________________
દેવદત્તા સંસારવ્યવહારનાં સૂત્રોની પંડિતા હતી. કામશાસ્ત્રની વેત્તા હતી. માનવસ્વભાવથી સુપરિચિત હતી. એ જાણતી હતી કે મનોવાંછિતની પ્રાપ્તિ કરતાં એની પ્રતીક્ષા અત્યંત સુરમ્ય, મીઠા દર્દથી ભરપૂર અને સંપૂર્ણ સ્વપ્નોથી સેલી હોય છે. માનવીને એ વશવર્તી રાખે છે.
પ્રાપ્તિ પછીની ક્ષણો તો કંટાળાભરેલી, આશાભંગની અને સ્વપ્નનાં ખંડેરોની હોય છે. પ્રતીક્ષાના કલ્પનાજીવી રાજ્યમાં માનવી પાસે ને પાસે આળોટવા ઇચ્છે છે. પ્રાપ્તિ પછીનો માનવી ઠંડો, હતાશ ને નીરસ બને છે, એ દૂર દૂર જવા મથે છે. દેવદત્તા પોતાના ભોગી ભ્રમરો પર માનસશાસ્ત્રનો આ નિયમ અજમાવતી, અને એ જ કારણે એના ભ્રમરો ખૂબ હતા ને એનાં વખાણ ખૂબ થતાં. પણ સાર્થવાહ સાથેના પ્રસંગમાં દેવદત્તાની યુક્તિ દેવદત્તા ઉપર જ અજમાવાઈ.
દિવસોના દિવસોથી સાર્થવાહ આવતો હતો, પણ જાણે અનંગના રંગમાં તે સાવ અબૂધ ! વાતો સુંદર સુંદર કરે, પણ જાણે સ્વસ્થતાનો અવતાર ! વિવલતા, ઉન્માદ કે કંપ સહેજ સરખાં પણ જોવા ન મળે !
ન
પ્રતીક્ષાના આ દિવસો વીતતા ચાલ્યા ને જાણ્યે-અજાણ્યે દેવદત્તા અદૃશ્ય સ્નેહપાશથી બંધાતી ચાલી. દેવદત્તા સામાન્ય કુંભદાસી કે વેશ્યા ન હતી. મગધની જાણીતી ગણિકા હતી. અને એ કાળના જીવનમાં ગણિકાનું રાજકીય, સામાજિક ને ધાર્મિક મહત્ત્વ મોટું હતું.
ગણિકા સમાજજીવનની શિક્ષિકા હતી અને એની શાળામાં અનેક કન્યાઓ ને રાજકુમારિકાઓ નવજીવનના પાઠ લેવા, નૃત્ય ને સંગીત શીખવા આવતી. રાજાઓના અંતઃપુરમાં એનો પ્રવેશ નિષિદ્ધ ન હતો. દેશ, ગામ ને કુળમાં ઘટતા ઘટનાપ્રવાહો એનાથી સદા ગમ્ય રહેતા.
આવી પંડિતા દેવદત્તા પણ સાર્થવાહનાં નયનોના ઇશારે નૃત્ય કરવા લાગતી. એનો સહેજ પણ સ્પર્શ એને સ્વર્ગભુવનનાં સુખોની યાદ આપતો. આવું સ્ફટિક શું પારદર્શી પૌરુષ એણે જોયું નહોતું. એના યૌવન પર નિષ્કલંક કૌમાર્યની આભા હતી. એની આંખોમાં સ્ત્રીને વશ કરે એવું તેજ હતું, પણ સ્ત્રીથી ઝંખવાય એવી પ્રભા નહોતી.
ઊજળી દૂધ જેવી અનેક રાતોમાંની એક રાતે; એ જલકુંડના જ કાંઠે, ચક્રવાક ને ચક્રવાકીના યુગલ જેવાં આ બન્ને બેઠાં હતાં. ચાંદીનાં અને સુવર્ણનાં પાત્રો, વિધવિધ જાતનાં અશન, પાન, ખાદિમ ને સ્વાદિમથી ભરેલાં હતાં. સાર્થવાહને મધુમેરેય(દારૂ)ની અત્યંત ઘણા હતી, અને એ વાતની દેવદત્તાને જાણ થયા પછી એણે કેવલ રાજઅતિથિ સિવાય મધુમેરેય પીરસવાની બંધી કરી હતી. અને
44 D સંસારસેતુ
પાલંગામારના* સુંદર વારકોx તૈયાર કરાવવામાં આવ્યા હતા. ચાંદીના પાત્રમાં ભરેલ પાલંગામાધુર પીરસતાં દેવદત્તા બોલી :
“ભલા સાર્થવાહ, તમારો વ્યાપાર પરિપૂર્ણ થયો કે નહિ ? કેટલું દ્રવ્ય લાભમાં મેળવ્યું ?"
“દેવદત્તા, દ્રવ્યલાભ તો ઘણો થયો છે, પણ જે આવી રીતે દ્રવ્ય વેડફે એની પાસે બચે શું ? પણ વારુ, દેવદત્તા, હવે મારા કાર્યથી નિવૃત્ત થયો છું. આ દેશ છોડી દૂર દૂર મારા દેશમાં ચાલ્યો જઈશ. ભલા, એ વખતે બધા પૂછશે કે, રાજગૃહી કેવી ને ત્યાં કોણ રાજ કરે છે, તો હું શું કહીશ ? રાજકથાઓ તો અત્યંત રસપૂર્ણ હોય છે કાં ?”
“અવશ્ય ! એમાંય અંતઃપુરની વાતો તો વિશેષ !”
“હું એવી વાતો સાંભળવાનો અધિકારી બની શકું કે ?”
“અવશ્ય, વહાલા સાર્થવાહ, રાજગૃહની, રાજગૃહના રાજવીઓની અને એની અંતઃપુરની બધી ઘટનાઓ મને હસ્તામલકવત્ પ્રત્યક્ષ છે. તમે એ સાંભળવાને અધિકારી છો. સાંભળીને સુખ પામશો. હું તમારા પર પ્રસન્ન છું. હું તમને ગુપ્ત ને પ્રગટ બધી ઘટનાઓ કહીશ. તમારા દેશમાં તેમાંનો પ્રગટ ભાગ અવશ્ય કહી સંભળાવો !”
“સાર્થવાહ, હવે શાંતિથી સાંભળો ! આ અલબેલી નગરીના વસાવનાર રાજા બિંબિસારના પિતાનું નામ પ્રસેનજિત. એ કાશીના રાજા શિશુનાગની પાંચમી પેઢીનું સંતાન. શિશુનાગનો વંશ ખૂબ જ બળવાન. સહુએ પોતપોતાનાં નગર વસાવ્યાં ને આબાદ કર્યાં. પ્રસેનજિતે ગિરિત્રજ વસાવેલું. ગિરિત્રજની તેજસ્વી કળા આજે આથમતી છે. રાજગૃહી પાટનગર બનતાં એની સામે કોઈ જોતું નથી. પણ એ કાળે એ અલબેલી નગરી હતી અને એવો અલબેલો પ્રસેનજિત રાજા હતો.
“દેશદેશથી એણે સુંદરીઓ પરણી લાવી પોતાના અંતઃપુરમાં વસાવી હતી. એના વિશાળ અંતઃપુરમાં ઊડતાં પતંગિયાં જેવી ચંચળ સિંહલની સુંદરીઓ હતી, કાળાંભમ્મર ઝુલ્ફાંવાળી પારસની પત્નીઓ હતી. ભૂરી આંખોવાળી મિલ સુંદરી અને ચંદન જેવા શીતળ સ્પર્શવાળી મલયની માનુનીઓ પણ હતી. નાની નાજુક અવયવોવાળી, ચિત્રલેખા શી કેકેય દેશની કામિની અને હાસ્યના ફુવારા ઉડાડતી, રક્તોષ્ટવાળી સૌરાષ્ટ્ર સુંદરી પણ વસાવી હતી. કુરુ, કુશાવર્તને કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશની રૂપસુંદરીઓથી અંતઃપુર ભરી નાખ્યું હતું.” દેવદત્તા દેશદેશના * શલ્લક ઝાડના ગુંદરમાંથી બનાવેલું પીણું.
× ગાડવા
* હાથમાં રહેલા આમળાના ફળ જેટલી સ્પષ્ટ.
રાજવાર્તા D 45