________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૩
બહિર્મુખતા સમાપ્ત થઈને અંતર્મુખતા પ્રગટ થાય છે કે જેનાથી આપણી સમ્યગ્દર્શન માટેની યોગ્યતા પ્રગટે છે. આવી યોગ્યતા પ્રગટ કરી આપણે ત્વરાએ મોક્ષની પ્રાપ્તિ કરીએ, તે જ આ ભાવનાનું ફળ છે.
ધર્મસ્વરૂપ ભાવના - વર્તમાન કાળમાં ધર્મસ્વરૂપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્ય ધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.
વર્તમાન કાળમાં જિનશાસનમાં અનેક સંપ્રદાયો થઈ ગયા છે અને તે દરેકમાં પણ ભાગલા પડતાં પડતાં બીજા પણ નવા મત-પંથ-સંપ્રદાય પણ બની રહ્યાં છે. પ્રાયઃ દરેક સંપ્રદાય પોતાને સાચા/સારાં/ સર્વોત્કૃષ્ટ માને છે અને અન્ય સંપ્રદાયોની ભૂલો/ત્રુટીઓ જુએ છે અથવા તો અન્યોને કપોળકલ્પિત જ જણાવે છે, આવી રીતે અન્યોથી જાણે-અજાણ્યે દ્વેષ પણ કરાવે છે કે જેનાથી આપણો સંસાર વધી શકે છે, દુઃખ વધી શકે છે. તેથી પ્રશ્ન થાય કે, આવા પંચમ કાળમાં એક મુમુક્ષુ જીવે ધર્મપ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તેનો ઉત્તર આવો છે :- સૌપ્રથમ એ મુમુક્ષુ જીવે ભગવાનની વાત પર વિશ્વાસ કરીને પોતાના કારોબારમાંથી (વ્યવસાયમાંથી) સમય કાઢવો જોઈએ, કારણ કે ધન પુણ્યથી આવે છે, નહીં કે કારોબારમાં વધુ સમય આપવાથી. આવી રીતે તેણે સમય કાઢીને પોતાના સંપ્રદાયનાં શાસ્ત્રો નિષ્પક્ષ દૃષ્ટિથી અવલોકવા જોઈએ, પછી તેણે અન્ય સંપ્રદાયનાં શાસ્ત્રો પણ નિષ્પક્ષ દૃષ્ટિથી અવલોકવા જોઈએ. તે અવલોકનમાં એક જ દષ્ટિ રાખવી જોઈએ કે જે સાચું હોય તે મારું છે'. તે શાસ્ત્રોમાંથી પોતાના આત્માનો નિર્ણય અને અનુભવ કરવા માટે કાર્યકારી (આવશ્યક) વાતો ગ્રહણ કરવાની અને વિવાદિત વાતો પર વધુ લક્ષ્ય ન આપવું. શાસ્ત્રોને દર્પણરૂપથી વાંચવું અર્થાત્ શાસ્ત્રોની સારી વાતો જે મારામાં ન હોય તો ત્વરાએ ગ્રહણ કરવી અને જે આપણી કોઈ ખરાબ વાત લક્ષ્યમાં આવે તો ત્વરાએ કાઢવાની કોશિશ કરવી અને જે ન નીકળી શકે તો મનમાંથી (અભિપ્રાયમાંથી) તે ખરાબ વાતને અવશ્ય કાઢી નાખવી, જેથી ભવિષ્યમાં તે આપોઆપ નીકળી જશે; આ જ છે શાસ્ત્ર અભ્યાસ કરવાની રીત. આવી રીતે શાસ્ત્રોની વાતોને પોતાના જીવનમાં પ્રયોગમાં લાવવી અને આગળ વધતા જવું, ત્યારે તેને પોતાના અંતરમાંથી જ સત્ય/અસત્યનું અને યોગ્ય/અયોગ્યનો ભાસ કાળક્રમે થતો રહેશે અને તે ખુલ્લા મનથી આગળ વધતો રહેશે; મુમુક્ષુ માટે કોઈ પણ શાસ્ત્ર અછૂત ન હોવા જોઈએ, અર્થાત્ કોઈ પણ શાસ્ત્રનો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ ન હોવો જોઈએ પરંતુ સત્યની જ ખોજ અને આગ્રહ હોવો જોઈએ; કેમ કે કોઈ પણ શાસ્ત્ર કે સંપ્રદાયનો આગ્રહ હોવાથી આપોઆપ જ અન્યો પ્રત્યે દ્વેષ ઉદ્ભવવો સ્વાભાવિક જ હોય છે. અને તે દ્વેષ તે મુમુક્ષુને અનંતકાળ સુધી સંસારમાં રખડાવવા સક્ષમ છે કેમ કે તે શ્રૃંખલારૂપ (શ્રેણીરૂપ) હોય છે તેથી આગળ આવવાવાળા અનેક ભવો સુધી તે મુમુક્ષુને દુઃખી કરવા સક્ષમ હોય છે. આવી રીતે તે મુમુક્ષુ પરીક્ષા કરીને આગળ વધી શકે છે. જેવી રીતે કોઈ પણ શાસ્ત્ર કે સંપ્રદાય કે ગુરુ, બીજાઓ પ્રત્યે રોષ રાખતા હોય અથવા દ્વેષ કરતા હોય કે કરાવતાં હોય, ત્યારે એમ વિચારવું કે આ વાત નિશ્ચિત છે કે સત્ય ધર્મમાં ઢંષ માટે કોઈ સ્થાન નથી હોતું, ત્યાં માત્ર કરુણા જ હોય છે તેથી જ્યાં દ્વેષ હોય ત્યાં સત્ય ધર્મ ન હોઈ શકે એ નિર્ણય થાય છે અર્થાત્