________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૧
રાગના પણ બે પ્રકાર છે – એક અપ્રશસ્ત રાગ અને બીજો પ્રશસ્ત રાગ. પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવના અભિપ્રાયમાં પ્રાયઃ બન્નેનો અભાવ હોય છે કારણ કે તેમનું એક માત્રલક્ષ્ય આત્મપ્રાપ્તિનું જ હોય છે. પરંતુ વ્યવહારમાં તેઓ બહુતાશ ધર્મક્રિયાઓ કરતા હોય છે, કેમ કે તેઓ નથી ઈચ્છતા કે તેમને જોઈને બીજા બાળજીવો ક્રિયારહિત થઈ જાય.
અપ્રશસ્ત રાગ એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે આકર્ષણ. જેમ કે મનપસંદ સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત ઇન્દ્રિયોના વિષયોમાં જ મન લાગેલું રહેવું અને તેમાંથી જે પણ વિષય પ્રાપ્ત થાય તેમાં ડૂબેલું રહેવું, આ જ અભિપ્રાય રહે છે. આપણે સંસારમાં અનેક જીવોને વિજાતીયની (સ્પર્શની) પાછળ બરબાદ થતાં જોઈ શકીએ છીએ. ઘણાં જીવોને ખાવાની (રસની) પાછળ બરબાદ થતાં જોઈ શકીએ છીએ, જેમ કે અભક્ષ્ય ખાઈને મરતા અથવા બીમાર થતાં જોઈ શકીએ છીએ. અનેક જીવોને જે વસ્તુ ખાવાપીવાની મનાઈ હોય છે, તેઓ તે જ વસ્તુ લોલુપતાથી ખાઈ-પીને બીમાર પડતા અથવા ક્યારેક મરણને પ્રાપ્ત થતાં પણ દેખાય છે. ઘણાં જીવો સુગંધની પાછળ પોતાનું પૂર્ણ જીવન વીતાવતાં જણાય છે. ઘણાં જીવો પ્રકાશની પાછળ પોતાનું પૂર્ણ જીવન વીતાવતાં અથવા દીવાથી આકર્ષિત થઈને એમાં જ પોતાને સમર્પિત કરતાં દેખાય છે. ઘણાં જીવો ગીત-સંગીત પાછળ પોતાનું પૂર્ણ જીવન વેડફતાં દેખાય છે, આવા જીવો ધર્મના નામે પણ પોતાની ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનું આકર્ષણ; ભાવના અને ભક્તિના નામે ગીત-સંગીતમાં ડૂબેલા રહીને પોષે છે અને આવી રીતે પોતાનું જીવન વેડફતાં જણાય છે. અનાદિથી જીવ મુખ્યત્વે વિજાતીયના આકર્ષણમાં અને વિષયકષાયોમાં ફ્સાવવાના કારણે જ સંસારમાં રખડે છે.
પ્રશસ્ત રાગ દેવ-ગુરુ-શાસ્ત્ર-ધર્મ પ્રત્યે હોય છે. પરંતુ તેને પ્રશસ્ત ત્યારે જ કહેવાય જ્યારે તે એક માત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યમાં પરિવર્તિત થાય, અન્યથા તે પણ ભવિષ્યમાં અપ્રશસ્તરૂપે જ પરિવર્તન પામે
અપ્રશસ્ત અને પ્રશસ્ત - આ બન્ને પ્રકારના રાગ પ્રત્યે ઉદાસીનતાને વૈરાગ્ય કહેવાય છે. તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમ્યગ્દર્શન અને મોક્ષ માટે ઉત્તમ અને કાર્યકારી છે. અર્થાત્ જ્યાં સુધી બાહ્ય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ છે, ત્યાં સુધી તે જીવ બહિરાત્મા છે. ત્યાં સુધી તે જીવની દષ્ટિ અંતરમાં આત્મપ્રાપ્તિ માટે પ્રયાસરત જ નહીં થાય. તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યને જ્ઞાનનો જનક કહેલ છે.
વૈરાગ્યને માપવાનો માપદંડ (થરમોમીટર) છે. પ્રશ્ન : મને શું ગમે છે ? ઉત્તર : જ્યાં સુધી સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા છે, ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી. અને તેની નિવૃત્તિ અર્થે આ ઈચ્છા વગેરેનું કારણ અને તેના મૂળ સુધી જઈને, ઈચ્છાઓનું નીચે મુજબની બાર ભાવના-અનુપ્રેક્ષાના ચિંતવનથી સમન કરવું આવશ્યક છે. અર્થાત્ તે સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાની પાછળનું કારણ શોધીને તે કારણના મૂળ સુધી જવું આવશ્યક છે, પછી એ કારણ