________________
“અરે, લડવાને બદલે સામયિક કરવા બેઠો હશે !” ને ચર્ચા કરનારાઓ પણ હસી પડ્યા. સહુને આ પ્રસંગે રાજકીય કરતાં ધાર્મિક રીતે પણ ઠેકડી કરવા જેવો લાગ્યો. જ્ઞાતપુત્રના ઉપાસકોએ હમણાં હમણાં ઉપાડો લીધો હતો. યજ્ઞ ખોટા, વેદ ખોટા, ઈશ્વર ખોટા. બધું ખોટું ખોટું કહી એક માયાજાળ પેદા કરી હતી. આ પ્રસંગ એમને હેઠા બેસાડવા માટે ઠીક ઉપયોગી નીવડશે, એમ બધા માનવા લાગ્યા હતા. ત્યાં વળી પોતાને રાજદ્વારી વિદ્વાન મનાવતા એક પુરજને કહ્યું :
અલ્યા, રાજા નહિ રાષ્ટ્રપતિ ! ત્યાં વૈશાલીમાં તો ગણતંત્ર રાજ ચાલે છે. અનેક રાજા એકઠા થઈ એક રાજ ચલાવે.”
એ તો ઝાઝી રાંડે વેતર વંઠા જેવું થાય.” બીજાએ ટીકા કરી.
પણ પુરજનો આ વાત કરીને વીખરાય, તે પહેલાં તો એક જણ ઉતાવળો ઉતાવળો વચ્ચે ધસી આવ્યો. એ ખૂબ હાંફતો હતો ને સાથે સાથે પેટ પકડીને હસતો હતો.
અરે, એક ખૂબ હસવા જેવી ખબર !”
શું છે શંભુ ?” આખું ટોળું નવા સમાચાર જાણવાની ઉત્કંઠાથી એને ઘેરી વળ્યું. પણ શંભુ અત્યંત હાંફતો હતો. એ હાંફવામાંથી નવરો પડતો ત્યાં હસવા લાગતો : ને હસવામાંથી જ રા નવરો પડતો ત્યાં હાંફવા લાગતો. થોડી વારે માંડમાંડ હસવું ને હાંફવું ખાળતો એ બોલ્યો :
“કહું ? હું તો હસીને બેવડ વળી ગયો. રાજ દેવડીએથી જ સાંભળીને આવ્યો છું. કેવી વિચિત્ર ઘટના !” અને પુનઃ હસવા લાગ્યો. એકઠા થયેલાઓની ઇંતેજારી હદપારની વધી ગઈ હતી. એકે શંભુને લાકડીનો ગોદો મારતાં કહ્યું :
અલ્યા, વાત કહે છે કે આનાથી તારી ખોપરી ફોડી નાખું ?”
ના, ભાઈ, ના ! જરા મારો શ્વાસ તો હેઠો બેસવા દો ! અરે, કેવી વિચિત્ર વાત...” અને પાછું એણે હસવા માંડ્યું. આ રીતે હસવાનો અંત ક્યારે આવત તેની કલ્પના થઈ શકતી નહોતી, પણ એકાએક એક જણાએ એની ગળચી પકડીને ધમકાવ્યો :
હસવું બંધ કરે છે કે ગળું પીસી દઉં !'” ભયનો માર્યો શંભુ શાન્ત થઈ ગયો. એણે વાત કહેવી શરૂ કરી :
“શું કહું તમને ! અરે, ભાઈ ! વાત કરતાં કરતાં વચ્ચે મારાથી હસી પડાય તો માફ કરશો.” અને ગળું ઢીલું પડતાં શંભુ ફરીથી હસી પડ્યો. પણ પેલા પુરુષે ફરીથી દબાવતાં એ સાવધ બન્યો ને કહેવા લાગ્યો :
“વાત એવી બની કે એક તાપસી પાસેથી છબી જોઈને ગણતંત્રના રાજા
ચેટકની છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરવાનો સંકેત રચવામાં આવ્યો હતો. સુજ્યેષ્ઠાએ આપણા મહારાજા માટે ઘણું સાંભળ્યું હતું ને તેમાં તેને મહાઅમાત્ય અભય અને આપણા ગામની કુશળ દેવદત્તાનો પ્રસંગ સાંપડતાં એ તો મનથી મહારાજાને વરી ચૂકી. પણ રાજા ચેટકને આ વાત કોણ કરે ? આપણા મહારાજાએ એનું માગું કર્યું ત્યારે પેલો દોઢ ડાહ્યો ચેટક કહે કે હૈહય વંશની કન્યા વાહી કુળને ત્યાં ન હોય ! બાપે આમ કહ્યું ત્યારે એની કુંવરી સુજ્યેષ્ઠાએ કહેવરાવ્યું કે, હું તૈયાર છું. મને આવીને ક્ષત્રિયને ઉચિત રીતથી લઈ જાઓ !” શંભુ જરા થોભ્યો. એની વાતથી બધા શાન્ત પડ્યા હતા ને એજબ ઇંતેજારીથી એના મોં સામે જોઈ રહ્યા હતા.
પછી તો આપણા મહાઅમાત્ય ગયા, મહારાજ ગયા. મહાઅમાત્ય હોય તો શું બાકી રહે ? એમણે ઠેઠ રાજ મહેલના અંત:ભાગ સુધી સુરંગ ખોદાવી. નિયત કરેલા દિવસે મહારાજ રથ લઈને સુરંગના મુખદ્વાર આગળ ઊભા રહ્યા. બરાબર વખતે ચેટકપુત્રી આવી ને મહારાજાએ તો રથમાં બેસાડી રથ હાંકી મૂક્યો. પાછળ હોહા થઈ ને રાજા ચેટકને ખબર ખબર પડી ગઈ. તેઓએ પીછો પકડ્યો પણ તેમની ખબર લેવા મહાઅમાત્ય અભય અને આપણું સૈન્ય તૈયાર જ ઊભું હતું. મહારાજા તો રથ સાથે દૂર દૂર નીકળી ગયા. પણ ભાઈઓ, હવે ખરી મજાની વાત આવે છે. કાન દઈને સાંભળજો !” શંભુએ એમાં વિશેષ રસ મૂકવા વળી થોડી વાર વાત અટકાવી.
હા, હા, તું કહ્યું જા ! અમે કાને ઘેર મૂકીને નથી આવ્યા !''
મહારાજનો રથ તો ધમધમ કરતો ચાલ્યો જતો હતો. સવાર થયું ને ભાણ ઊગ્યો કે મહારાજે રથનો પડદો ઊંચકી કુંવરીને બોલાવી : ‘સુજ્યેષ્ઠા !” કુંવરી કહે : ‘મહારાજ, મારું નામ ચલ્લણા ! હું એની નાની બેન છું. મારી બેન સુચેષ્ઠા તો એનો રત્નકરંડક ભૂલી ગયેલી તે લેવા ગઈ હતી ને આપે રથ હંકારી મૂક્યો.” મહારાજાએ સૌંદર્યના પુંજ સમી એ કુંવરીને નીરખતાં કહ્યું : “હે મૃગલોચને ! મારો પ્રયાસ વ્યર્થ તો નથી ગયો. મારે મન તું પણ એટલી જ સુંદર છે.”
વાહ વાહ, ખરો ઘાટ બન્યો. પછી શું થયું ?”
શું થાય ! સુચેષ્ઠા નહીં તો એની બેન સહી, મહારાજાએ તો એની સાથે ગાંધર્વવિવાહ કર્યા.”
અરે, પણ બેમાં વધુ સુંદર કોણ ?”
એકને જુઓ ને બીજીને ભૂલો. આ તો એક કાંકરે બે પક્ષી માર્યા. મહારાજા ચલ્લણાને પણ પરણ્યા ને હવે સુયેષ્ઠા ક્યાં જવાની હતી ? ભાઈઓ, એ તો કહ્યું કે ને વધુ ડાહ્યો વધુ ખરડાય !રાજા ચેટક કહેતો કે મારા હાથે કોઈ પુત્રપુત્રીનાં લગ્ન નહીં કરું. ! હવે હાથે ન કર્યો તો હૈયે વાગ્યાં ને ! એ તો એકનીય ના પાડતો હતો
મગધનાં મહારનો n 83
82 D સંસારસેતુ