________________
૧૦૨
સમ્યગ્દર્શનની રીત
અને તેના મૂળનું વિશ્લેષણ નિમ્ન બાર ભાવના/અનુપ્રેક્ષા અનુસાર કરીને તે કારણ અને મૂળનો નાશ કરવો આવશ્યક છે. તેનાથી આ સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઇચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાને નષ્ટ કરવી શક્ય બને છે, કેમ કે તેને દબાવવાની નથી પરંતુ મૂળમાંથી નષ્ટ કરવાની છે. આ પ્રમાણે પ્રત્યેક સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાના માટે કરવું આવશ્યક છે. તેને જ ખરા અર્થમાં સાધના કહેવાય છે, નહીં કે સાંપ્રદાયિક ક્રિયાઓને, અને તે જ સાધનાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ સંભવ થઈ શકે છે કે જેનાથી સમ્યગ્દર્શન યોગ્ય ભૂમિકા પ્રાપ્ત થાય છે અર્થાત્ આધ્યાત્મિક યોગ્યતા પ્રાપ્ત થાય છે.
મોક્ષપાહુડમાં પણ કહ્યું છે કે, ગાથા ૬૬ : અન્વયાર્થ :- “જ્યાં સુધી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયોમાં મન જોડી રાખે છે (અર્થાત્ મનમાં ઇન્દ્રિયોના વિષયોમાં આદરભાવ વર્તે છે), ત્યાં સુધી આત્માને નથી જાણતો (કારણ કે એનું લક્ષ્ય વિષય છે, આત્મા નહીં, આના માટે જ અમે ઉપર કહ્યું છે કે મને શું ગમે છે?' તે મુમુક્ષુ જીવે જોતા રહેવું જોઈએ અને તેનાથી પોતાની યોગ્યતા ચકાસતા રહેવી જોઈએ અને જે યોગ્યતા ન હોય તો તેનો પુરુષાર્થ કરવો આવશ્યક છે.) તેથી વિષયોથી વિરક્ત યોગી-ધ્યાની-મુનિ જ આત્માને જાણે છે.” આ ગાથામાં આત્મપ્રાપ્તિ માટેની યોગ્યતા બતાવી છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ માટે આ જગતની વ્યવસ્થાને યથાતથ્ય (જેમ છે તેમ) સમજીને સંસારમાં સર્વ જીવોને પૂર્વમાં કહ્યું તેમ મૈત્રી આદિ ચાર ભાવોમાં જ વર્ગીકૃત કરવા, બીજી રીતે નહીં. અને સંસારના દરેક પ્રસંગમાં બાર ભાવનાનું યથાયોગ્ય ચિંતન કરવું જોઈએ, અને સંસારના દરેક પ્રસંગનું તે જ પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવું આવશ્યક છે. હવે આગળ અમે બાર ભાવનાઓનું સ્વરૂપ સંક્ષિપ્તમાં સમજાવીએ છીએ.
અનિત્ય ભાવના- સર્વે સંયોગો અનિત્ય છે, ગમતા અથવા અણગમતા એવા તે કોઈ જ સંયોગ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ અથવા દુ:ખનો ત્યાગ કરવો – તેમાં હુંપણું અને મારાપણું ત્યાગવું. આવું આપણે વાંચ્યું-સાંભળ્યું હોવા છતાં આ વાતનો વિશ્વાસ ન હોવાથી આપણે સૌ અનાદિથી તે અનિત્યો પાછળ ભાગી રહ્યા છીએ. તે જ કારણે આપણે સહુ અનાદિથી આજ સુધી સંસારમાં રખડી રહ્યાં છીએ. જેમ કે ધન, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર વગેરે માટે આપણે, આપણા અનંત જીવન પૂર્ણરૂપથી ન્યોછાવર કરી દીધેલ છે. હવે આ જીવનમાં મારે આ સૌનો મોહ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ કરીને છોડવું છે, અને માત્ર મારા કર્તવ્યનું યંત્રવત્ નિર્વહન કરીને બાકીના સર્વ સંસાધન (સમય, ધન-સંપત્તિ, બુદ્ધિમત્તા, ચાતુર્ય વગેરે) એકમાત્ર આત્મપ્રાપ્તિમાં જ લગાવવા યોગ્ય છે, કેમ કે એક માત્ર આત્મા જ નિત્ય છે અને અનંત અવ્યાબાધ સુખની ખાણ છે. આ ભાવને જીવનમાં દરેક સમયે જીવંત રાખવાનો છે, તેનાથી આપણા સંસારનો અંત થઈ શકે છે અન્યથા નહીં.
આપણે આપણા જીવનકાળમાં કેટલાય જીવોને મૃત્યુથી નાશ પામતાં જોઈએ છીએ, કેટલાય