________________
“આવો, અગ્નિભૂતિ ગૌતમ ! કુશળ છો ને !" જ્ઞાતપુત્રે મુખ પર સહેજ સ્મિત ફરકાવતાં મિષ્ટ ભાષામાં કહ્યું.
માયાવી તો અજબ છે ! સહેજ પણ સરળતા દાખવી, તો એ ફાવી જવાનો, એમ સમજી અગ્નિભૂતિએ પણ પ્રત્યુત્તર આપ્યા વગર મુખ પર સ્વસ્થતાની રેખાઓ બેવડાવતાં, કેવલ મસ્તક ધુણાવી સત્કારનો સ્વીકાર કરતો હોય તેમ આસન ગ્રહણ કર્યું.
સભા સ્તબ્ધ હતી. આ મહાન પંડિતના તેજમાં સહુ ઝંખવાઈ ગયા દેખાતા હતા; પણ પેલા જાદુગર પર કંઈ અસર નહોતી. એના મુખ પર તો એ જ શાન્તિ, એ જ સ્વસ્થતા ને એ જ કાન્તિ વિદ્યમાન હતી. અગ્નિભૂતિ ગૌતમે એક વાર પોતાનું બ્રહ્મતેજ થી દમકતું વિશાળ મસ્તક ચારે તરફ ફેરવ્યું ને પછી પ્રચંડ ઘોષણા કરી :
હે માયાવી જ્ઞાતપુત્ર ! તારી માયાજાળ ભેદીને મારા બંધુને લઈ જવા અને તને પરાસ્ત કરવા માન્યવર ઇંદ્રભૂતિ ગૌતમનો આ લઘુબંધુ અગ્નિભૂતિ ગૌતમ ઉપસ્થિત થયેલ છે. વધુ માયાજાળ પ્રસાર્યા વિના મારી સાથે વાદવિવાદ માટે તત્પર થા ! તારો પૂર્વપક્ષ વિસ્તારથી ૨જૂ કર !”
આવેશમાં ને આવેશમાં વિદ્વશ્રેષ્ઠ અગ્નિભૂતિ ભાષાની શિષ્ટતા પણ વીસરી ગયો : પણ એવી શિષ્ટતા-અશિષ્ટતાને જાણે અહીં સ્થાન જ નહોતું.
- “તત્પર જ છું, અગ્નિભૂતિ ગૌતમ ! તમારા પ્રકાંડ પાંડિત્યથી હું પૂર્ણતયો પરિચિત છું. તમારી સાથે વાદવિવાદનો શુભ પ્રસંગ ક્યાંથી ?”
અગ્નિભૂતિને આ શબ્દોએ ઉત્તેજિત કર્યો. એને લાગ્યું કે પોતાના વિદ્વાન પણ ભોળા ભાઈને ભરમાવનાર આ માયાવી મારી સામે વધુ વખત ટકી શકે તેમ નથી. એ આગળ કંઈ બોલવા જતો હતો, પણ જ્ઞાતપુત્રને બોલતા સાંભળી શાન્ત રહ્યો.
“હે ગૌતમ ! આપણે વાદવિવાદ કરીએ એ પહેલાં કર્મ વિશેની તમારી શંકા તો દૂર કરી લો ! તમારા પાંડિત્યને પીડતી આ શંકા લોકલજ્જાને કારણે વર્ષોથી તમારા હૃદયમાં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ તમને સતાવી રહી છે. એ વિશે હું કંઈક કહું, પછી આપણે વાદવિવાદનો પ્રારંભ કરીએ.”
આ શબ્દો નહોતા, પણ અગ્નિભૂતિના પાંડિત્ય ઉપર ન કળી શકાય તેવો જબરદસ્ત પ્રહાર હતો. છતાંય અગ્નિભૂતિ ન ડગ્યો. એ સ્વસ્થ ચિત્તે ને ઉન્નત મસ્તકે પોતાના આસન પર દૃઢ રહીને બોલ્યો, પણ એની ભાષામાં પરિવર્તન થઈ ગયું હતું. સ્વાભાવિક તોછડી ભાષા લુપ્ત થઈ ગઈ : માનભર્યો વાક્યો નીકળ્યાં :
વારુ જ્ઞાતપુત્ર ! તમારું વક્તવ્ય પૂરું કરો !” - “મારું વક્તવ્ય કર્મ વિશે છે. ગૌતમકુળભૂષણ ! એ વાતનો નિર્ણય રાખજો કે કર્મ છે ! એ રૂપી છે, મૂર્તિમાન છે અને અરૂપી અમૂર્ત એવા આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલ છે. એ કર્મફળની પ્રત્યક્ષ સાબિતી આપણે બધા છીએ. શા
26 D સંસારસેતુ
માટે એક પૂજાય છે, જ્યારે બીજો પૂજા કરે છે ? એ ક સેવાય છે, ત્યારે બીજો સેવા કરે છે ? એક જ જાતનો માનવદેહ, પછી બે વચ્ચે આટલી વિચિત્રતા કેમ ? શું કારણ ? અને એનું કોઈ પણ કારણ હોય તો તે ‘કર્મ ” જ છે.”
અગ્નિભૂતિ જેમ જેમ આ શબ્દો સાંભળતો ગયો તેમ તેમ એનો ગર્વ ગળતો ગયો. આવી સાદી યુક્તિ-પ્રયુક્તિઓ એણે ઘણી સાંભળી હતી, પણ એ શબ્દોએ એના પર કંઈ, અસર કરી હતી ! ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તરુને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. એનું અસ્વાભાવિક દૃઢતાથી દબાવી રાખેલ મન બળવો પોકારી ઊઠ્યું. સાતપુત્રની વાણી જેમ આગળ વધતી ગઈ, તેમ તેને ન જાણે શું થતું ગયું : પણ અગ્નિભૂતિ વિશેષ ને વિશેષ અસ્વસ્થ થતો ચાલ્યો. શબ્દો તો થોડા જ હતા, પણ કોઈ અચિત્ર પ્રભાવ એના મદરાશિને વેગથી ગાળી રહ્યો હતો.
“પરમગુરૂ, તમારા ચરણે છું !” એકાએક અગ્નિભૂતિ મસ્તકને પૃથ્વી સરસું નત કરી બોલી ઊઠ્યો. અગ્નિભૂતિની વાણીમાં પ્રચંડ પૂર વહી ગયા પછીની શાન્તિ હતી.
તથાસ્તુ ગૌતમ !” ક્ષાતપુત્રે પોતાના વિજયથી લેશ પણ ન હરખાતાં એ જ શાન્તિથી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા.
અગ્નિભૂતિ ગૌતમના પાંચસો શિષ્ય પણ ગુરુના ગુરુને ચરણે બેસી ગયા.
આ વર્તમાન વાયુવેગે યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા. અગ્નિભૂતિ તે ઇંદ્રભૂતિના ભાઈ વાયુભૂતિ સહસા જ આસન પરથી ઊભા થઈ ગયા ને સશિષ્ય પરિવાર મેહસેનવન તરફ ચાલ્યા, ન કોઈની સાથે કંઈ બોલ્યા કે ન કંઈ ચર્ચા કરી. એમનું મુખે અનેક રેખાઓથી અંકિત થઈ ગયું હતું. પોતાના બન્ને ભાઈઓને ચળાવનાર તરફ તેમના દિલમાં અત્યંત ઉગ્ર આવેગ હતો : પણ માર્ગમાં જ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનો એ આવેગ ધીરે ધીરે શમતો ચાલ્યો. એમને વિચારતાં લાગ્યું કે જે મહાપુરુષનો આશ્રય મારા બંને ભાઈઓએ સ્વીકાર્યો એ મહાપુરુષ ખરેખર મહાન હશે. એમની સાથે વાદાવાદ કરનાર હું કોણમાત્ર !
વાયુભૂતિ ગૌતમે વગર વિવાદે મહસેનવનમાં આવી જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું.
આર્યાવર્તના ત્રણ ત્રણ મહાન વિદ્વાનોના આ રીતના સમાચારથી દેશવિદેશથી આવેલો સમુદાય ખળભળી ઊઠ્યો, ધર્મપ્રતિષ્ઠાનો સવાલ પાસે સહુ અધીરા બની ઊડ્યા. સોમિલ વિખે ઊભા થઈ રોષભરી વાણીમાં કહ્યું :
“દેવભૂમિ આર્યાવર્તમાંથી શું વેદનું જ્ઞાન નષ્ટ થયું છે, કે એક સામાન્ય માણસ કે જે કદી કોઈ વિદ્યાપીઠ કે વિઘાશ્રમમાં ગયેલ નથી. અને માયા એ જ જેની મૂડી છે, એવાને પણ હરાવી ન શકે ? હું સર્વ પંડિતસભાને આ પ્રશ્ન કરું છું.”
સોમિલ વિપ્રના આ શબ્દોએ વજપાત જેવી અસર કરી. આર્યાવર્તના અગિયાર
શાતપુત્રને ચરણે 127