________________
૧૨૦
સમ્યગ્દર્શનની રીત
]
આત્માનો પુરુષાર્થ કરવો આવશ્યક છે, હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે શું જોઈએ છે ? આ મનુષ્યભવની દરેક પળ (સમય) અત્યંત અમૂલ્ય (અતિ કિંમતી) છે કારણ કે એક સમય વીતી ગયા પછી ફરીથી, ગમે તેટલી કિંમત ચૂકવવા છતાં તે પ્રાપ્ત થતો નથી. અર્થાત્ આપણે દરેક સમયનો ઉપયોગ વિવેકપૂર્ણ ઢંગથી કરવાનો છે અને એક પણ સમય વ્યર્થ (નકામો) ગુમાવવાનો નથી. હું દેહરૂપ નથી પરંતુ દેહદેવળમાં બિરાજમાન એવો ભગવાન આત્મા છું. હું જ પાંચેય ઇન્દ્રિયોના માધ્યમથી જાણવા–જોવાવાળો એકમાત્ર જ્ઞાયક છું. તેથી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી જ આ ઇન્દ્રિયો જાણે-દેખે છે, જેવો હું આ શરીરમાંથી નીકળી ગયો (અર્થાત્ મૃત્યુ પછી) આ ઇન્દ્રિયો નકામી થઈ જાય છે અર્થાત્ આત્મા વગર ઇન્દ્રિયો કાંઈ પણ જાણી-દેખી નથી શકતી. વસ્તુતઃ આત્મા જ જાણે-દેખે છે નહીં કે ઇન્દ્રિયો, એટલે જ આત્માને જ્ઞાયક સંજ્ઞા પ્રાપ્ત થઇ છે અર્થાત્ જ્ઞાયક નામ પડયું છે.
જ
હું (આત્મા) સત્-ચિત્-આનંદસ્વરૂપ છું. સત્ એટલે અસ્તિત્ત્વ, અર્થાત્ મારું અસ્તિત્વ ત્રિકાળ છે. ચિત્ એટલે જાણવું–જોવું, અર્થાત્ મારું કાર્ય ત્રિકાળ જાણવા જોવાનુ છે, આનંદ અર્થાત્ અનંત અવ્યાબાધ અતિન્દ્રિય સુખ, અર્થાત્ મારો સ્વભાવ ત્રિકાળ આનંદમય છે. આવાં વૈભવવાન હોવા છતાં અનેક જીવો સુખાભાસની પાછળ પાગલ થયેલા જણાય છે, સુખાભાસની ભીખ માગતા પણ જણાય છે; આ જ અત્યંત કરુણાજનક કથા છે.
સાચું સુખ એને કહેવાય કે જે સ્વાધીન હોય, શાશ્વત હોય, ક્યારેય તેનાથી ઊબી ન જવાય, જે દુ:ખમિશ્રિત ન હોય, જે દુ:ખપૂર્વક ન હોય અને દુ:ખજનક પણ ન હોય. આત્મા આવો સુખમય છે, બીજા જે પણ સુખ લાગે છે કે દેખાય છે તે બધાં સુખાભાસ માત્ર છે. કારણ કે તે ક્ષણિક છે, પરાધીન છે, દુઃખપૂર્વક છે અને દુ:ખજનક પણ છે.
m
ધર્મ ૨૪ x ૭ નો હોય, અર્થાત્ ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલે એવો ધર્મ હોય. ચાર ભાવના, બાર ભાવના, બીજાં યોગ્યતાના બોલ અને ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) નો ભાવ, વગેરે ૨૪ x ૭ સાચવી રાખવાના/ભાવવાના છે. કારણ કે આપણો કર્મબંધ ૨૪ ૪ ૭ થતો જ રહે છે, તેથી એનાથી બચવા માટેનો ધર્મ પણ ૨૪ x ૭ થાય તેવો હોવો જોઈએ; નહીં કે એક વાર પ્રક્ષાલ, પૂજા, પ્રવચન, સામાયિક, નિત્યક્રમ, સ્વાધ્યાય, ધ્યાન કે પ્રતિક્રમણ વગેરે કરી લેવાથી આપણું કામ પતી જાય છે.
O
દર કલાકે કે બે કલાકે પોતાના મનનાં પરિણામ ચકાસતાં રહેવાના છે, પરિણામને ઉન્નત કરતા રહેવા અને લાગેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત, નિંદા, ગર્હા વગેરે કરતાં રહેવું; ફરીથી એવાં પરિણામ ન થાય તેનો ખ્યાલ રાખવો, તેની ચીવટ રાખવી.