________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૧
ભાવના સાર્થક થાય છે. અર્થાત્ સંવર જ સત્ય ધર્મનું ફળ છે, જેનાથી જીવ કર્મના બંધનો નિરોધ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે; આ જ સંવર ભાવનાનું ફળ છે.
નિર્જરા ભાવના- સાચી (કાર્યકારી) નિર્જરાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
નિર્જરા બે પ્રકારની હોય છે : (૧) અકામ નિર્જરા અને (૨) સકામ નિર્જરા. અકામ નિર્જરા દરેક જીવને અનાદિથી આપોઆપ થતી રહેતી હોય છે. સકામ નિર્જરા સમ્યગ્દર્શન સહિત જીવને ગુણશ્રેણી રૂપે હોય છે, અન્યોને ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ નિર્જરા ઓછી હોય છે. તેથી સર્વ ધર્મી જીવોએ સૌપ્રથમ એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ લક્ષ્ય રાખવું જોઈએ, અને તેના માટે ઉપર કહ્યા અનુસાર યોગ્યતા કરવાનો પુરુષાર્થ કરવો અત્યંત આવશ્યક છે.
યોગ્યતા કેળવવા આત્મલક્ષ્યપૂર્વક શાસ્ત્રને દર્પણ સમજીને સ્વાધ્યાય કરવો જોઈએ, જેથી મારામાં શાસ્ત્ર અનુસાર જે પણ ખામી હોય તેને દૂર કરી શકાય. તેનાથી આપણો અભિપ્રાય પણ સમ્યક થઈ શકે છે, કે જેના વગર આત્મજ્ઞાન સંભવ જ નથી થતું. તેથી સર્વ પુરુષાર્થ માત્ર એક આત્મપ્રાપ્તિ હેતુથી તપ, વ્રત, બાર ભાવના, ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) નો ભાવ, વગેરેથી સ્વાધ્યાયરત રહેવા માટે કરવાનો છે. જેથી ત્વરાએ આપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને સકામ (સાચી) નિર્જરા કરી શકો, કે જે આ ભાવનાનું ફળ છે.
લોકસ્વરૂપ ભાવના- પ્રથમ લોકનું સ્વરૂપ જાણવું, પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશે અનંતી વાર જન્મ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે ? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો અને સંખ્યાત અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદના કરવી, અને અસંખ્યાત શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યગ્દષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
અનાદિથી હું આ લોકમાં જન્મ-મરણ, નરક, તિર્યંચ અને નિગોદનાં દુ:ખો સહન કરતો આવ્યો છું, દેવ અને મનુષ્યભવમાં પણ મેં અનાદિથી અનેક દુઃખો ભોગવ્યાં છે. જ્યાં સુધી મિથ્યાત્વ હયાત છે, જીવને ભવભ્રમણ કરવા જ પડશે અને દુ:ખો ભોગવવાં જ પડશે. આ રીતે લોકસ્વરૂપ ભાવનાનો વિચાર કરીને દરેક જીવે પોતાનો પૂર્ણ પુરુષાર્થ આત્મપ્રાપ્તિ માટે જ લગાવવો તે જ આ ભાવનાનો ઉદ્દેશ્ય (આશય)
તે
છે.
લોકના સ્વરૂપનું ચિંતન કરવું અને એમાં સ્થિત અનંતાનંત જીવોના ભાવોનું, સિદ્ધોનું, અરહંતોનું, મુનિ ભગવંતોનું, શ્રાવક-શ્રાવિકાઓનું, સમ્યગ્દષ્ટિઓનું, જીવોના પ્રકારનું, જીવોનાં દુ:ખોનું, દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરવાના માર્ગનું, નરક-નિગોદના સ્વરૂપનું, છ દ્રવ્યનું, દ્રવ્ય-ગુણ-પર્યાયનું, પુદ્ગલરૂપી શરીર