________________ ગુરુદેવ, સંસાર તેરવાના સેતુરૂપ મેતારજ મુનિવરના જીવનપ્રસંગને આવી મિષ્ટ રીતે કોણ ગાય છે ?" શિષ્ય પ્રશ્ન કર્યો. અનુભવી ગુરુએ કહ્યું : એ મંત્રસિદ્ધોનો રાજા માતંગ છે. ઘરબાર તજીને એ ફર્યા કરે છે. પોતાના પ્રિય પુત્રના ગુણગાન દસે દિશાએ ગજવતો ફરે છે.” એનું કલ્યાણ થશે ?" “જેના દિલમાં સદિચ્છાઓ સ્ફરતી હશે. ને સત્કાર્યની ઝંખના જેને સદોદિત સાવધ રાખતી હશે, એનું કદી અકલ્યાણ નહિ થાય.” સંપૂર્ણ વીર રોહિણેય પર રચેલી નાટિકા *પતિતપાવન' 226 D સંસારસેતુ