________________
દેવદત્તા, તારી વાચાળતા અજબ છે. આડીઅવળી વાતોમાં કેટલી રાત વીતી ગઈ, એ તો જો ! હું આવ્યો ત્યારે આકાશમાં હરણાં ક્ષિતિજ લગભગ હતાં; અને અત્યારે તો જો ! અગત્સ્યનો તારો ઊગીને આથમી ગયો છે. પેલો વ્યાધ પણ અસ્ત પામ્યો, સ્વાતિ અને ચિત્રા કેવાં ચમકી રહ્યાં છે ! મધરાત થઈ ગઈ.”
આકાશ પરથી સમય પારખવામાં કુશળ લાગો છો !” દેવદત્તાએ ગગનમંડળના તારાગ્રહો વિશેનું સાર્થવાહનું નૈપુણ્ય જોઈ કહ્યું.
માણસનાં નેત્રો પરથી મન પારખવામાં જેમ તમે કુશળ છો તેમ આમાં અમે કુશળ છીએ. સહુ સહુનો ધંધો ! સાથે લઈને જતાં અરણ્ય; કંદરા ને વનરાજિઓમાં આકાશ જ અમારો ભોમિયો હોય છે. પણ દેવદત્તા, હવે તારી વાત પૂરી કરે ! મહારાજ ચેટકની સાત પુત્રીઓ બહુ વિદુષી છે, કળાભંડાર છે, હાં - પછી આગળ
ન પરણી શકે. આ લગ્ન અયોગ્ય છે.” મહારાજ બિંબિસાર આથી અત્યંત ક્રોધાન્વિત થયા, પણ રાજા ચેટકને છંછેડવામાં સાર નહોતો. આખરે અભયકુમારે આ કામ હાથમાં લીધું. વણિકનો વેશ સજી વૈશાલી ગયા ને સુયેષ્ઠા પાસે મહારાજ બિંબિસારનાં રૂપ, ગુણ વગેરેનું સુંદર રીતે વર્ણન કરી સુયેષ્ઠાને મોહિત કરી.”
“ધન્ય છે તમારા મહાઅમાત્યને ! બુદ્ધિનો ભંડાર ઠીક પ્રસંગે વાપરતા જણાય છે.”
એ બુદ્ધિના ભંડારનો તાગ લેવો મારા-તારાથી મુશ્કેલ છે, સાર્થવાહ ! આ પ્રકરણમાં તો એમની ઊંડી કુનેહ છે. મહાઅમાત્ય અભય પોતે શ્રમણોપાસક છે. તેઓ સમજે છે કે, આવું એકાદ કન્યારત્ન રાજ્યગૃહીના અંતઃપુરમાં વસે તો ઘણું પરિવર્તન થઈ શકે. સંસ્કારની સુંદર સરિતા વહી નીકળે . સાર્થવાહ, ટૂંકી વાત હવે એટલી છે, કે થોડા દિવસમાં હું વૈશાલી જઈશ. અભયકુમાર પણ ત્યાં આવશે. ચુનંદું સૈન્ય પણ ત્યાં હાજર રહેશે, ને તૈયાર થઈ રહેલ સુરંગ વાટે મહારાજ બિમ્બિયાર સુજ્યેષ્ઠાને ઉપાડી લાવશે.”
સુંદર કાર્યમાં નિયુક્ત થઈ છે, દેવદત્તા ! વારુ, હવે હું વિદાય લઉં. રાત છેક થોડી રહી ગઈ છે. તેં મને સુંદર રાજવાર્તા કહી એ કોઈ પણ કથાવાર્તા જેવી સુંદર છે. તારો આભાર માનું તેટલો ઓછો છે.”
વહેલો ઊગેલો ચંદ્ર હવે ક્ષિતિજ પર હતો. અને આ ચક્રવાક અને ચક્રવાકીની અન્તિમ મિલનરાત્રીઓમાંની એક રાત્રી પૂરી કરતો હતો.
મોડી મોડી એક નૌકા ગંગાના તટ પરથી સડસડાટ વહી ગઈ.
ચલાવ... **
“એ સાત પુત્રીઓમાંથી પાંચ પુત્રીઓ તો સ્વયં ઇચ્છિત પતિને પામી છે. પ્રથમ પુત્રી પ્રભાવતી વીતભયનગરના રાજાને પરણી છે, બીજી પદ્માવતી ચંપાનગરીના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કૌશાંબીના શતાનિકને, ચોથી શિવા ઉજ્જયિનીના પ્રદ્યોતનને અને પાંચમી નિગંઠ જ્ઞાતપુત્રના* વડીલબંધુ અને કુંડગ્રામના અધિપતિ રાજા નંદિવર્ધનને પરણી છે. પાંચે મહાસતીઓ છે. છઠ્ઠી સુજ્યેષ્ઠા ને ચલ્લણા કુમારી છે. શું બંનેની કાંતિ ! એક તાપસી હમણાં સુજ્યેષ્ઠાની છબી લાવેલી.”
તાપસ લોકોએ આ ધંધો ક્યારથી શરૂ કર્યો !”
“યુવાન, વાતનાં મૂળ ઊંડાં છે. આ તો ધર્મકલહનું પરિણામ છે. છબી લાવનાર તાપસી એક વાર રાજા ચેટકના રાજમહાલયમાં ગયેલી. વાતવાતમાં આ બે રાજ કુમારિકાઓ સાથે શૌચમૂલક ધર્મ મોટો કે વિનયમૂળ ધર્મ મોટો. એ વિશે વાદવિવાદ ચાલ્યો. રાજકુમારીઓએ વિનયમૂળ ધર્મ મહાન સિદ્ધ કરી બિચારી તાપસીઓને નિરુત્તર કરી. રાજમહેલનાં બીજાં કેટલાંક જનોએ આથી તેઓની મશ્કરી કરી. પરાભવ પામેલી તાપસીઓ એમનો ધર્મમદ દૂર કરવા, અન્યધર્મી સાથે તેમને પરણાવવા સુજ્યેષ્ઠાની સુંદર છબી ચીતરી અત્રે આવી. મહારાજ બિંબિસાર તો એ છબી જોતાં મુગ્ધ થઈ ગયા.”
- “બાપ એવા બેટા !રાજા પ્રસેનજિત ભીલકન્યા પાછળ મુગ્ધ થયા, ને એમના પુત્ર ચિત્ર કન્યા પાછળ ! અભિમાની ને વિલાસી રાજપદ જ એવું છે.”
સાર્થવાહ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ ન જા ! માનવસ્વભાવ જ એવો છે, એમાં કોણ રાય ને કોણ રંક ! મહારાજ બિંબિસારે સુજ્યેષ્ઠા માટે દૂત મોકલીને માગણી કરી. રાજા ચેટકે કહ્યું : “વાહીકુળમાં ઉત્પન્ન થયેલા હયવંશની કન્યા સાથે. * બૌદ્ધા પ્રભુ મહાવીરને નામે ઓળખાતા
52 3 સંસારસેતુ
રાજ વાર્તા | 53