________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૫
એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યથી ઉપરોક્ત ચાર શરણ ગ્રહણ કરવાના છે અને પછી એકમાત્ર શુદ્ધાત્મામાં સ્થિર થવાનો જ પુરુષાર્થ કરવાનો છે, આ જ આ ભાવનાનું ફળ છે.
સંસાર ભાવના - સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે? અર્થાત્ ન જ ગમે, અને તે માટે એકમાત્ર લક્ષ સંસારથી છૂટવાનું જ રહેવું જોઈએ. સંસાર વધવાનાં અનેક કારણો છે, તેમાં એકમાત્ર મોટું કારણ મિથ્યાત્વ છે કે જેની હાજરીને કારણે સંસારનો ક્યારેય અંત થઈ શકતો નથી. આ મિથ્યાત્વને ટકવામાં મદદ કરવાવાળાં અનેક કારણો છે; જેમ કે ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઈન્દ્રિયોના વિષયો વગેરે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવનો મહત્તમ સમય નિગોદમાં જ વીતે છે, કેમ કે નિગોદથી નીકળીને જીવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) ૨૦૦૦ સાગરોપમ માટે જ બહાર (ત્રસપર્યાયમાં) રહે છે, પછી આપોઆપ (Automatically – By Default) નિગોદમાં પાછો ચાલ્યો જાય છે કે જયાં તે અનાદિકાળથી રહેતો હતો અને ભવિષ્યમાં પણ અનંતકાળ ત્યાં રહી શકે છે કે જ્યાં (નિગોદમાં) દુઃખ સિવાય કાંઈ નથી હોતું. અર્થાત્ તે જીવ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાં રહી શકે છે કે જ્યાં દુઃખ સિવાય કાંઈ નથી હોતું.
સંસારમાં લોભથી તૃષ્ણાજન્ય દુઃખ જન્મે છે અને લાભથી તે તૃષ્ણાજન્ય દુઃખ અને લોભ વધતા જાય છે. તે લાભ માટે અનુકૂળ જીવો પ્રત્યે રાગ થાય છે અને પ્રતિકૂળ જીવો પ્રત્યે દ્વેષ થાય છે, સાથે જ લાભ વધારવા માટે માયાનો પણ સહારો લે છે. અધિક લાભ મળતાં માન પેદા થાય છે. આવી રીતે જીવ અનંતાનુબંધી કષાયોથી બચી નથી શકતો કે જેનાથી સંસારનું ચાલક બળ એવો મોહ વધુ પ્રગાઢ બને છે અર્થાત્ મિથ્યાત્વ વધુ પ્રગાઢ બને છે. આ રીતથી પૂર્વેના કર્મોના ફળસ્વરૂપ સંયોગોમાં રતિ-અરતિ કરતો રહે છે, અર્થાત્ જીવો ઉદયભાવનો પ્રતિકાર કરીને અથવા તે ભાવમાં રાચી–માચીને નવાં કર્મો બાંધે છે. આ સંસારની વિચિત્રતા એવી છે કે મને જેનું મોટું પણ જોવાનું પસંદ નથી, તે જ જીવ અન્ય ભવોમાં મને પત્ની, પુત્ર, પરિવાર વગેરે રૂપથી પ્રાપ્ત થાય છે કે જેઓને મારે આખી જિંદગી નભાવવા પડે છે અને આ રીતે મારી જિંદગી નર્ક જેવી બની જાય છે. તેથી આપણે વર્તમાન ભવમાં જ સર્વ જીવો સાથે મૈત્રીભાવ કરી લેવો આવશ્યક છે. આવી જ રીતે જીવ ઈન્દ્રિયોના સુખ પાછળ પાગલ બનીને અનંત દુઃખ સહન કરતો આવ્યો છે; કારણ કે ઇન્દ્રિય સુખ, ક્યારેય પૂરી ન થાય તેવી ઇન્દ્રિયોની તૃષ્ણાને જન્મ આપે છે અને તે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ પીડા જીવને ક્યારેય સમાપ્ત ન થવાવાળું તૃષ્ણારૂપ પીડા અને શારીરિક દુઃખ આપે છે. અનાદિથી આવા વિષચક્રમાં ફસાયેલો છવો સંસારમાં રખડે છે. આ વિષચક્રથી બચવું મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ નથી. દરેક જીવે પોતાના પરિવારના દરેક સદસ્ય સાથે અનાદિથી તમામ પ્રકારના સંબંધો અનેક વખત કર્યા છે.