્યો પણ એમ જ માને છે. તો જેઓ સુખના અર્થી હોય તેમણે પાપ છોડી નિરંતર ધર્મ અંગીકાર કરવો.” તેથી નિયમથી એકમાત્ર આત્મલક્ષે શુભમાં જ રહેવું યોગ્ય છે એવો અમારો અભિપ્રાય છે; જેમ કે ઈબ્દોપદેશ ગાથા ૩માં કહ્યું છે કે - “વ્રતો દ્વારા દેવપદ પ્રાપ્ત કરવું સારું છે, પણ અરે અવ્રતો દ્વારા નરક-પદ પ્રાપ્ત કરવું સારું નથી. જેમ છાયા અને તાપમાં બેસી રાહ જોનારા બંને(પુરુષો)માં મોટો તફાવત છે, તેમ વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને પુરુષોમાં મોટો તફાવત છે.” આગળ આત્માનુશાસન ગાથા ૨૩૯ની ટીકામાં પણ પંડિત શ્રી ટોડરમલજીએ જણાવેલ છે કે, “નિશ્ચયદષ્ટિએ જોતાં એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભાશુભ સર્વ વિકલ્પો ત્યાજ્ય છે. તથાપિ તેવી તથારૂપ દશાસંપન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ દશાની (શુદ્ધોપયોગરૂપ દશાની) પ્રાપ્તિના લક્ષપૂર્વક પ્રશસ્ત યોગ (શુભ ઉપયોગ રૂ૫) પ્રવૃત્તિ ઉપાદેય છે. અર્થાત્ શુભ વચન, શુભ અંતઃકરણ અને શુભ કાયાપરિસ્થિતિ આદરણીય છે – પ્રશંસનીય છે. પરંતુ મોક્ષમાર્ગનો સાક્ષાત્ કારણ નથી તો પણ શુદ્ધોપયોગ પ્રત્યે વૃત્તિનો પ્રવાહ કોઈ અંશે લક્ષિત થયો છે, તેવા લક્ષવાન જીવને પરંપરાએ કારણરૂપ થાય છે.” અને આત્માનુશાસન ગાથા ૨૪૦માં પણ જણાવેલ છે કે, “પ્રથમ અશુભોપયોગ છૂટે તો તેના અભાવથી પાપ અને તનત પ્રતિકૂળ વ્યાકુળતારૂપ દુઃખ સ્વયં દૂર થાય, અને અનુક્રમે શુભના પણ છૂટવાથી પુણ્ય, તથા તજીનત અનુકૂળ વ્યાકુળતા – જેને સંસાર પરિણામી જીવો સુખ કહે છે, તેનો પણ અભાવ થાય.....” માટે કોઈ સ્વચ્છેદે અશુભ ઉપયોગરૂપે ન પરિણમે એવો અમારો અનુરોધ છે, કારણ કે એમ કરતાં તો આપના ભવના પણ ઠેકાણાં નહીં રહે, જે વાત અત્યંત કરુણા ઉપજાવે તેવી છે. - --
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy