________________
૧૦૪
સમ્યગ્દર્શનની રીત
સમય આત્મકલ્યાણ માટે જ લગાવવો યોગ્ય છે અને ઓછામાં ઓછો સમય અર્થોપાર્જન આદિમાં લગાવવો યોગ્ય છે. આ રીતે દરેક સંસારી જીવે અનિત્યને છોડીને નિત્ય એવા શુદ્ધાત્માને અને પરંપરાએ મોક્ષને પામવાનો છે, તે જ આ ભાવનાનું ફળ છે.
અશરણ ભાવના - મારા પાપોના ઉદય વેળાં મને માતા-પિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણરૂપ થઈ શકે તેમ નથી. તેઓ મારું દુઃખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો – તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી. જ્યારે કોઈ પણ જીવનો મરણનો સમય હોય છે અર્થાત્ એનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે એ જીવને ઇન્દ્ર, નરેન્દ્ર, સુરેન્દ્ર વગેરે કોઈ પણ બચાવવા સમર્થ નથી હોતા અર્થાત્ ત્યારે તે જીવને માટે, મૃત્યુથી બચવા જગતમાં કોઈ શરણ નથી રહેતું. અર્થાત્ આ જગતમાં મૃત્યુ સન્મુખ જીવ અશરણ છે, નિકાચિત કર્મ સન્મુખ જીવ પણ અશરણ છે. પોતાને પરાક્રમી, શક્તિવાન, ધનવાન, ઐશ્વર્યવાન, ગુણવાન વગેરે સમજવાવાળાને/માનવાવાળાને પણ અહેસાસ થઈ જાય છે કે મરણ સમયે આમાંથી કાંઈ જ શરણરૂપ થતું નથી. ડૉક્ટર, વૈદ્ય, વિદ્યા, મંત્ર, દવા વગેરે પણ મૃત્યુ સન્મુખ જીવને અશરણ જ છે. જો કોઈ સાધના કરીને, લૌકિક સિદ્ધિ પામીને એમ સમજે કે અમે તો લાંબું આયુષ્ય પણ પ્રાપ્ત કરી લીધું છે પરંતુ પોતાના આયુષ્યની સમાપ્તિ થવા પર, એક દિવસ તેમને પણ મરવાનું જ છે અર્થાત્ લૌકિક સિદ્ધિ પણ શરણભૂત નથી બની શકતી. જ્યારે સિંહ હરણનો શિકાર કરે છે ત્યારે તેની સાથે બીજા અનેક હરણો હોવા છતાં, તેને કોઈ બચાવી શકતું નથી અર્થાત્ ત્યારે તેને કોઈ શરણરૂપ નથી હોતું; એવી જ રીતે સંસારમાં જ્યારે કોઈ જીવ મૃત્યુને પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કોઈ શરણરૂપ નથી હોતું. સ્વયં ઇન્દ્ર, નરેન્દ્ર પણ મરણની સન્મુખ હોય ત્યારે તેમને પણ કોઈ શરણરૂપ નથી થતું અર્થાત્ તેઓ પણ અશરણ જ છે.
આ જગતમાં ચાર શરણ ઉત્કૃષ્ટ છે :- (૧) અરિહંત ભગવાન (૨) સિદ્ધ ભગવાન (૩) સાધુ ભગવંત અને (૪) સત્ય ધર્મ. આ ચારેય શરણો મને, મારા શુદ્ધાત્માનું શરણું લેવાની જ પ્રેરણા આપે છે. પંચપરમેષ્ઠી ભગવંત, એમણે આપેલો ધર્મ અને શુદ્ધાત્મા જ સર્વ જીવોને શરણરૂપ છે અર્થાત્ મૃત્યુને સુધારી શકે છે અને અજન્મા પણ બનાવી શકે છે, બીજું કોઈ પણ શરણ નથી; અર્થાત્ આપણને વૃદ્ધાવસ્થામાં કોણ શરણરૂપ થશે, એની પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કેમ કે ત્યારે આપણા પાપ અને પુણ્યને અનુસાર આપોઆપ વ્યવસ્થા થઈ જશે. આ જ આ ભાવનાનું ફળ છે.
વ્યવહારથી ઉપરોક્ત ચાર શરણભૂત અને નિશ્ચયથી એકમાત્ર શુદ્ધાત્મા જ શરણભૂત છે.
વ્યવહારથી જ્ઞાની ઉપરોક્ત ચાર શરણનો આદર અને એમને નમસ્કાર પણ કરે છે, જેનાથી તેઓ એકમાત્ર પ્રેરણા એ જ લે છે કે મને મારો આત્મા જ શરણરૂપ છે. અર્થાત્ મારે એમાં જ સ્થિર થવાનું છે અને સંસારથી મુક્તિ પામવાની છે, પરંતુ અજ્ઞાનીને આત્માનુભૂતિ ન હોવાથી તેને સમ્યક નિશ્ચય નથી હોતો તેથી તેને વ્યવહારથી ઉપરોક્ત ચાર જ શરણભૂત છે. માટે જ્યાં સુધી આત્મપ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી