________________
8
હજારમાં એક
ગંગાના હૈયા પરની નૌકાઓની આવજાવ અને દેવદત્તાના નૃત્યઝંકારની હેલીઓમાં, ગંગાના જ પ્રવાહથી થોડે દૂર, આંબાવાડિયાના એક છેડે વસતી મનુકુળની પરભૃતિકા – પેલી વિરૂપાને આપણે ઘણા વખતથી છેક જ વિસારી મૂકી.
વિસરાયેલી વિરૂપાનું આંગણું પણ આટઆટલે વર્ષે વિસરાયેલું જઈ રહ્યું હતું. એના સંસારમાં એ અને માતંગ – એ સિવાય કે નવીન વ્યક્તિ ઉમેરાઈ નહોતી. છતાં ન જાણે આ દંપતીનું રસજીવન નવું જ બનીને વહેતું હતું. ફેર માત્ર એટલો પડ્યો હતો કે, દિવસો જતાં માતંગ શ્રમણો પાસેથી કર્મનો મહિમા શીખી આવ્યો હતો અને નમ્ર બન્યો હતો. એ પોતે જ ઘણી વાર કહેતો :
“અલી વીરૂ, ભાગ્યમાં જ સંતાન ન લખ્યાં હોય તો પછી ક્યાંથી મળે ? એવો સંતાનમોહ શા કામનો ?"
“તો ગાંડા, ગામનાં છોકરાંને શા માટે રમાડે છે. હેત કરે છે, ને તારી વાડીઓમાંથી ફળફૂલ લાવી વહેંચે છે ?”
“એમ કરવામાં મારું મન ખૂબ રાજી થાય છે. અને જો તું નારાજ ન થાય તો કહું. મને તો ધનદત્ત શેઠનો પેલો મેતારજ ખૂબ વહાલો લાગે છે. એની બોલી કેવી મીઠી છે ! જાણે તું જ નાની બાળ થઈને બોલતી ન હોય ! આપણે પહેલી વાર મળ્યાં ને નજરે નજર —"
“હવે ઘરડો થયો. જરા ડાહ્યો થા ! સ્ત્રીમાં બહુ મન ન રાખીએ.” વિરૂપાએ ટોણો માર્યો.
“એમાં શું થયું ? શ્રમણો તો કહે છે કે, પરસ્ત્રી માત સમાન માનવી. પોતાની સ્ત્રી માટે તેઓ કંઈ કહેતા નથી. અને જો પોતાની સ્ત્રીમાં મન ન રાખીએ તો પછી
આ પરણવાની માથાકૂટ શું કામ ? સંસારની બધી સ્ત્રીઓ પુરુષો સામે જોઈને બેર્સ ને પુરુષો સ્ત્રીઓ સામે, કોઈએ કોઈમાં મન પરોવવું જ નહિ, એમ જ ને ?”
“તું તો મોટો પંડિત થઈ ગયો છે. મારે માથાકૂટ નથી કરવી. કાંઈ સારું જોયું, કોઈનું સાંભળ્યું કે તને મારી યાદ આવે છે, પણ તેં શેઠાણીને જોયાં નથી ! મેતારજ બરાબર તેમની આકૃતિ છે. આઠમે વર્ષે પાઠશાળાએ મોકલ્યો ને હવે તો તેણે અઢાર લિપિઓનો+ અભ્યાસ આરંભ્યો છે. જુદાં જુદાં શાસ્ત્રોનો પણ અભ્યાસ ચાલે છે. કોઈ આચાર્ય નાટ્યશાસ્ત્ર, કોઈ શિલ્પશાસ્ત્ર, કોઈ સૈનિકશાસ્ત્ર, તો કોઈ પાકદપર્ણ, કોઈ માતંગવિદ્યા, તો કોઈ સંગીતશાસ્ત્ર શીખવે છે. કુમારની ગ્રહણશક્તિ અદ્ભુત છે. રાજકુમારોની સાથે અશ્વવિદ્યા, હયવશીકરણ અને ધનુર્વિદ્યામાં પણ એ સમકક્ષ છે. વયમાં નાનો પણ મહાઅમાત્ય અભયનો એ પ્રીતિપાત્ર બન્યો છે. આખો દિવસ રાજમહેલમાં ને રાજમહેલમાં. મહારાજ બિમ્નિસાર પણ કુમારને જોઈ ભાન ભૂલી જાય છે. મહારાણી સુનંદા તો એક વાર બોલી ગયેલાં કે હું તો એને મારો જમાઈ બનાવીશ. શેઠ-શેઠાણી તો એની પાછળ ગાંડાં છે." વિરૂપાના આ શબ્દો પાછળ મમતા ગાજતી હતી.
“બહુ ગાંડાં બની છોકરાને બગાડશે, અને પછી મહારાણીને અનુભવ કરવો હશે તો થશે કે જમ અને જમાઈ સરખા હોય છે.”
“બધાય કંઈ તારા જેવા હોતા નથી. બિચારી મારી મા એને તો તું યાદે કરતો નથી. મને થોડા દહાડા એની ખાતરબરદાસ્ત કરવાય જવા દેતો નથી. અને કોઈ વાર જાઉં તો ચાર દહાડામાં તેડું આવ્યું જ છે. મારી માને તો જમાઈ કરતાં હવે જમ ઘેર આવે તો સારું એમ લાગે છે !”
‘જો વીરૂ ! ઝઘડો થઈ જશે. રોહિણેયના દાદાના મૃત્યુ વખતે તેની ઉત્તરક્રિયા કરીને પાછા ફરતાં તારી માને ભેગો થતો આવ્યો હતો. બિચારીએ મને કેવું હેત કર્યું ! મેં નમસ્કાર કર્યા એટલે એણે મારું માથું સૂંધ્યું. ક્યાં માનો સ્વભાવ ! ને ક્યાં દીકરીનો સ્વભાવ હે ભગવાન !” માતંગે વિરૂપાને ચુપ કરવા બરાબર તીર ફેંક્યું. વિરૂપા માતાના વખાણથી મનમાં ને મનમાં રાજી થઈ અને વાતનું વહેણ બદલી નાખતાં બોલી :
“માતંગ, રોહિણેયના કંઈ વાવડ ?"
“રોહિણેય અજબ આદમી છે હો ! એનો દાદો હતો તો જબરો, પણ થોડો
+ ૧ હંસિપિ, ૨. ભૂતલિપિ, ૩. જક્ષીલિપિ, ૪. રાક્ષસીલિપિ, ૫. ઊંકીલિપિ, ૬. યાવનીલિપિ, ૭. તુરુાલિપિ, ૮. કિટી, ૯. દ્રવિડી, ૧૦. સિંધવીય, ૧૧, માલવિની, ૧૨. નટી, ૧૩. નાગરી, ૧૪. લાટ, ૧૫. પારસી, ૧૬. અનિમિત્તી. ૧૭. ચાણક્ય, ૧૮. મૂળદેવીલિપિ. (વિશેષાવશ્યકમાંથી)
હજારમાં એક C 55