________________
એ કર્મી ! એનાથી કોઈનું ભલું ન થયું ને મરતાં મરતાંય જો રોહિણેયે ડહાપણ ન વાપર્યું હોત તો કેટલાયને મારતો જાત !”
“હમણાં રોહિણેય શું કરે છે ?"
સ્વપ્નાનો આદમી છે. કંઈ સમજાતું નથી. લૂંટફાટ તો બંધ છે પણ તૈયારીઓ જબરી લાગે છે. ઉપરનાં પાણી શાન છે. પણ અંદર જબરી મથામણ ચાલતી જણાય છે. કરશે ત્યારે ભારે પરાક્રમ કરશે. મને તો ઘણી વાર મન થાય છે કે મહાઅમાત્ય સાથે એનો મેળાપ કરાવી દઉંનો, પણ પાછું વિચાર કરતાં એમ લાગે છે કે, રાજકારણના એ દરમાં હાથ ઘાલવામાં સાર નથી. આ તો રાજા, વાજાં ને વાંદરાં. રખેને કંઈ થાય તો મેતકુળનો એક દીપક ઓલવાઈ જાય.”
“તું મહાઅમાત્ય વિશે હીણું બોલે છે ?"
એમના માટે મને માન છે. પણ વિરૂપા, રાજસેવા જ એવી છે ! ઘણી વાર માણસને માણસાઈ વીસરી જવી પડે છે.” વાતમાં ને વાતમાં માતંગે પાસે બેઠેલી વિરૂપાને એક ઝીણી ચૂંટી ખણી..
“મોટો માણસાઈવાળો ન જોયો હોય તો ! ઘરડો થયો. હવે આ ચેનચાળા - - આ તોફાન ન શોભે !”
- “વીરુ; આપણાં દિલ તો ઘરડાં નથી થયાં ને ? લોકો કહે છે કે દેવદેવીઓને ઘરડાપો હોતો નથી, સદા યુવાન રહે છે. તેને જોઈને મને પણ એમ લાગે છે કે જાણે વિરૂપાને ઘરડાપો છે જ નહિ, જ્યારે જુઓ ત્યારે પાકી ગલ જેવી !”
અરે, પણ તું કહેતો હતો કે આજે અધખેલન પરીક્ષા થવાની છે. બધા રાજ કુમારો અને એશ્વનિપુણ યુવાન એકઠા થવાના છે.” વિરૂપાએ વાત વાળી લીધી.
- “વિરૂપા, મને એ વાતનું તો વિરમણ થયું. ચાલો, સૂરજ પશ્ચિમાકાશમાં ઢળવા માંડ્યો છે. બધા ક્રીડાક્ષેત્રની આજુ બાજુ ગોઠવાઈ ગયા હશે, સ્થાન મળવું પણ મુશ્કેલ બનશે.”
ધણીધણિયાણી ઉતાવળાં તૈયાર થઈ નગરના મુખ્ય દરવાજા ભણી વળ્યાં. પુરજનોનાં જૂથેજૂથ ક્રીડાક્ષેત્ર ભણી ઊમટી રહ્યાં હતાં. ઘરઘરના જુવાનોની આજે શૌર્ય પરીક્ષા હતી. કેટલાય કોડીલા નવજુવાનો પોતાની પ્રેયસીઓને નિમંત્રણ આપી આવ્યા હતા કે, “આવજે ક્રીડાક્ષેત્ર પર મારી મર્દાનગી જોવી હોય તો ! સો સો રાજકુમારોને ઝાંખા ન પાડું તો કહેજે !"
કેટલીક નવવધૂઓએ મૂછાળા પતિઓની મૂછોના કાતરા ખેંચીને કહ્યું હતું : “પતિદેવ, આજે તમારું પાણી જોવાની છું. રોજ મોટી મોટી ડંફાસ મારો છો, તો આજ ધાડ મારજો ! મારી સખીઓમાં મારે શરમાવું ન પડે તેવું કરજો !”
56 B સંસારસેતુ
આખા નગરમાં ઉત્સવ જેવો આનંદ હતો. વર્ષમાં બેએક વાર આવા મેળાઓ યોજાતા. આખી પ્રજા અભિન્નભાવે એમાં રસ લેતી. લોકોનાં ટોળાંમાંથી સહેજ દૂર દૂર રહીને ચાલતાં ધણીધણિયાણી માતંગ અને વિરૂપા ક્રીડાક્ષેત્ર પર પહોંચ્યાં ત્યારે શરતમાં તરનાર અશ્વારોહીઓ સજ્જ થઈ પંક્તિમાં ઊભા રહી ગયા હતા.
એ રહ્યો મારો લાલ ! મેતારજ ! હજારમાંથી હું તો ઓળખી કાઢ્યું .” વિરૂપાથી એકદમ બોલાઈ ગયું.
“ઘેલી થઈ ગઈ કે શું ? જરા સંભાળીને બોલ ! કોણ તારો લાલ ? રાજગૃહીનો કોઈ શ્રેષ્ઠી સાંભળશે તો તારી જીવતી ખાલ ઉતરાવી નાખશે !''
“અરે ભૂલી, પણ તું જોતો નથી ? પેલો, હો રાજ કુમારોની પંક્તિના છેડે, છેલ્લામાં ત્રીજો ! શ્વેતમયૂર એશ્વ પર આરૂઢ થયેલો !”
જોયો, બરાબર જોયો. રાજ કુમારની કાંતિ એના મોં પર વિલસી રહી છે. પણ હવે એની ચર્ચા છોડી દે ! એને અને આપણને શું ?'
મારી તો પ્રાણપ્રિય સખીનો પુત્ર છે ! તને ખબર છે, મેં જ એનું નામ મેતારજ પાડ્યું છે. મને વહાલ કાં ન આવે ?"
હા, હા, પણ બરાબર લક્ષ આપીને જો ! શરતનો પ્રારંભ થાય છે. શીધ્રગતિની શરતનો સંકેત થયો છે. આ બધા અશ્વો સીધી દિશામાં જેટલી ઝડપથી જવાય તેટલી ઝડપથી દોડશે.”
શાબાશ ! શાબાશ !” પુરજનોનાં મુખેથી ઉચ્ચાર થઈ રહ્યો.
અશ્વારોહીઓ અશ્વની પીઠ સાથે એક થઈ ગયા હતા, ભાથામાંથી છૂટેલા વેગવંત તીરની જેમ બધા નિર્દિષ્ટ સ્થળે જઈ પુનઃ સ્વસ્થાને પહોંચવા તીવ્ર વેગથી પાછા ફર્યા.
બરાબર રસાકસી જામી. પીઠ પર આરૂઢ આશ્વારોહીઓના મનની વાત જાણે અશ્વોએ જાણી લીધી હતી. પોતાની વિશાળ કાયા સંકોચી તેઓ ગરુડ જેવી ઝડપથી દોડતા હતા.
કેટલાક અશ્વો પડ્યા, કેટલાક અશ્વરોહીઓ ગુલાંટ ખાઈ ગયા. એમ ધીરે ધીરે બધા અશ્વોમાંથી કેવળ બે અશ્વો આગળ નીકળી આવ્યા. એક શ્વેત અને બીજો રક્તવર્ણાય. બે વચ્ચે તુમુલ હોડ જામી. સફેદ અને રક્તવર્ષીય બંને અશ્વો તરત જ ઓળખાઈ ગયા.
“એ જ. એ જ.” બધેથી એકસામટો ઉચ્ચાર નીકળ્યો. કોણ ? કોણ ?” નહીં સમજેલાઓએ પ્રશ્ન કર્યો. નથી જોઈ શકતા કે પેલો સફેદ દૂધ જેવો અશ્વ છે તે શ્વેતમયૂર ! રાજ ગૃહીના
હજારમાં એક n 57