________________
૧૦૬
સમ્યગ્દર્શનની રીત
સંસારનો જન્મ વિકલ્પરૂપે પહેલા મનમાં થાય છે અને પછી તેને મૂર્તરૂપ પ્રાપ્ત થાય છે, તેથી સંસારનો અંત ઇચ્છતા જીવે સૌપ્રથમ મનમાંથી વિકલ્પરૂપ સંસારનો નાશ કરવો જોઈએ. તે માટે પૂર્વે જણાવ્યા અનુસાર પોતે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે મને શું ગમે છે ? અને ઉત્તરમાં જો સાંસારિક ઇચ્છા કે આકાંક્ષા હોય, તો તેનું બાર ભાવનાઓથી સમન કરવું જોઈએ; આ જ રીત છે સંસારના અભાવની (નાશની).
ન
એવા સંસારમાં રહેવું કોને પસંદ હશે કે જ્યાં એક સમયના સુખની (સુખાભાસની) સામે અનંત કાળ નિગોદનું દુઃખ સહન કરવુ પડે ? અર્થાત્ કોઈને પણ આ વાત ન ગમે, પરંતુ આ વાતનું યથાર્થ ભાવભાસન ન હોવાથી જ જીવ અનાદિથી આ જ રીતે અનંતાનંત દુ:ખ સહન કરતો આવ્યો છે, અને જો અત્યારે પણ સમજમાં નહીં આવે તો આ જ રીતે અનંતાનંત કાળ સુધી અનંતાનંત દુઃખ સહન કરતા રહેવું પડશે. આ વિચારીને પોતા ઉપર અને સર્વ જીવો પ્રતિ અનંતાનંત કરુણા આવવી જોઈએ. આ રીતે પોતાના ઉપર કરુણા કરીને અર્થાત્ સ્વદયા કરીને ત્વરાએ પોતાનું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ, તે જ આ ભાવનાનું ફળ છે.
એકત્વ ભાવના - અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, મારું કહેવાતું એવું શરીર પણ નહિ, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
આપણે એક માત્ર શુદ્ધાત્મામાં જ એકત્વ કરવાનું છે, તે જ વાત સમયસારમાં કરી છે. સમયસાર ગાથા ૩ : અન્વયાર્થ :- ‘“એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે (અર્થાત્ જેણે શુદ્ધાત્મામાં ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે એવો આત્મા) આ લોકમાં સુંદર છે (અર્થાત્ એવો જીવ ભલે સ્વર્ગમાં હોય કે નર્કમાં હોય, અર્થાત્ દુ:ખમાં હોય કે સુખમાં હોય, પરંતુ તે સુંદર અર્થાત્ સ્વમાં સ્થિત છે). તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા (અર્થાત્ બંધરૂપ વિભાવોમાં ‘હુંપણું’ કરતા જે મિથ્યાત્વનો ઉદય થાય છે તેથી) વિસંવાદ – વિરોધ કરનારી (અર્થાત્ સંસારમાં અનંત દુઃખરૂપ ફળને આપવાવાળી) છે.’’ અને બીજું, જો આત્મદ્રવ્ય અન્ય કર્મ-નોકર્મરૂપ પુદ્ગલ દ્રવ્યની સાથે બંધાઈને રહે છે, તેમાં વિસંવાદ છે અર્થાત્ દુઃખ છે. જ્યારે તે જ આત્મદ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યની સાથેના સંબંધથી મુક્ત થાય છે, ત્યારે તે સુંદર છે અર્થાત્ અવ્યાબાધ સુખી છે.
આગળ સમયસાર ગાથા ૭ માં કહ્યું છે કે, અન્વયાર્થ :-‘‘જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન – એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે (અર્થાત્ જ્ઞાનીને એકમાત્ર અભેદભાવરૂપ ‘શુદ્ધાત્મામાં’જ ‘હુંપણું’ હોવાથી જે પણ વિશેષ ભાવ છે અને જે પણ ભેદરૂપ ભાવ છે, તે વ્યવહાર કહેવાય છે); નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, અને દર્શન પણ નથી (અર્થાત્ નિશ્ચયથી કોઈ ભેદ શુદ્ધાત્મામાં નથી, તે એક