________________
૧૧૦
સમ્યગ્દર્શનની રીત
અને સમ્યગ્દર્શન માટે કહેવામાં આવેલ અન્ય યોગ્યતાઓ કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. જ્યારે જીવે અનાદિથી એક એક ઇન્દ્રિયના વિષયોની પાછળ ભાગીને પણ અનંતી વાર પોતાના પ્રાણ ગુમાવ્યાં છે, તો પછી આ મનુષ્યભવમાં જો તે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની પાછળ ભાગતો રહેશે તો તેના શું હાલ થશે ? તે પોતાના માટે અનંત દુઃખોને આમંત્રણ દેવાનું જ કામ કરી રહ્યો છે, કેમ કે એક એક કષાય પણ જીવને અનંત દુ:ખ દેવા સક્ષમ છે.
જીવના માટે પુણ્ય પણ આસ્રવ છે, પરંતુ જ્યારે કોઈ જીવ એકમાત્ર આત્મપ્રાપ્તિ અને આત્મસ્થિરતાના લક્ષે શુભ ભાવમાં રહે છે, ત્યારે તેને પુણ્યાનુબંધી પુણ્ય અને સાતિશય પુણ્યનો આસવ/ બંધ થાય છે. એવા પુણ્ય મોક્ષમાર્ગમાં બાધારૂપ નથી થતા ઊલટા સહાયક જ થાય છે. અર્થાત્ જ્યાં સુધી તે જીવનો મોક્ષ નથી થતો, ત્યાં સુધી આવા પુણ્યથી તે જીવને શાતારૂપ/અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. સંસારી જીવોનો વિચાર કરતા આપણને જણાય છે કે તેઓ કેવી રીતે આસ્રવથી બંધાઈ રહ્યાં છે, તેઓને જોઈને મારે એ વિચારવું જોઈએ કે મેં પણ અનંતી વાર આવી રીતના આસ્રવોથી બંધ કર્યો છે અને તેની પશ્ચાતાપપૂર્વક ક્ષમાપના કરવી જોઈએ. હવે પછી આવા આસવોનું સેવન ક્યારેય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. આ રીતે દરેક જાણકારીનો ઉપયોગ મારે મારા (આત્માના) ફાયદા માટે જ કરવાનો છે. આવી રીતે આસ્રવ ભાવનાનો ઉપયોગ કરીને આપણે મુક્ત થવાનું છે, તે જ આ ભાવનાનું ફળ છે.
જ
સંવર ભાવના - સાચા (કાર્યકારી) સંવરની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો.
ઉપર કહ્યા મુજબ જીવ અનાદિથી મિથ્યાત્વ યુક્ત રાગ-દ્વેષ કરીને કર્મોનો આસ્રવ કરતો આવ્યો છે, હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી જેમ જેમ આત્માનુભૂતિનો કાળ અને આવૃત્તિ વધતા જાય છે, તેમ તેમ આસવોનો અધિકાધિક નિરોધ થઈને અધિકાધિક સંવર થતો રહે છે. અર્થાત્ સંવરને માટે સૌપ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું આવશ્યક છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા પૂર્વે કહ્યા અનુસાર યોગ્યતા કરવાનો પુરુષાર્થ કરવો અતિ આવશ્યક છે.
યોગ્યતાની સાથે અભ્યાસરૂપથી અને પાપથી બચવા માટે એકમાત્ર આત્મપ્રાપ્તિ અને આત્મરમણતાના લક્ષ્યથી દસ પ્રકારના ધર્મ, પોતાની શક્તિ અનુસાર કરવા જોઈએ. તેનાથી પાપાસવ ઓછો થશે અને સંવરનો અભ્યાસ થશે. જેવી રીતે ઉત્તમ ક્ષમાથી ક્રોધકષાયનો સંવર થશે, ઉત્તમ માર્દવથી માનકષાયનો સંવર થશે, ઉત્તમ આર્જવથી માયાકષાયનો સંવર થશે, ઉત્તમ અકિંચન/સંતોષથી લોભકષાયનો સંવર થશે, ઉત્તમ સૌચ-સત્ય-સંયમ-તપ-ત્યાગ-બ્રહ્મચર્યથી હિંસા, જૂઠ, અવિરતિ, વિષયો, વગેરેનો સંવર થશે. દરેક આસ્રવ માટે મારે ભાવના ભાવવાની છે કે હવે મને આ આસ્રવ ક્યારેય ન હો અર્થાત્ તેનો ઉપભોગ (સેવન) કરવાનો ભાવ ક્યારેય ન હો, આ સંસ્કાર દઢ કરવાથી મારી સંવર