________________
પણ અપમાન્યા છોરડા, ન રહે દૂર ફરતી. જાતે એક જ પિંછડે, મોર દોહિલે કાંઈ; તેહ નવાણું પીંછડાં, ભરી પૂરી રહી આઈ."+
બાપે દીકરાનું દિલ પારખ્યું. ખૂબ પ્રેમ કરીને એને બોલાવ્યો ને રાજગાદી સોંપી. બધા જોઈ રહ્યા. જેમનાથી ન જોવાયું તે થોડા હાથપગ પછાડી ડાહ્યા થઈ ગયા.”
અને પેલી બાપડી સુનંદાને રઝળતી મેલી ને ? જોયું ને, આનું નામ પરદેશીની પ્રીત ! કરી તોય શું ને ન કરી તોય શું !” સાર્થવાહે વચ્ચે પ્રસંગ જોઈ દ્વિઅર્થી વાક્ય કહ્યું, અને ધીરે ધીરે નજીક સરી આવતી દેવદત્તાથી એ દૂર ખસી ગયો.
ચતુર દેવદત્તા બૅગ સમજી ગઈ, એણે કહ્યું : “પ્રીત કરી એટલે તો નિભાવવામાં જ શોભા ! સુનંદા સતી સાધ્વી સ્ત્રી હતી. રસિયો પ્રીતમ ગોપાલ પણ કેવલ રસંભોગી ભ્રમર ન હતો. મધુ ચૂસીને અલોપ થનાર નગુરો નર ન હતો. બિમ્બિસાર ગાદીએ બેસવા પાછો ફર્યો ત્યારે સુનંદા ગર્ભવતી હતી. એણે પાછળ એક સુંદર સંતાનને જન્મ આપ્યો. દિવસો ગયા ને સુનંદાને ભર્યુંભાર્યું પિતૃગૃહ પણ ભારે ભારે લાગવા માંડ્યું. એ પુત્રને લઈ આ તરફ આવી.”
વાહ રે પ્રીત ! દીકરો નબાપો બન્યો ને માને આખરે ભિખારણ બનવું પડ્યું.” સાર્થવાહ વચ્ચે બોલ્યો.
“કોણ ભિખારણ ? સાર્થવાહ ! દેવદત્તાના આવાસમાં છો એટલે નિશ્ચિત રહેજો. બાકી મગધમાં, રાજગૃહીમાં, અરે કોઈ વન-જંગલમાં પણ આ શબ્દો ઉચ્ચારશો મા ! એ માતા અને પુત્ર એટલે કોણ ? જાણો છો ? માતા એટલે મહારાજા બિમ્બિસારના અંતઃપુરની સતીરાણી સુનંદા અને પુત્ર એટલે ?” વાત કરતાં કરતાં જાણે દેવદત્તા નમ્ર થઈ ગઈ. એનાં ચંચળ નયનો શાન્ત થઈ ગયાં. એ નામમાં જ કોઈ જાદુ હોય તેમ એ થોડી વાર શાંત રહી ને પછી બોલી :
- “એ પુત્ર એટલે ! રોજ પ્રભાતકાળે જેનું પુણ્યનામ સ્મરવા યોગ્ય છે, એ પુરુષ ! સુંદરતાનો અવતાર ! શૌર્યની છબી ! ડહાપણનો ભંડાર ! કામવિજેતા શિવનું બીજું સ્વરૂપ ન્યાય, નીતિ ને સત્યનો જાણે સાક્ષાત્ અવતાર !”
“કોઈ રસિયો વાલમ લાગે છે. એનું નામ કહે ને !રે સુંદરી ! તારા શબ્દોના અલંકારો ઓછા કર ! એ મને, શ્રવણપટને નિરર્થક થાક ચડાવે છે.”
એમનું નામ અભયકુમાર ! મગધના એકમાત્ર સર્વસત્તાધીશ મહાત્મય ! મહારાજ બિખ્રિસારના મુખ્ય મંત્રી ! પિતાના સમગ્ર રાજની, તેને આધીન બીજાં
રાષ્ટ્રોના ખજાનાની, અન્નભંડારની, સેનાની, વાહનોની, પ્રત્યેક નગર તથા ગ્રામની એ વ્યવસ્થા કરે છે .x બલ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ ને વિવેકની એ મૂર્તિ છે. અભયકુમાર એટલે બધું જ . એ શું છે ને શું નથી, એની જ કોઈ ચર્ચા કરી શકે તેમ નથી. અંતઃપુરની પણ એ જ સંભાળ રાખે છે.”
“વાહ રે વીર-ધીર ! એની વીરતાને છાજે એવું અંત:પુરની સાચવણીનું સુંદર કામ સંભાળ્યું !” સાર્થવાહના આ શબ્દોમાં ઈર્ષા હતી.
“ચૂપ રહે સાર્થવાહ ! મગધમાં રહીને મહાઅમાત્ય અભયકુમાર માટે એક શબ્દ પણ બોલીશ મા ! એ શક્તિના સર્વસ્વરૂપની બુદ્ધિ પાસે કંઈ અશક્ય નથી. તું જાણતો નહિ હોય કે એક વાર પોતાની વિમાતા ધારિણીનો દોહદ પૂરવા એણે વસંતમાં વૈભારપર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો ! અસ્તુ. આપણી વાર્તા આગળ ચલાવીએ. રાજ રાજેશ્વર બિમ્બિયારે સિંહાસન સ્વીકારી મગધની સત્તાને ખૂબ જ વધારી દીધી. એણે યુદ્ધો ઓછાં ખેલ્યાં પણ વિશાળ પ્રદેશ પર કબજો કર્યો. દિવસો વીતતા ચાલ્યા એમ મગધ સમૃદ્ધ થતો ચાલ્યો.
અને આજે રાજગૃહીં એટલે આર્યાવર્તના મહાન સામ્રાજ્ય મગધની રાજધાની. મગધની ભૂમિ, મગધનો નાથ અને મગધની પ્રજા તો કોઈ બડભાગી પ્રજા છે.” દેવદત્તાના શબ્દોમાં માતૃભૂમિનું અભિમાન ગાજતું હતું. ગણિકાના દિલમાંય ધરતીમાતાની મમતા જાણે ઉત્સાહ પૂરતી હતી.
- “ભારતવર્ષની ત્રણ ત્રણ પ્રચંડ ધર્મ-સંસ્કૃતિઓનાં અમીજળ આજ એને આંગણે વધે જાય છે. વૈદિક, બૌદ્ધ ને જૈન : એમ ત્રણ ત્રણ સંસ્કૃતિમાર્ગોનો ત્રિભેટો મગધમાં રચાયો છે. ત્રણ ત્રણ ધર્મતત્ત્વોના પ્રચંડ નાદ આ જ પુણ્યશાળી પ્રદેશમાં ત્રિવેણીસંગમ પામી રહ્યા છે.
પ્રથમ વૈદિક સંસ્કૃતિનો પ્રકાશ વર્ષો સુધી આ પ્રદેશ પર પથરાઈ રહ્યો હતો. બ્રાહ્મણ, ક્ષયાગ ને વેદશાસ્ત્રની પૂજા સર્વત્ર ચાલતી હતી. કાળ વીત્યો અને એ પૂજાનો અતિરેક થયો. નિર્દોષ યજ્ઞયાગને બદલે અશ્વમેધ, ગોમેધ અને નરમધ જેવા હિંસક યજ્ઞોએ પોતાનું સ્થાન જમાવ્યું. સોમરસના બદલે ઉત્તેજ કે પીણાંઓએ ઘર ઘાલ્યું. સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ મનાયેલ બ્રાહ્મણે પોતાનું હણાતું બ્રાહ્મણપદ અખંડ રાખવા જાતીયવ્યવસ્થાનાં ચોકઠાં જડબેસલાખ કર્યો. શૂદ્રોનું સ્થાન હીણું થયું. સ્ત્રીઓનું સ્થાન પણ એવું જ બન્યું. અમ જેવાનો તો કોઈ ઉદ્ધારક જ નહોતો.”
દેવદત્તા થોડી વાર થોભી અને પુનઃ બોલવા લાગી : આ ભારે બનતી જતી સંસ્કૃતિ ઉપર બૌદ્ધ સંસ્કૃતિ પોતાની પાંખો ફફડાવતી
+ પ્રાચીન રાસ સંગ્રહ
* નાયાધમ કહી
48 [ સંસારસેતુ
રાજ વાર્તા D 49.