________________
ને આ તો બેય ગઈ !”
આખું ટોળું ખૂબ મોટેથી હસી પડ્યું. ખુશ થવા જેવા સમાચારથી બધા જાણે ઘેલા બની ગયા હોય તેમ ભાતભાતની ચર્ચાઓ કરતા હસવા લાગ્યા.
“અરે, આ હસવા જેવો પ્રસંગ છે ?” દૂરથી કોઈનો ગંભીર અવાજ સંભળાયો. એક મોટો લશ્કરી અમલદાર લોહીથી ખરડાયેલાં વસ્ત્રો સાથે ધસ્યો આવતો હતો.
હસનારાઓનાં મોં એકદમ સિવાઈ ગયાં. એ તો મગધનો જાણીતો સંદેશવાહક દેવસૂનુ હતો; એ જોરશોરથી કહેતો હતો :
- “મહારાજની આજ્ઞા છે કે કોઈએ મંગળગીત ન ગાવાં. આ આસોપાલવ, આ રંગોળીઓ, આ કુંકુમઅક્ષતના થાળો બધું હટાવી લો ! દિવસે અબીલગુલાલ ઉડાડવાની કે રાત્રે દીપમાળા પ્રગટાવવાની પણ આજ્ઞા નથી.”
“નક્કી કંઈ અશુભ થયું.” લોકોનાં ટોળેટોળાં આ આજ્ઞા ઉપર વિવિધ જાતની ચર્ચા ચલાવવા લાગ્યાં. દેવસૂનુનો ઉપયોગ જવલ્લે જ થતો. એ જે સંદેશ લઈને આવે એ ગંભીર જ હોય એવી પ્રજાની ધારણા હતી. કેટલાક માણસો દેવસૂનુની પાછળ ચાલ્યા.
એ રાજમહેલ તરફ નહોતો જતો, પણ મગધના મહારથિકો, સામંતો અને સરદારોના આવાસ તરફ જતો હતો. એની પાછળ પાછળ થોડું અંતર રાખીને લોકોનું મોટું ટોળું પણ ચાલ્યું.
દેવસુનૂ મગધના મહાન યોદ્ધા અને વિશ્વાસુ અંગરક્ષક નાગરથિકને ઘેર જઈ ઊભો રહ્યો. દરવાજા ઉપરની દાસી દ્વારા અંદર પ્રવેશવાની એણે અનુજ્ઞા માગી.
થોડી વારમાં ખુદ નાગરથિક પોતે બહાર આવ્યા. અવસ્થા તો લગભગ શતશરદx પહોંચી હતી, પણ એમના દેહ પર હજીય જૂની પરાક્રમશીલતા ને વીરતા ચમકી રહી હતી. કોઈ પહાડ જેવી એમની પડછંદ કાયા પર અલબત્ત એક પણ વાળ શ્વેત થયા સિવાય રહ્યો નહોતો, પણ એમનું કસાયેલું બદન જોનારને એમ જ લાગતું હતું કે આ માનવી હજી પણ એક જ હાકે ને એક જ છલાંગે અશ્વ પર આરૂઢ થઈ શકે ને રણમાં ધૂમી શકે.
નાગરથિક મગધની એક પૂજનીય વ્યક્તિ હતી. એનો પ્રતાપ બાહ્ય રીતે કંઈ દેખાતો નહિ, છતાં એના પ્રતાપને વશ થવામાં બધા પોતાનું કર્તવ્ય સમજતા. મહારાજ બિખ્રિસારના પિતા રાજા પ્રસેનજિતના મૃત્યુ સમયે જ્યારે રાજગાદી માટે ભયંકર તોફાન ઊપડ્યું અને કોને ગાદી આપવી એવો પ્રશ્ન ખડો થયો, ત્યારે એક વાર એમ લાગેલું કે જાણે આંતરકલહમાં મગધનું આખું સામ્રાજ્ય બળીને ખાખ થઈ
જશે. મહારાણી તિલકાનો પક્ષ સબળ બની બેઠો હતો, ને જો બિમ્બિસારને રાજ્ય મળે તો બળવો જગાવવાની પેરવીમાં હતો. મહારાજ પ્રસેનજિત પણ ભયથી ગુપ્ત રીતે બિમ્બિસારની તરફેણ કરતા હતા, પણ પ્રગટ રીતે કંઈ કરી શકવા અસમર્થ હતા. એવી કપરી વેળાએ મગધનો આજીવન સેવક આ મહાન નાગરથિક ખુલ્લંખુલ્લાં બહાર પડ્યો. એણે કહ્યું : “ગુણમાં ને હકમાં બિમ્બિસાર જ રાજતિલકને યોગ્ય છે. અને એને જ રાજતિલક થશે.”
એક વાર આ શબ્દોએ તો ભીષણ સંકટ ઊભું કર્યું, પણ બહાદુર નાગરથિક મેદાને પડ્યો. કૂડકપટ, દાવપેચ, વિષના પ્યાલા અને નગ્ન ખંજરોની દુનિયા સામે આવી ઊભી; પણ આ મહાન યોદ્ધો હિંમત ન હાર્યો. એને આખી મગધની પ્રજાને તૈયાર કરી અને બિમ્બિસારને રાજતિલક કરાવ્યું.
મહારાજ બિમ્બિયારે નાગરથિકને પોતાના અંગરક્ષકનું માનવંતું પદ આપ્યું. આ પછી તો કેટલાંય યુદ્ધોમાં નાગરથિક મહારાજાની સાથે રહીને લડવો અને છેલ્લે છેલ્લે પોતાના પુત્રોને મહારાજાની સેવામાં મૂકીને પોતે નિવૃત્ત થયો.
આવા નાગરથિકને આવતા નિહાળી સહુ શાન્તિ અને શિષ્ટતાથી ઊભા રહી ગયા. દેવસૂનુ દોડીને એમના પગમાં પડ્યો ને ચોધાર આંસુએ રડી પડ્યો.
દેવસૂનુ, શા માટે રડે છે ? મહારાજ તો હેમખેમ છે ને ? મહાઅમાત્ય તો કુશળ છે ને ?"
“બંને ય કુશળ છે, પણ...” અને ફરીથી દેવસૂનું ૨ડી પડડ્યો. એ એકલો વૈતનિક સંદેશવાહક નહોતો, એને નાગરર્થિક પ્રત્યે અનહદ માન હતું.
દેવસૂનુ, તારા જેવો પુરુષ રડે, એનો અર્થ મારાથી સમજાતો નથી. શું છે ? મારા પુત્રો હેમખેમ છે ને ?”
“પૂજ્યવર્ય, આપના પુત્રો...” સંદેશવાહક આગળ ન બોલી શક્યો.
“મારા પુત્રો !” અંદરથી એક તીણો સ્વર આવ્યો. પલકારામાં એક વયે વૃદ્ધ પણ દેખાવે પ્રૌઢ સ્ત્રી બહાર ધસી આવી. દેવસૂનુએ તેને નમસ્કાર કર્યા ને કહ્યું :
“દેવી સુલસા, બહુ માઠા સમાચાર છે."
માઠા સમાચાર ?" ને સુલસા એ કદમ આગળ આવી, નાગરથિકની આ પત્ની હતી. નાગરથિક રાજગૃહીની પ્રજાને જેમ પ્રિય હતો, તેમ સુલસા તરફ પણ સહુને માન હતું. એકબે નહિ, પણ બત્રીસ પુત્રોની માતા બનનાર આ નારીનો દેહ ને એની રૂપશ્રી હજી તેવાં ને તેવાં જ હતાં. એના શરીર પર વૃદ્ધાવસ્થા ઊતરતી જતી હતી, તેમ તેમ સૌમ્યતાનો તેજ અંબાર વૃદ્ધિ પામતો જતો હતો.
મગધની મહાનારીઓમાં સુલતાની ગણતરી થતી હતી. એણે યુવાવસ્થામાં જ
* સો વર્ષ
84 D સંસારસેતુ
મગધનાં મહારનો 85