________________
જ્ઞાતપુત્રનો ઉપદેશ સાંભળી તેમનો ધર્મ સ્વીકાર્યો હતો. ધન, યૌવન અને આરોગ્ય હોવા છતાં આ દંપતીએ આખું જીવન પર-ઉપકારમાં વિતાવ્યું હતું. બત્રીસ બત્રીસ પુત્રોની જંજાળ વચ્ચે પણ સુલસા જાણે નવરી ને નવરી જ ! કોઈને ભીડ પડી કે મદદે પહોંચી જ છે !
છેલ્લાં વર્ષોમાં તો એણે જૈન શ્રમણો પાસેથી શ્રાવક શ્રાવિકાનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં. વ્રત એનું, મમતા એની, મીઠાશ એની, ખારી દુનિયામાં એ મીઠી વીરડી હતી. સૌંદર્ય અને શીલથી ઓપતી સુલસાને પેટે જન્મ લેવો એ મગધવાસીઓને મન ગર્વનો વિષય હતો. નાગરીિકે રાજ કાજ થી પ્રત્યક્ષ રીતે નિવૃત્તિ લીધા પછી તેના બત્રીસ પુત્રો મહારાજા બિમ્બિસારના અંગરક્ષક તરીકે નિમાયા હતા.
એ બધા મહારાજા સાથે વૈશાલી ગયા હતા. સુલતા પોતાના પુત્રોના કુશળ માટે વ્યગ્ર બની રહી.
દેવી, આપના પુત્રોનું મૃત્યુ થયું.” મૃત્યુ !” સુલસાની આંખોમાં જાણે અશ્રુનો સાગર ઊલટવા લાગ્યો. “કોણ, કોણ , મરાયા ? શી રીતે મરાયા ?” “યુદ્ધમાં મરાયા, મહારાજાનું રક્ષણ કરતાં.”
“યુદ્ધમાં મરાયા ને ?” વૃદ્ધ નાગરથિકે ગળું ખંખેરતાં ખંખેરતાં વ્યગ્ર બનેલી સુલસા તરફ જોતાં કહ્યું : “દેવી, આપણા સ્વામીની સેવા કરતાં કરતાં બેચાર પુત્રોએ હસતે મોંએ બલિદાન આપ્યું, એથી રૂડું શું ? આ પામર જીવનની એનાથી વિશેષ સાર્થકતા શી ? હું તો શાબાશી આપું છું, એ મારી મૃત સંતતિને !”
પણ, પણ મારા દેવ ! લડાઈમાં એકબે નથી હણાયા પણ ....” સંદેશવાહકની જીભ લોચા વાળવા લાગી.
હા, હા. પણ એમાં મારે માટે શોક કરવા જેવું નથી. મારે તો બત્રીસ બત્રીસ પુત્રો છે, પણ દેવનુ ! જે માતાની માતાને જે એકનો એક લાડકવાયો ગયો હોય એના દ્વાર પર પહેલાં જવું ઘટે. મહારાજની મમતા માટે આભારી છું. દેવસૂનું, શાંતિથી કહે કે મારા પુત્રોમાંથી કોણ કોણ વીરગતિ પામ્યું ?”
ઓ મારા પૂજનીય દેવતા, નથી બોલી શકતો.... આપના કોઈ પણ પુત્રે પીઠ ન બતાવી. બત્રીસે બત્રીસ પુત્રો કામ આવ્યા.”
બત્રીસે બત્રીસ પુત્રો ?” કોઈ મોટા વટવૃક્ષ પર જાણે વીજ ળી પડી; નાગરથિક આટલું બોલીને જમીન પર ઢળી પડ્યો. હાય ! હું કેમ જીવીશ ?” તુલસા આટલું બોલીને મૂંગી થઈને ઊભી રહી.
86 | સંસારસેતુ
અંદર ને અંદર બળતું ઝાડ જેમ કોલસો થઈ જાય તોય એવું ને એવું લાગે, એમ બન્યું. સુલસાનો ચહેરો અત્યારે જોઈ શકાય તેવો નહોતો. આંતરયુદ્ધની એક એક નિશાની દેહ પર પથરાઈ ગઈ હતી. અશ્રુનો સાગર ઊલટી પડ્યો હોય ને આંખોના પડદા પાછળ જાણે ખાળી દીધો હોય એવાં એનાં નયનો ભર્યા ભર્યા હતાં. રૂંવાડે રૂંવાડું સ્થિર થઈ ગયું હતું. શ્વાસની ક્રિયા પણ જાણે શાન્ત થતી ચાલી હતી.
શે જિવાશે ? હાય, મારાં બાળ !” જાગ્રત થયેલ નાગરથિક આટલું બોલી ફરીથી બેશુદ્ધ બની ગયો.
જાગ્રત થાઓ, તમને, ધર્મના જ્ઞાતાને આટલો મોહ ન શોભે ! કોનાં છોરું ને કોનાં વાછરું !” વયોવૃદ્ધ નાગરથિકના મસ્તકને પંપાળ્યું, પાણી છાંટ્યું ને દાસીએ ચંદનનો લેપ કર્યો.
નાગરથિકે ધીરે ધીરે નેત્રો ઉઘાડ્યાં. નાગરથિકને સાંત્વન આપતી સુલસા કહેવા લાગી : “મારા કરતાં તમે વધુ નિપુણ છો, છતાં આ પામરતા ! કર્મની ગતિ ભૂલી ગયા ? કોણ તારું છે ને કોણ મારું છે ? તમે યોદ્ધા છો, હું માતા છું. માતાની પીડ તમે ન જાણો ! પણ હું સમજું છું કે આ મોહ છે, મોહ મિથ્યા છે.”
સુલસી અદ્દભુત વીરવ દાખવી રહી, જેવું વીરત્વ જગતના કોઈ યોદ્ધા કે યોગી માટે અસંભવિત હતું એણે પતિને આશ્વાસન આપતાં કહ્યું :
- “મહારાજ બિખ્રિસાર ચેટકપુત્રી ચેલ્લણા સાથે ગાંધર્વવિવાહ કરીને આવી રહ્યા છે, એ વખત આવી રોકકળ ! સ્વામીને અપશુકન નહીં થાય ?”
ચેટકપુત્રી ચેલ્લણા, જ્ઞાતપુત્રની પરમ ઉપાસિકા મગધની મહારાણી બની ? શુભસંદેશ !”
દેવી, એ અર્થે નગરજનોએ ઉત્સવ આદરેલો. ધૂપ, દીપ ને તોરણમાળાઓ તૈયાર કરેલી. પણ પાછળથી આપણા પુત્રનાં મૃત્યુના સમાચાર મળતાં તેમણે બંધ કરાવ્યું છે.”
“બધું બંધ કરાવ્યું છે ?” તુલસા ક્ષણવાર વિચારમાં પડી ગઈ.
હા, દેવી ! અને મહારાજ મહાઅમાત્ય સાથે સીધા અહીં પધારે છે, અને પછી માતંગને ઘેર જશે. ધન્ય છે માતંગને ! ધન્ય છે મેતાર્યને ! ખરે વખતે એમણે આપણી આબરૂ રાખી.” દેવસૂનુએ કહ્યું.
- “જીવન-મરણ કોઈને હાથ નથી. જગત તો જળ-કાષ્ઠને સંબંધ છે. તરતાં તરતાં બે કાષ્ઠ મળ્યાં, ભેગાં રહ્યાં ને વળી જુદાં થયાં. અહીં સંયોગ વિયોગ માટે જ છે. આપણા બત્રીસ પુત્રો કરતાં નગરજનોની રક્ષા ને નગરધણીની કીર્તિ માટે મરી ફીટનાર એ મેતાર્યને તો યાદ કરો !” સુલતાએ કહ્યું.
મગધનાં મહારત્નો T 87