________________
શ્રેષ્ઠ વિદ્વાનોમાંથી બાકી રહેલા આઠ વિદ્વાનો એક સાથે ગર્જી ઊઠ્યા : “યજમાન દેવ ! શાન્ત થાઓ ! અમે આઠ જણા અત્યારે જ પ્રસ્થાન કરીએ છીએ. એકાકી વિદ્વાનને ભરમાવનારી એ માયવી અમને આઠને કેમ ભરમાવી શકે છે, તે હવે જોઈ લઈએ.”
નિરાશ બનેલી માનવમેદનીમાં ફરી આશાનો સંચાર થયો. સહુએ આ વિક્રમૂર્તિઓના પ્રસ્થાનને પ્રચંડનાદથી વધાવી લીધું. સહુથી અગ્રભાગમાં કોલ્લાક સંનિવેશના પ્રખ્યાત વિદ્વાન વ્યક્ત ને ઉપાધ્યાય સુધર્મા પોતાના એક હજાર શિષ્યો સાથે ધરણી ધ્રુજાવતા ને વેદનાથી ગગનમંડળને ભરી દેતા ચાલતા હતા.
આ બંને વિદ્વાનોના સમુદાય પછી મૌર્યગ્રામનો અજેય મનાતો વિદ્વાન મૌર્યપુત્ર હતો. એના ૩૫૦ શિષ્યો પાછળ ચાલતા ચાલતા પણ વાવિદ્યાના ભેદાભેદની ચર્ચા કરતા હતા.
આ પછી પોતાના ત્રણસો શિષ્ય સાથે પંડિતવર આગળ ભ્રાતા ને તેવા જ ત્રણસો શિષ્યો સાથે સ્વયં વેદાવતાર અકંપિત ચાલતા હતા. સહુથી છેડે વત્સદેશભૂષણ તૈતર્ય ને તે પછી કેવલ સોળ વર્ષની પાંગરતી તરુણાવસ્થામાં રાજગૃહીનાં વિદ્વાનોમાં સન્માન પામનાર પ્રભાસદેવ હતા.
કોઈ મહા સેના મહાન રાજ્ય ઉપર ચડાઈ કરવા જતી હોય એવું દૃશ્ય હતું. ચાલનારાઓની ચરણધૂલિથી આકાશમાં જબરી ડમરી જામી હતી.
આર્યાવર્તના ઇતિહાસનું એક અતિ મહત્ત્વનું પૃષ્ઠ આજે ઊઘડી રહ્યું હતું. ન બનેલો બનાવ આજે બની રહ્યો હતો. ધર્મના ઇતિહાસોમાં ન ઘટેલી ઘટના આજે ઘટી રહી હતી. આત્માના પ્રચંડ સામર્થ્યનો પવિત્રતમ ઇતિહાસ આજે ઓળખાતો હતો. વિદ્યા, પંડિતાઈ, ચાતુરી, વાદનિપુણતા અને એવું બીજું ઘણું એક નમ્ર આત્મા પાસે જાણે નિરર્થક બનતું જતું હતું.
આઠ પંડિતોની વાદગર્જનાથી જાણે દિશાઓ ડઘાઈ ગઈ હતી. પાછળ ઊભેલો શિષ્યસમુદાય સાગરમાં આવેલી ભરતીની જેમ લહેરાતો હતો.
“આવો પંડિતરાજો, આવો ! આજે તો આ ભૂમિનાં પુણ્ય જાગ્યાં છે. કુશળ છો ને ! હું જાણું છું કે આપ સર્વે મને વાદવિવાદથી પરાસ્ત કરવા આવ્યા છો; પણ આપ જાણો છો કે હું વાદવિવાદથી પર થઈ ચૂકેલો છું. આપના સંશયો તો આ મારા સમર્થ શિષ્યો ગૌતમકુલભૂષણ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ છેદશે. આપ ખુશીથી પૂર્વપક્ષ રજૂ કરો !"
એ, બે ને ત્રણ !
પૂર્વપક્ષ ૨જૂ થયો ને ક્ષણવારમાં ઇંદ્રભૂતિએ તે તે પંડિતોના સંશયનું નિરાકરણ કર્યું. ત્રણે પંડિતો નિરુત્તર બન્યા.
128 D સંસારસેતુ
ચાર પાંચ ને છે. એમની પણ એ જ સ્થિતિ થઈ. તૈતર્ય તો પૂરી ચર્ચા પણ કરી ન શક્યો.
છેલ્લા પાંગરતી તરુણાવસ્થાવાળા પ્રભાસે વાદવિવાદ લાંબો ચલાવ્યો. વાદવિદ્યાના છલપ્રપંચનો પણ આશ્રય લીધો. પણ એ બાળ વિદ્વાન જ્ઞાતપુત્રની સામે કંઈ વધુ બોલી ન શક્યો.
આઠે પંડિતોએ જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું ને સર્વેએ એકત્રિત થઈ જ્ઞાતપુત્ર જે લોકભાષામાં ઉપદેશ આપતા હતા, એ જ ભાષામાં જ્ઞાતપુત્રની સ્તવના કરી.
તમામ શિષ્યપરિવાર સહિત સમગ્ર સભાએ તેમાં સાથ પૂર્યો. વીરાસનેx બેઠેલા ઇંદ્રભૂતિ ગૌતમે પોતે સ્તવેલ ‘શક્રસ્વત’નો પ્રારંભ કર્યો. બીજા બધાએ તેમાં સાથ પુરાવ્યો.
“નમૃત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, આઈગરાણં, તિત્યયરાણં, સયંસંબુદ્ધાણં. પુરિસત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવર-પુંડરીઆણં,
પુરિસવરગંધહસ્થીણું,
લોગુત્તમાર્ણ, લોગનાહાણું, લોગહિઆણં, લોગપયવાળું, લોગપજ્જોઅગરાણું.
ધમ્મદયાણું, ધમ્મદેસયાળું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું; ધમ્મવરચાઉરંત ચક્કવટ્ટીણું.
જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં,
બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું.
× એક પ્રકારનું આસન
+ નમસ્કાર હો પરમપુરુષ ! એ પરમપુરુષ કેવા છે, તેનું વિશેષ વર્ણન કરે છે : પુરુષ વિશે સિંહ સમાન, પુરુષ વિશે ઉત્તમ પુંડરિક કમળ સમાન, પુરુષ વિશે પ્રધાન ગંધહસ્તી સમાન, તેમજ લોકને વિશે ઉત્તમ, લોકનાથ, લોકકલ્યાણકર્તા, જગતપ્રકાશક ને લોકમાં દીપક સમાન, ધર્મદ્રષ્ટા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મરથના સારથિ, તેમજ સ્વર્ગ, નરક, મનુષ્ય ને તિર્યંચ ગતિનો નાશ કરનાર, તેમજ રાગદ્વેષના જીતનાર ને જિતાડનાર, સંસાર-સમુદ્રને તારનાર ને તેમાંથી તરાવનાર, તત્ત્વના જાણકાર ને જણાવનાર, કર્મથી સ્વયં મુક્ત ને બીજાને મુક્ત કરાવનાર, એવા સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ-નીરોગી અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાગમન સ્થિતિને પ્રાપ્ત થયેલ, રાગદ્વેષનો ક્ષય કરનારા એવા સર્વ ક્ષયોના જીતનાર અરિહંતને નમસ્કાર હો !
જ્ઞાતપુત્રને ચરણે D 129