________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૭
અભેદ સામાન્ય ભાવરૂપ હોવાથી તેમાં ભેદરૂપ ભાવ અને વિશેષ ભાવ, આ બંને ભાવ નથી). જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.” અર્થાત્ શુદ્ધ નિશ્ચયનો વિષય માત્ર અભેદ એવો શુદ્ધાત્મા જ છે, તે જ એકત્વ ભાવના છે.
ગાથા ૭ : ટીકા :- “કેમ કે અનંત ધર્મોવાળા એક ધર્મમાં (અર્થાત્ ભેદથી સમજીને અભેદરૂપ અનુભૂતિમાં) જે નિષ્ણાત નથી તેવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે (અર્થાત્ ભેદો દ્વારા), ઉપદેશ કરતા આચાર્ય – જો કે ધર્મ અને ધર્મનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવીને (અભેદ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એવા ભેદ ઉત્પન્ન કરીને) વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે; પરંતુ પરમાર્થથી (અર્થાત્ હકીકતમાં) જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે......(અર્થાત્ જે દ્રવ્ય ત્રણે કાળે તે તે પર્યાયરૂપે પરિણમતું હોવા છતાં પોતાનું દ્રવ્યપણું નથી છોડ્યું - જેમ કે માટી પિંડ-ઘડારૂપે પરિણમવા છતાં માટીપણું નથી છોડતી અને પ્રત્યેક પર્યાયમાં તે માટીપણું વ્યાપ્ય-વ્યાપક સંબંધથી છે, તેથી પર્યાયો અનંત હોવા છતાં પણ દ્રવ્ય તો એક જ છે). એક શુદ્ધ શાયક જ છે.” આવી એકત્વ ભાવના હોવા છતાં અનેક લોકો દ્રવ્ય-પર્યાયને અલગ કરવાના ચક્કરમાં ફ્લાઈને અનંત કાળ માટે સંસારમાં રખડવાનો માર્ગ જ પ્રશસ્ત કરે છે; આ વાત તેઓને સમજમાં નથી આવતી, તે જ અમારા માટે સૌથી મોટો કરુણાનો વિષય
જ્યારે જીવ આ સંસારમાં પરિવાર, સંપ્રદાય કે સમાજવિશેષનો પક્ષ લઈને કાંઈક ખોટું કરે છે, ત્યારે તેનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. વસ્તુનો ધર્મ એક જ હોય છે, તે બદલાતો નથી. અર્થાત્ આત્માના કલ્યાણનો એક જ માર્ગ છે અને બીજું, આ જગતમાં સર્વ જીવો માટે નિયમ એકસરખા જ હોય છે. અલગ અલગ સંપ્રદાય આપણે બનાવ્યા છે, તે સમાજવ્યવસ્થા માટે તો ઠીક છે, પરંતુ તે મત-પંથસંપ્રદાયનો આગ્રહ મારા આત્માના કલ્યાણમાં બાધક ન જ બનવો જોઈએ.
આવી છે એકત્વ ભાવના, જેનો વિષય એકમાત્ર શુદ્ધાત્મા જ છે. પરંતુ સંસારી જીવોએ અનાદિથી શરીરાદિક પરભાવમાં જ એકત્વ કર્યું છે અને દુઃખોને આમંત્રણ આપ્યું છે. જ્યારે જીવ આ ભાવનાનો મર્મ સમજીને એકમાત્ર શુદ્ધાત્મામાં જ અર્થાત્ સ્વભાવમાં જ એકત્વ કરે છે, ત્યારે તે જીવનો સંસાર સીમિત થઈ જાય છે અર્થાત્ તે જીવનો મોક્ષ નજીકમાં જ હોય છે.
અન્યત્વ ભાવના - હું કોણ છું? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ હુંપણું કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું એકમાત્ર લક્ષ અને કર્તવ્ય હોવું જોઈએ.
અનાદિથી કર્મના સંયોગવશ પરમાં જ હુંપણું અને મારાપણું માનીને જીવ દુઃખ ભોગવતો