________________
પરિચયનું પાંડિત્ય દર્શાવતી બોલતી હતી.
“આટઆટલી રાણીઓમાંથી રાજા રાજસંચાલન માટે ક્યારે નવરો પડતો હશે ? દેવદત્તા, સ્ત્રીઓની આટલી બધી મોહિની !”
“જુવાન સાર્થપતિ, હજી તમને કોઈ સાચી સ્ત્રી ભેટી નથી. સ્ત્રીથી પુરુષ, પુરુષથી સ્ત્રી; જો સદા વધતું યૌવન હોય તો પરસ્પરની મોહિની સદા વધતી જ રહે છે.” “દેવદત્તા, રાજકથા આગળ ચલાવ !” વિષયાંતર થતું જોઈ સાર્થવાહે વચ્ચે જ વાતને કાપી નાખી.
“સાર્થવાહ, આટઆટલી રાણીઓ પણ વીર, ધીર ને વિચક્ષણ રાજા પ્રસેનજિતને સંતોષ આપી ન શકી. વૃદ્ધાવસ્થાને કિનારે બેઠેલા એ વૃદ્ધ રાજવીને મૃગયાની મોજ માણતાં માણતાં એક ઉન્મત્ત યૌવના ભીલસુંદરી દૃષ્ટિપથમાં આવી, અને આવતાંની સાથે રાજા એના રૂપનો શિકાર થઈ ગયો. એક રાત એ ભીલસુંદરીના ઝૂંપડામાં રહ્યો ને પ્રેમની ઝંખના સાથે લેતો આવ્યો. ભર્યુંભાદર્યું અંતઃપુર અને સો સો પુત્રો છતાંય એનું દિલ ઉદાસીન બની ગયું.
“આ વાત બહાર આવી. પટરાણી ધારિણીના પુત્ર બિંબિસારને આ વાતની જાણ થઈ. પિતૃસેવા એ તો પુત્રનો પરમ ધર્મ લેખાય ! આ ધર્મનો જાણકાર યુવરાજ
બિંબિસાર ભીલપતિની પલ્લીમાં ગયો."
“બિંબિસાર કોણ ?” તદ્દન અજાણ્યો હોય તેમ સાર્થવાહે પ્રશ્ન કર્યો. “રાજગૃહીના વસાવનાર, આજના રાજરાજેશ્વર મગધપતિ બિમ્બિસારને તમે નથી ઓળખતા ! યુવાન ! તમે તો એને નહીં જોયા હોય ! જોવા જેવા છે, હોં ! કામદેવનો જીવંત અવતાર ! છાતી સિંહની, બાહુ વજ્રના, મસ્તક ઐરાવત હસ્તીના ગંડસ્થળ જેવું ! પણ એ વાત પછી. રાજા પ્રસેનજિતના સુખ માટે ભીલપતિ પાસે જઈ તેમણે તિલકાની માગણી કરી. ભીલપતિ ચતુર હતો. એય પલ્લીનો બેતાજ બાદશાહ હતો. એણે કહ્યું : ‘રાજગાદી તિલકાના પુત્રને મળે, એવું વચન આપો. મારી પુત્રીનું સંતાન તો અધિકાર માટે જ સર્જાયેલું છે, પલ્લીમાં કે પાટનગરમાં.' જેવી પિતાજીની ઇચ્છા હશે તેમ કરીશ.' આટલું કહી કુમાર બિમ્બિસાર પાછો ફર્યો. રાજાને તો તિલકાની સૌંદર્યભરી દેહયષ્ટિ મદનના તાપથી સળગાવી રહી હતી. એણે ભીલપતિને વચન આપ્યું ને તિલકાનું પાણિગ્રહણ કર્યું.
“વર્ષો વીત્યાં, યુવરાજ બિમ્નિસાર યોગ્ય વયનો થયો. તિલકાને પણ પુત્ર જન્મ્યો. રાજા વૃદ્ધાવસ્થાને આરે હતો. સિંહાસનના ઝગડા જાગ્યા, પણ તિલકાએ પોતાના જાજ્વલ્યમાન સૌંદર્યના આતાપથી વૃદ્ધ રાજાને પોતાના વશમાં કર્યો હતો. એક નજીવા બહાના હેઠળ બિમ્બિસારનું દિલ દુભવ્યું. સ્વમાનશીલ બિમ્બિસાર રિસાઈને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. પણ સિંહ અને સત્પુરુષો જ્યાં જાય ત્યાં 460 સંસારસેતુ
પોતાનું પરાક્રમ દાખવી બધું પોતાને વશવર્તી બનાવે છે, એ રીતે ગોપાળકુમારના નામથી દેશ દેશ ભટકતો આ યુવરાજ બેનાતટનગરનો અતિથિ બન્યો. ભાગ્ય ઊજળાં હતાં, એટલે ત્યાંના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીરાજ ઇંદ્રદત્તની આંખે ચડ્યો. એમના મોટા વ્યાપારનો ધણીધોરી બની બેઠો. નસીબ એટલેથી ન અટક્યું. સ્વરૂપમાં રતિ સમાન, શ્રેષ્ઠીપુત્રી સુનંદાના હૈયાનો હાર પણ બન્યો. અને સુખથી ભોગવિલાસ ભોગવતાં કેટલોય કાળ નિર્ગમન કર્યો.” દેવદત્તા પોતાના ધંધાના ખાસ શબ્દો ને અલંકારોનો વર્ણનમાં છૂટથી ઉપયોગ કરવા લાગી હતી.
“વાહ રે વીરપુરુષો ! જ્યાં જાય ત્યાં સ્ત્રી વગર તો એમને ચેન જ પડે નહિ ? સ્ત્રી જ જાણે એમના જીવનનું મુખ્ય અંગ !” યુવાન સાર્થવાહે ભંગ કર્યો. “શાસ્ત્રમાં સ્ત્રીને અર્ધાંગ કહેલ છે. યુવાન સાર્થપતિ, એ અર્ધાંગ પાછળ તો તમે પણ કોક દહાડો ગાંડા થશો.” દેવદત્તાએ વ્યંગનો સુંદર જવાબ વાળ્યો, અને સાર્થવાહના પડખામાં ભરાવા જરા પાસે સરી.
“રાત પૂરી થઈ જશે ને વાત અધૂરી રહી જશે. બિંબિસારને ગાદી કેમ મળી તે તો કહે !” સાર્થવાહને વાર્તાની અજબ જિજ્ઞાસા હતી. એને વ્યાક્ષેપ જરા પણ રુચતો નહોતો.
“ભાગ્યવાનના નસીબમાંથી ગમે તેમ કરો તોય લક્ષ્મી ખસતી નથી.” દેવદત્તાના અવાજમાં સાર્થવાહ તરફ ઇશારો હતો. એણે નયન નૃત્ય કરતાં વાત આગળ ચલાવી : “એક દહાડો વૃદ્ધ પિતા નવ્વાણુ પુત્રોથી પણ અસંતુષ્ટ બન્યો. એને વિદેશ ગયેલ પુત્ર યાદ આવ્યો, પણ રાજદૂતો એની કશી ભાળ ન લાવી શક્યા. આ ચિંતામાં ને ચિંતામાં પિતા બિછાને પડ્યો. મૃત્યુની ઘડીઓ ગણાવા લાગી. અચાનક કોઈએ સમાચાર આપ્યા. સમાચાર આપનારે યુવરાજ જેવો કોઈ યુવાન નર દૂર દરિયાકાંઠે નીરખ્યો હતો. પિતાથી તો જવાય એમ નહોતું : એટલે યુક્તિ કરી. સંકેતથી ભરેલો એક પત્ર લખ્યો ને તેમાં જણાવ્યું :
“કુકર કહેતાં કોર્પ વિડયો ઘરજમાઈ થાય : હયે હઈયાળી કો કહે, કવણ ભલો બિહુ માંય. મોર ભણે અમ્હે પિંછડાં, મેં મેલિયાં વનેહિ; અજિય અગાસાઉ રેહ વિણ, તે સિરિ રાય વહેઈ.’
અને કુમારને પત્ર મળ્યો, એનાથી ન રહેવાયું. એણે પણ ઉત્તર વાળ્યો : “જિણે અવસરે જોઈએ, સ્વામી તણો પસાઉ; તિણે નીચે ઉતારણો, કિમ સેવીજે રાઉ. ઘરજમાઈ ઘર સુગ્રહ, તે કુણ હુંશ ધરતી,
રાજવાર્તા D 47