________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૯
તે સારા-ખરાબ ભાવ સાથે દર્પણ અને તેમાં ઝળકવાવાળા પ્રતિબિંબ જેવો સંબંધ છે, તેમાં તે ઝળકવાવાળા પ્રતિબિંબના નાશથી અરીસાનો નાશ નથી થતો. અર્થાત્ પોતાને સર્વ ભાવરહિત તે અરીસાની જેમ સ્વચ્છ/શુદ્ધ અનુભાવ કરવાનો છે, તે જ છે આ ભાવનાનું ફળ; જેનાથી આપણે આપણને દુઃખથી મુક્ત કરાવી શકીએ છીએ.
અશુચિ ભાવના - મને, મારાં શરીરને સુંદર બતાવવાનાં – શણગારવાના જે ભાવે છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે કે જે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરૂપ જ છે એવું ચિંતવી પોતાના શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
જીવને અનાદિથી પોતાના અને વિજાતીયના શરીરનું આકર્ષણ છે અને તે જ કારણે જીવને અનાદિથી ચાર સંજ્ઞા પણ છે – તે આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય. આની જ પાછળ ભાગીને જીવ અનંતાનંત વાર બર્બાદ થયો છે, અનંતાનંત દુઃખો ભોગવ્યાં છે અને અત્યારે પણ એની પાછળ ભાગવાના કારણે જ દુઃખી થઈ રહ્યો છે. જીવને શરીરના આકર્ષણથી મુક્ત કરાવવા અર્થે આ ભાવનાનું ચિંતન આવશ્યક છે.
આત્મા માટે સર્વ પદાર્થ અશુચિ જ છે, કેમ કે અનાદિથી પરમાં જ “હુંપણું અને મારાપણું માનીને જીવ દુઃખ ભોગવતો આવ્યો છે. અર્થાત્ આત્માને શુદ્ધાત્મા છોડીને સર્વ સંયોગી ભાવ અશુચિ જ છે, કારણ કે તે સર્વ ભાવ આત્માની મુક્તિ માટે બાધાકારક છે. તેથી એકમાત્ર શુદ્ધાત્મામાં જ હુંપણું કરવા જેવું છે, આ જ શૌચ ધર્મ છે; આ જ પરમ ધર્મ છે, આ જ સિદ્ધપદ પ્રાપ્તિનો ઉપાય છે અને આ જ અનંત દુઃખોથી છૂટકારો મેળવવાનો ઉપાય છે. આ જ અશુચિ ભાવનાનું ફળ છે.
આસવ ભાવના - પુણ્ય અને પાપ, એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભ ભાવમાં રહેવું કર્તવ્ય છે.
જીવ અનાદિથી મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ કરીને કર્મોનો આસવ કરતો આવ્યો છે, પછી તે અનંત કાળ સુધી તે કર્મોના ચક્કરમાં ૮૪ લાખ યોનિયોમાં ભટકતો રહે છે અને અનંતાનંત દુઃખ ભોગવે છે. સૌથી મોટો આસવ મિથ્યાત્વ જ છે, તેથી ત્વરાએ તેને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ, કારણ કે એક વાર મિથ્યાત્વ જાય તો આત્માનો અનુભવ થાય છે અને પછી તે અતિન્દ્રિય સુખનો ફરી ફરી અનુભવ કરવાની લત આપમેળે જ લાગી જાય છે, જે અંતમાં આત્માની આસવ મુક્તિનું કારણ બને છે, તે જ આ ભાવનાનું ફળ છે.
વિષય અને કષાય પણ આસવના કારણે છે અને મિથ્યાત્વ કે જે આસવનું સૌથી મોટું કારણ છે તેને તે, વિષય અને કષાય, પુષ્ટ જ કરે છે. તેથી મુમુક્ષુ જીવે સદૈવ વિષય અને કષાયને મંદ કરવાનો