________________
૧૦૮
સમ્યગ્દર્શનની રીત
આવ્યો છે. જેવી રીતે શરીર, ધન, પત્ની, પુત્ર, પરિવાર વગેરેમાં અનાદિથી હું જ “હુંપણું અને મારાપણું માનીને દુઃખ ભોગવતો આવ્યો છું. હવે ક્યાં સુધી આવાં દુઃખો ભોગવતાં રહેવું છે ? અર્થાત્ ક્યાં સુધી પરમાં જ “હુંપણું’ અને ‘મારાપણું' માનવાનું ચાલુ રાખીને દુ:ખી થવું છે ? પત્ની, પુત્ર, પરિવાર વગેરે મારા માટે અન્ય છે. સર્વ જીવ સ્વતંત્ર છે તેથી તેમની સ્વતંત્રતાનો આદર કરીને મારે, મારો કોઈ પણ નિર્ણય, આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ વગેરે બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આપણે બીજાને પ્રેમથી સમજાવી શકીએ, પ્રેરણા આપી શકીએ, પરંતુ આદેશ નથી કરી શકતા. અર્થાત્ વ્યવહારિક કાર્ય માટે આપણે જે દાયિત્વ છે, તેનો નિર્વાહ (અમલ) કરવા માટે પણ કોઈ કઠોર નિર્ણય અથવા આદેશ આવશ્યક હોય ત્યારે પણ કોઈને અન્યાય ન થાય તેનો ખ્યાલ રાખીને જ આપણું દાયિત્વ નિભાવવું જોઈએ. અર્થાત્ તમામ જીવોની સ્વતંત્રતાના આદર સહિત સમાજ, દેશ કે ધર્મના માટે જે પણ નિયમ આવશ્યક હોય તે બનાવી શકાય છે. બીજાઓ પર પોતાનો કોઈ પણ નિર્ણય, આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ વગેરે ઠોકી બેસાડવું ન જોઈએ, નહીં તો આપણને પણ તેવું અનેક વાર ભોગવવું પડી શકે છે; આ જ કર્મનો પણ સિદ્ધાંત છે.
આવો મોહકર્મ, જે આત્માને પોતાના સ્વરૂપ-આસ્વાદનના ભાવને પણ જન્મ નથી લેવા દેતા, તેને દૂર કરવાનો એકમાત્ર માર્ગ આ ભાવનાને દઢ કરવાથી મળે છે. આ ભાવનાથી સર્વ સંયોગ ભાવને તપાસવા અને નક્કી કરવું કે હું કોણ છું ? અને મારું શું છે ?
શરીરને છોડીને બીજી સર્વ વસ્તુ પ્રગટમાં પણ આપણાથી જુદી દેખાય છે, પરંતુ અનાદિથી શરીરમાં જ હુંપણું માનીને રાખ્યું છે. આ જ છે સૌથી મોટી ભૂલ કે જેના કારણે જીવ અનાદિથી આ સંસારમાં રખડતો રહ્યો છે અને અનંત દુઃખ ભોગવી રહ્યો છે. જો આ ચક્કરથી છૂટકારો પામવો હોય તો આ ભાવના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અર્થાત્ આ વિચારવું જોઈએ કે જ્યારે આત્મા આ શરીરને છોડીને જાય છે, ત્યારે શરીર અહીંયા જ રહી જાય છે કે જેને બાળી નાખવામાં આવે છે. જે શરીર જ હું” હોત તો તે પણ આત્મા સાથે જવું જોઈતું હતું અર્થાત્ એ નક્કી થાય કે શરીર ‘નથી. તેનાથી આગળ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે જે સારા-ખરાબ ભાવ થાય છે, તેમાં હુંપણું થાય છે, શું તે સાચું
છે ?
તે સારા-ખરાબ ભાવ થાય તો મારામાં જ છે, પરંતુ મારું અસ્તિત્વ માત્ર એટલું જ નથી. જે મારું અસ્તિત્વ એટલું જ માનવામાં આવે તો તેના નાશની સાથે મારો પણ નાશ માનવાનો પ્રસંગ ઊભો થઈ જશે. પરંતુ હું અનાદિ-અનંત છું, અજર-અમર છું, તે વાતનો નિશ્ચય હોવાથી; એમ નક્કી થાય છે કે સારા-ખરાબ ભાવ થાય તો મારામાં જ છે, પરંતુ તે મારું સ્વરૂપ નથી. તે સારા-ખરાબ ભાવરૂપે હું જ પરિણમું છું, પરંતુ તે પરિણામ થોડાક સમય માટે જ ટકે છે, તે ત્રિકાળ આત્મામાં નથી ટક્તા. અર્થાત્ મારું