________________
૧૧૨
સમ્યગ્દર્શનની રીત
વગેરેનું ચિંતન કરવું તે પણ લોકસ્વરૂપ ભાવનાનો ઉદ્દેશ્ય છે, કે જેનાથી જીવને મુક્તિનો માર્ગ આસાનીથી મળી શકે અને તે કર્મોથી મુક્ત થઈને સાદિ-અનંત કાળ સુધી અનંતાનંત સુખનો ઉપભોગ કરી શકે. તે જ આ ભાવનાનું ફળ છે.
લોક, કાળગણતરી વગેરેની જાણકારી લેવી કેમ આવશ્યક છે ? એમ લોકો પ્રશ્ન પૂછે છે. તેનો ઉત્તર એ છે કે, તેની જાણકારીથી ખબર પડે છે કે લોક કેટલો મોટો છે અને આપણે અનાદિથી આ લોકના દરેક પ્રદેશ પર અનંતી વાર કેવાં કેવાં જન્મ-મરણ કરી ચૂક્યા છીએ, કેવાં કેવાં દુ:ખો સહન કર્યાં છે અને ભવિષ્યમાં ક્યાં સુધી આવાં જન્મ-મરણ કરવાં છે ? દુઃખ સહન કરવા છે ? વગેરે. તેથી સમજાય છે કે એક આત્મજ્ઞાન નહીં હોવાથી જીવ કેટલો દુ:ખી થાય છે અને આગળ કેટલો દુ;ખી થઈ શકે છે, તેનાથી જીવ જાગૃત થઈ શકે છે અને પ્રમાદથી બચીને પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે; આ ફળ છે લોકસ્વરૂપ ભાવનાનું. પરંતુ કોઈ પણ સાધનને આપણે સાધ્ય બનાવી લઈએ ત્યારે આપણી પ્રગતિ અટકી જાય છે, તે એક મોટું ભયસ્થાન છે. તેથી કોઈ પણ સાધનનો ઉચિત (યોગ્ય) ઉપયોગ કરીને આગળ વધવાનું હોય છે, નહીં કે ત્યાં (તેમાં) જ રોકાઈ જવું અર્થાત્ તે સાધનથી લગાવ નથી બનાવવાનો, પરંતુ આપણું સાધ્ય એવા મોક્ષને માટે તે સાધનનો (કરણાનુયોગનો) ઉપયોગ કરીને આગળ વધવાનું છે; આ પ્રકારે લોકભાવનાનો સહારો લઈને આપણે પોતાની સંસારથી મુક્તિ પાક્કી કરવાની છે, તે જ આ ભાવનાનું ફળ છે.
બોધિ દુર્લભ ભાવના - બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે, વર્તમાન કાળમાં સમ્યગ્દષ્ટિ, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે.
બોધિ એટલે સમ્યગ્દર્શન, તે કેવી રીતે પામવું ? અર્થાત્ કયા વિષયના ચિંતનથી અને અનુભવથી સમ્યગ્દર્શન પામી શકાય છે, અને તેના માટે કઈ યોગ્યતા હોવી આવશ્યક છે, વગેરે માટે જ આ પુસ્તક લખવામાં આવી રહ્યું છે; અર્થાત્ આ ભાવનાનું મહત્ત્વ અપૂર્વ છે એવું સમજીને ત્વરાએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીએ તે જ આ ભાવનાનું ફળ છે.
આપણે અનંતી વાર વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા એમ ભગવાને કહેલ છે, છતાં પણ અત્યાર સુધી આપણે સંસારથી મુક્તિ નથી પામી શક્યા, । પ્રશ્ન થાય કે એવું કેમ થયું ? એનો ઉત્તર એક જ છે કે આપણે જે પણ વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા તે સંસારથી મુક્તિ પામવા માટે ન કર્યા અથવા તો કહેવા માટે તો સંસારથી મુક્તિ માટે જ વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા; પરંતુ અંતરમાં સંસારની રુચિ સમાપ્ત ન થઈ. એટલે ભવ રોગરૂપ ન લાગ્યો કે જેથી સાચો વૈરાગ્ય પણ ન થયો અને સમ્યગ્દર્શન પણ ન થયું. અર્થાત્ બોધિ એટલે સમ્યગ્દર્શન માટે સાચો વૈરાગ્ય, કષાયોની મંદતા અને ઇચ્છાઓનો નાશ આવશ્યક છે કે જેનાથી મનમાં વસેલો સંસાર બળી જાય અને ત્યારે જ આપણી