________________
“સંસારસેતુ જ્ઞાતપુત્રના પરમ શ્રાવક પણ ?"
કર્મને કોઈ મિથ્યા કરી શકતું નથી. ભવોભવનો પુરુષાર્થ એ માટે જોઈએ. મગધરાજે આત્મહત્યા કરી છે.”
“ગુરુજી, એ વિચિત્ર વૃત્તાન્ત મને કહો.”
ગઈકાલના આ વર્તમાન મગધરાજે સ્વમાનભંગના ભયથી આત્મહત્યા કરી લીધી.”
સ્વમાનભંગ ?"
હા, અતિ વૃદ્ધ થવા છતાં રાજ ગાદી ન તજવાથી યુવરાજ કુણિકે તેમને બંદીખાને નાખ્યા, અને રાજલોભમાં આટલેથી ન ધરાતા એ એકલવાયા વયોવૃદ્ધ રાજવીને રોજ સો સો ફટકા મારવા માંડ્યા. રાજ્યેશ્વરી સો નરકેશ્વરી તે આનું નામ ! સિંહાસન-લોભે પિતાપુત્રનો સંબંધ ભુલાવી દીધો. મગધરાજને સારાસારનું ભાન થયું. એ વેળા એ એમને એક જ સ્ત્રીને સહારો આપ્યો. અને તે રાણી ચેલ્લણાએ. કુણિક અન્ય કોઈને મળવા ન દેતો, પણ પરમ તપસ્વિની માતાને ના ન પાડી શક્યો. રાણી ચેલ્લણા સો વાર ગાળેલી સુરાથી કેશપાશ ભીંજવી, એનો અંબોડો વાળી, તેમાં કુલમાષનો પિંડ છુપાવીને લઈ જતાં. કેશમાંથી નિચોવીને સુરા પોતાં, કુલમાષનો પિંડ ખવરાવતાં.”
રાજાએ શું આ વેળા આત્મહત્યા કરી ?"
ના, ના, પ્રાણીનો આશાતંતુ દુર્નિવાર છે, પુત્રને શાણપણ આવશે એવી આશા પર નરકેસરી મગધરાજ મૃત્યુથીય ભયંકર જીવન વિતાવતા રહ્યા. એક દહાડો કુણિકને પતિવ્રતા રાણી ચેલ્લણાના સમજાવ્યાથી શાણપણ આવ્યું. એ પિતાને મુક્ત કરવા માટે દોડ્યો. પિતાની જંજીરો તોડવા હાથમાં કુહાડો લીધો, પણ મનની વાત કોણ જાણે છે ! મગધરાજ સમજ્યા કે પુત્ર ઘાત કરવા ધસ્યો આવે છે ! એના હાથે મરવા કરતાં શા માટે જાતે મૃત્યુ ન નોતરવું ! તેમણે હાથ પર રહેલ તાળપુટ વિષથી રસેલી મુદ્રિા મોંમાં મૂકી દીધી.”
“મહારાજ, પાપી કુણિકનું શું થશે ?”
એનું કલ્યાણ થશે. આ કાર્યનો પશ્ચાત્તાપ એના સમગ્ર જીવનને ઘેરી વળશે. એની યાદ એની નિદ્રા હણી લેશે. ખાનપાનમાંથી રુચિ હઠાવી લેશે. ભયંકર પીડાઓ ભોગવશે, ને એમાંથી એનો જીવનોત્કર્ષ રચાશે.”
અને મગધરાજના આત્માનું શું થશે ?'
“મગધરાજનો આત્મા પતનની ગર્તામાં નહિ ગબડે. એ કાળાંતરે તીર્થંકરપદ પામશે ને જીવનસાફલ્ય કરશે.”
ગુરુદેવ ! આવાં આવાં વિચિત્ર જીવનો જોઈ શંકા થાય છે કે માણસે શું ન કરવું. એક મહાચોર સ્વર્ગ પામે, અને એક મહારાજવી નરક પામે !''
શિષ્ય ! કર્તવ્યાકર્તવ્યના આ વિચિત્ર મહાસાગરમાં સંસારસેતુ રૂપ એક જ વાત યાદ રાખવી :
सच्चस्स आणाए उवढिओ मेहावी मारं तरई ।
એ વેળા ‘મહાતપોપતીર’ પાછળથી ઊંચે સાદે કોઈ ગાતું સંભળાયું. ગુરુશિષ્ય એ સાંભળી રહ્યો...
મેતારક મુનિવર. ધન ધન તુર્મ અવતાર. શમ દમ ગુણના આગરૂ જી, પંચમહાવ્રત ધાર, માસખમણને પારણેજી, રાજ ગૃહી નગરી મોઝાર. મે-૧ સોનીના ઘેર આવિયાજી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉઠીઓ જી, વંદે મુનિના પાય, મે-૨ આજ ફળ્યો ઘર આંગણોજી, વિણ કાળે સહકાર, લો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર, મે-૩ કૌચ જીવ જવલા ચણ્યોજી , વહોરી વળ્યા ઋષિરાય, સોની મન શંકા થઈજી, સાધુ તણાં એ કામ. મે-૪ રીસ કરીને ઋષિને કહેજી, દો જવલા મુજ આજ , વાધર શીર્ષ વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ , મે -૫ ફટ ફટ ફૂટે હાડકાંજી , તટ તટ તૂટે રે ચામ, સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ, મે-૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રોષ, આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ ? મે-૭ એહવા ઋષિ સંભારતાંજી, મેતારજ ઋષિરાય, અંતગડ હુવા કવલીજી, વંદે મુનિના પાય, મે-૮ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તણિ વાર, ધબકે પંખી જાગિયોજી જવલા કાઢચા તિણિ સાર, મે-૯ દેખી જવલા વિષ્ટામાંજી મન લાજ્યો સોનાર, ઓધો મુહપરી સાધુનાજી લેઈ થયો અણગાર. મે-૧૦ આતમ તર્યો આપણોજી થિર કરી મન વચે કાય, રાજવિજય રંગે ભણેજી, સાધુતણી એ સજઝાય, મે-૧૧
સંસારસેતુ D 225
224 D સંસારસેતુ