________________
સવનૂણં, સવદરિસીણં, સિવ-મય-મરૂ અ-મર્ણતમખિય-મવાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણે સંપત્તાણું નમો જિણાë જિઅભયાણું.”
સ્તુતિ પૂરી થઈ. આખી પરિષદાએ ‘નમો જિણાë જિઅભયાણં'નો જયનાદ ગજાવ્યો.
આ જયનાદનો પડઘો ક્ષણવાર સર્વ દિશાઓને બધિર બનાવી રહ્યો. આઠ પંડિતોને પણ શરણે ગયેલા સાંભળી નગરલોકનાં જૂથજૂથ મહસેનવન તરફ ઊમટી રહ્યાં હતાં.
મહસેનવનમાં ઊમટી રહેલી માનવમેદની તરફ દૃષ્ટિ ઘુમાવતાં જ્ઞાતપુત્રે પોતાનો ઉપદેશનો પ્રારંભ કર્યો :
“મહાનુભાવો, દરે ક ધર્મ અને દરેક પ્રાણી મારી દૃષ્ટિએ સમાન છે, કારણ કે હું ‘સ્યાદ્વાદ’ સિદ્ધાન્તનો પ્રતિપાદક છું . સંસારના મોટા ષો કે કલહો જોવા કે જાણવાના દૃષ્ટિબિંદુના ભેદથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ધર્મ, કોઈ વસ્તુ કે કોઈ ક્યિા : દરેકને બે બાજુ હોય છે. એ બંને બાજુ જોવી-નીરખવી-એનો સમન્વય કરવો : એનું નામ સ્યાદ્વાદના સિદ્ધાંતને અનુસરનારો માણસ પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતોમાંથી પણ તત્ત્વ તારવી શકે છે. લોકો કહે છે કે હું કોઈ ધર્મની નિંદા કરતો નથી, કેવલ મારી વાતનું વિધાન કરું છું : એ વાત સાચી છે – પણ એમાં દંભ નથી. સ્યાદ્વાદ દૃષ્ટિ-વાળો માણસ વિવિધ દૃષ્ટિબિંદુથી દરેક ધર્મને નીરખે છે. અને દરેક ધર્મ અમુક દૃષ્ટિબિંદુએ સારો હોય છે. એ સારાનો સમન્વય સાધવો એ જ શ્રેયસ્કર છે. માટે તમને પણ એ જ સિદ્ધાંત અનુસરવા સૂચવું છું. એથી પારસ્પરિક દ્વેષ, ઝઘડા, વૈમનસ્ય ઓછાં થશે. માણસ માણસની નજીક આવશે ને ગમે તેવા મત કે અભિપ્રાય ધરાવવા છતાં, ‘સ્યાદ્વાદ' સિદ્ધાન્તના બળે નિશ્ચિત દૃષ્ટિકોણ પણ એક થશે.”
સભા શાન્ત ચિત્તે સાંભળી રહી હતી. આ વેળાએ રાજાઓમાં ઇંદ્ર સમાન એવા મગધેશ્વરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રાર્થના કરી :
“નિગ્રંથ પ્રભુ ! આપનું શાસન પ્રવર્તાવો ! આપની માન્યતાઓમાં માનનારો સંઘ સ્થાપો !''
“મારું શાસન ! મારો સંઘ ! ભલું કહ્યું મગધપતિ ! પણ જાણી લેજો કે મારા શાસનમાં, મારા સંઘમાં રાયર કનો ભેદ નથી, નીચ-ઉચ્ચનો ભેદ નથી, જાતિ-ગોત્રની અડચણ નથી. શ્રદ્ધાપૂર્વક મારા તત્ત્વજ્ઞાનને અનુસરનારો કોઈ પણ જીવ મારો
130 1 સંસારસેતુ
અનુયાયી છે. મારી પણ ઇચ્છા છે કે અહિંસા ધર્મનો અને સ્ટાદ્વાદ શૈલીનો જેટલો પ્રચાર થાય તેટલો ઇષ્ટ છે, અને તે માટે હું સંઘ સ્થાપું છું.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-મારા સંઘનાં આ ચાર અંગો છે. ત્યાગ એ મારો પરમ આદર્શ છે. જગતનું જીવન ત્યાગ પર જ ચણાયેલું છે. જગતની સુંદરતા ત્યાગમાંથી જન્મે છે. એ ત્યાગભાવના પર જીવનારા મારા સંઘના અનુયાયી બની શકે. પણ દરેક અનુયાયી સર્વોત્કૃષ્ટ ત્યાગનો નમૂનો બની શકતો નથી. સામાન્ય રીતે ત્યાગધર્મમાં માનનારો ને તે માન્યતા પ્રમાણે યથાશક્ય વર્તનારો વર્ગ તે શ્રાવક ને શ્રાવિકા : કડક રીતે ત્યાગધર્મમાં માનનારો ને માનવા પ્રમાણે વર્તનારો વર્ગ તે સાધુસાધ્વી.”
“પ્રભુ, એમને સાધુપદ આપો !''
મારા લક્ષમાં જ છે ગૌતમ ! તમને અગિયાર પંડિતરાજોને સાધુગણના ધારક તરીકે નિયત કરું છું. સાધુ સમુદાયમાં તમે અગિયાર ગણધરો કહેવાશો. ઇચ્છું છું ને આશીર્વાદ આપું છું કે ચિરંજીવ થઈ ચિરકાળ સુધી ધર્મનો ઉદ્યોત કરશો.*
“મારા દેવ, મને સાધ્વીપદે સ્થાપો !” સભાની એક બાજુથી મિષ્ટ સ્વર સંભળાયો. ખીલતી પુષ્પકળી સમી એક કુમારિકા હાથ જોડીને ઊભી હતી.
કોણ, ચંદના ?”
શું એ ચંદનબાલા છે, કે જેના મૂઠી બાકળા પાછળ શ્રાવસ્તિનાં મેવામીઠાઈ વ્યર્થ બન્યાં હતાં ! એ જ રાજા શતાનિકની પુત્રી વસુમતી ! પ્રભુએ જેની ભિક્ષા સ્વીકારી જીવન-મરણની અટવીઓ ઉલ્લંઘાવી દીધી ! આખી સભા એ કુમારિકા તરફ તાકીને જોઈ રહી.
ચંદના, ત્યાગમાર્ગની પરમ પૂજારિણી ' તથાસ્તુ ! સાધ્વીવર્ગની તું પ્રથમ પ્રવર્તિની !”
ચંદના એ નિરુત્તર રહી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
“મગધરાજ ને અભયકુમાર આદિ મારા શ્રાવકો ને સતી સુલસા ને સતી ચલ્લણ મારી શ્રાવિકાઓ !”
બધાંએ ઊભા થઈ મસ્તક નમાવી સહર્ષ સ્વીકાર કર્યો. અગિયાર પંડિતરાજો સાથે આવેલા શિષ્યોએ સાધુધર્મ અંગીકાર કર્યો. ઘણાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો; ઘણી સ્ત્રીઓએ સાધ્વીપદ ને ઘણીએ શ્રાવિકાપદ સ્વીકાર્યું.
“મહારાજ , વતદર્શન કરાવો !'' સભાએ સંઘનાં વ્રતો કેવાં હોવાં જોઈએ તે માટે આદેશ માગ્યો.
“મહાનુભાવો, વ્રતદર્શન કરાવું તે પહેલાં એક વાત જણાવવાની કે દરેક ક્રિયા
શાતપુત્રને ચરણે n 131