________________
પાનીને માત્ર સ્પર્શ કરવા માટે પણ હજાર હજાર સુવર્ણમુદ્રાઓ કુરબાન કરનારા પડયા છે !'
નાવિક, ચાલ, તારી નૌકાને તૈયાર કર ! દેવદત્તાને ત્યાં જ આજની રાત ગાળીશું.”
ભલે, ભલે !”
થોડી વારમાં ગંગાના પ્રવાહમાં નૌકા સડસડાટ આગળ વધતી ચાલી. રાજગૃહીના ભવ્ય પ્રાસાદોના આકાશદીપકો હવે દેખાતા હતા. નૌકાનો પ્રવાસી એ દીપકો તરફ ધારીધારીને મીટ માંડી રહ્યો હતો.
ઊગતી તરુણાવસ્થાની સુંદરતા એના દેહ પર વિલસી રહી હતી. ભરાવદાર ગૂંછળાવાળા વાળ ઉપર એણે કીમતી ઉષ્ણીષ (પાઘડી) પહેરી હતી. કાને કુંડળ હતાં ને હાથે બાજુબંધ પહેર્યા હતા. ગળામાં એક મોટો રત્નહાર લટકી રહ્યો હતો. બે હાથ પર બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકાઓ શોભતી હતી.
મૂછનો દોરો હજી ફૂટતો હતો, ને વસંતઋતુનાં કેસૂડાંની સુરખી એના તનબદન પર વિલસી રહી હતી. શી એની કાન્તિ ! કેટલા લાંબા બાહુ ! કેટલું કસાયેલું બદન ! રાત હતી, એટલે એની આંખોના ચમકારા અણદીઠ રહેતા હતા, નહિ તો એની ઉઘાડ- મીંચ પણ અજ ભૂ તેજ વેરતી હતી.
પલ્લી તો જુદા જુદા વનવિહારો ને વનનૃત્યોમાં મશગૂલ હતી.
સૂરજ મહારાજે પોતાની તમામ કળા સંકેલી લઈ, વૈભારગિરિની શિખરમાળોને કસુંબલ રંગે રંગી લીધી કે રોહિણેય પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો. એ એકલો હતો. ક્ષણવારમાં તો એ પલ્લી વટાવી ઊંડી ખીણોમાં સરી ગયો. ગંગાના કિનારેથી પલ્લી સુધીનો કોઈ ચોખ્ખો કે નિયત માર્ગ નહોતો. ત્યાં એકાદ પગદંડી કે માણસના અવરજવર જેવાં ચિહ્ન પણ કદી શોધ્યાં ન મળતાં.
આખું જંગલ, એની કંદરાઓ, એની ખીણો, એનાં નાનાં નાનાં ઝરણાં, વાઘવરુની બોડો, એ બધાં વચ્ચેથી એમનો છૂપો માર્ગ વહ્યો જતો હતો. માથોડું માથોડું ઊંચા ઘાસમાં થઈને એમનો માર્ગ ચાલ્યો જતો. આવા માર્ગોએ રોહિણેય ઝડપથી આગળ વધતો હતો. ઘડીકમાં કોઈ ખાડો કૂદતાં નાનો બની જતો, તો કેટલીક વાર એક ઝાડ પરથી બીજે ઝાડ જતાં તાડ જેવો પડછંડ લાગતો એ ચાલતો હતો, દોડતો, કૂદતો હતો કે છલંગો ભરતો હતો, એનો નિર્ણય થઈ શકતો નહિ.
આખરે ગંગાને તીરે આવીને એ થોભ્યો. એણે મોંએથી ઝીણી સિસોટી વગાડી, અને પાછળથી જંગલી જાનવર જેવો અવાજ કાઢઢ્યો. પડતી રાતની શાન્તિમાં આ અવાજ દૂર દૂર સુધી સંભળાયો.
એકાએક કોઈ જંગલી જેવો માણસ પાસેની વનરાજિમાંથી હાથમાં નાનું પોટકું લઈને બહાર નીકળી આવ્યો. રોહિણયે પોટકું છોડીને એમાંથી જોઈતો પોશાક વગેરે લઈ લીધું.
બેએક ક્ષણ વીતી અને ગંગાના એક ઘાટ પર કોઈ દેશદેશની યાત્રા કરવા આવેલો રંગીલો સાર્થવાહ નૌકાવાળાને રાજ ગૃહીની સુંદર ગણિ કાના ધામ માટે પૂછી રહ્યો હતો. એના હાથમાં સુવર્ણમુદ્રાઓ ખખડી રહી હતી. નાવડીઓના નાના દીપકોના ઝાંખા પ્રકાશમાં ચમકતી સુવર્ણમુદ્રાઓ ગરીબ નાવિકો પર અજબ કામણ કરી રહી હતી.
“રસિકજનો માટે તો પ્રિયદર્શના ખરેખર, સ્વર્ગની સુંદરી જેવી છે.” એક નાવિકે કહ્યું.
અરે, મારા શેઠ ! એવી હજાર પ્રિયદર્શનાઓ જેના રૂપ પાસે ઝાંખી પડે, એવી દેવદત્તાને આપ જુઓ તો સ્વર્ગની અપ્સરાનેય ભૂલી જાઓ !” બીજા નાવિકે વચ્ચે ઉમેર્યું. નાવિકોને સુવર્ણમુદ્રાઓ વધુ ને વધુ વાચાળ બનાવી રહી હતી. એટલેથી પણ એ ન થોભ્યો; એણે આગળ વધાર્યું :
મારા મહેમાન, હજી ફક્ત ચારેક દિવસ પહેલાંની જ વાત છે કે દેવદત્તા મારી જ નૌકામાં બેસીને ઠેઠ વૈશાલીના રાજદરબારમાં જઈ આવી ! અનેક રાજકુમારો, રાજદૂતો, શ્રેષ્ઠીપુત્રો મારી હોડીમાં જ બેસીને ત્યાં ગયા છે. અરે, એના પગની
34 D સંસારસેતુ
રોહિણેય 1 35