________________
૧૧૮
O
O
સમ્યગ્દર્શનની રીત
O
આપણે અનાદિથી ધર્મને બહાર જ શોધ્યો છે; પરંતુ આત્માનો ધર્મ, આત્માથી બહાર કેવી રીતે હોઈ શકે ? બહારથી આપણને એકમાત્ર દિશાનિર્દેશ જ મળી શકે છે, પરંતુ તે સમ્યક દિશાનિર્દેશ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે ખુલ્લું દિમાગ, શાસ્ત્રોનો ગહન/ઊંડો અભ્યાસ, શાસ્ત્રોથી માત્ર પોતાના આત્મકલ્યાણ માટેની કાર્યકારી વાતો (મને મારા આત્માના નિર્ણય અને આત્માની અનુભૂતિ માટે આવશ્યક છે, એ વાતો) જ ગ્રહણ કરવાનો ભાવ રાખવો જોઈએ પરંતુ વિવાદાસ્પદ વાતો ગ્રહણ ન કરવી જોઈએ અર્થાત્ જેનો ઉત્તર માત્ર કેવળી ભગવાન જ આપી શકતા હોય તેવી વિવાદાસ્પદ વાતો ગ્રહણ ન કરીને, તેવી વાતો માટે મધ્યસ્થભાવ ભાવવો અને જેવું કેવળી ભગવાને જે જોયું હશે તેવું મને માન્ય છે એવો ભાવ રાખવો. ‘સાચું તે મારું અને સારું તે મારું' એવો ભાવ, સત્યને સ્વીકારવાની તત્પરતા (Ready to Accept), એના અનુસાર જીવની પોતાને બદલવાની તત્પરતા (Ready to Change), વગેરે હોવું પરમ આવશ્યક છે.
જેમણે આત્માનો અનુભવ કર્યો છે એવા સત્પુરુષનો યોગ અને તેમના પ્રત્યે આપણો સર્વભાવ સમર્પણભાવ આવશ્યક છે. કારણ કે એમના પ્રત્યે આપણા સર્વભાવ સમર્પણભાવથી, એમનો આપેલો ઉપદેશ આપણા જીવનમાં ત્વરાથી પરિણમે છે, અર્થાત્ આપણા જીવનમાં ધર્મને અનુકૂળ બદલાવ ત્વરાથી આવે છે.
મારી સાથે ક્યારેય અન્યાય થતો જ નથી અર્થાત્ મારી સાથે જે પણ બને છે તે, નિશ્ચયથી મારા કર્મનું જ ફળ છે. તો પછી અન્યાયની વાત જ નથી રહેતી; ઊલટાનું મારી સાથે જે પણ થાય છે, તે જ મારા માટે ન્યાયસંગત છે. પરંતુ આ તર્કથી મને બીજાની સાથે અન્યાય કરવાનો પરવાનો નથી મળતો, આ સમજવું અત્યંત આવશ્યક છે.
7 આત્મપ્રાપ્તિના લક્ષ્ય સાથે ઉપર કહ્યા પ્રમાણે વૈરાગ્ય અને ઉપશમ કરવો અત્યંત આવશ્યક છે.
O
સત્પુરુષ, સત્સંગ અને સત્શાસ્ત્રનું અધ્યયન વગેરે સત્ય ધર્મ પામવા માટે માર્ગદર્શનું કામ કરે છે. સર્વે સંયોગ અનિત્ય છે, કોઈ પણ સંયોગ નિત્ય આપણી સાથે રહેવાવાળો નથી. તેથી સંયોગમાં ‘હુંપણું’ અને ‘મારાપણું’ ત્યાગવું અત્યંત આવશ્યક છે.
O વૈરાગ્ય એટલે મારા મનમાં વસેલા સંસારનો નાશ કરવો અર્થાત્ બહારનો સંસાર આપણને એટલો નડતરરૂપ નથી થતો જેટલો નડતરરૂપ આપણને આપણા મનનો સંસાર થાય છે. તેથી પહેલાં આપણે આપણાં મનમાં રહેલા સંસારનો નાશ બાર ભાવનાથી (અનુપ્રેક્ષાથી) કરવાનો છે, પછી બહારના સંસારનો નાશ ક્રમશઃ અવશ્ય થશે.
O મનમાં વસેલા સંસારનું કારણ દર્શનમોહનીય કર્મ છે અને બહારના સંસારનું કારણ ચારિત્રમોહનીય કર્મ છે. પહેલાં દર્શનમોહનીય કર્મ જાય છે, ત્યારે સમ્યગ્દર્શન (ચોથું ગુણસ્થાન) પ્રાપ્ત થાય છે; અને