________________
ગાય-બેલ પણ એમનાં નહોતાં. ઇંદ્રપૂજ ક રાજાઓ જ્યારે ઇરછે ત્યારે તેમને ઉઠાવી જતા, તેજવિહોણી પ્રજા કાળો કકળાટ કરીને બેસી રહેતી. પર્વત, પાણીને પશુ, એ એમની સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિ પર સત્તાના ડોળા સદા ઘૂમ્યા કરતા. પૃથ્વીરૂપી ગાય પોકાર કરતી હતી : ‘રે ! મને બચાવો આ ઉત્પીડકોથી.’
રાજરાજેશ્વર ભકતની ૨૮મી પેઢીએ કુર, નામનો રાજા થયો. એ સરસ્વતીના કાંઠા પર આવેલ પ્રદેશ-જે પાછળથી કુરુક્ષેત્ર કહેવાયો-ત્યાં રાજ કરતો. કુરના પુત્રો કૌરવો કહેવાયા.
આ કુરુકુળની એક શાખામાં વસુ નામનો રાજા થયો. એણે ચેદિ, વત્સ (પાટનગર કૌસાંબી-આજનું પ્રયાગ) અને મગધ (આજનાં પટના ને ગયા જિલ્લો) જીત્યા, વસુરાજાના વંશદોમાં પ્રતાપી રાજા જરાસંધ થયો, એણે મગધ પર પૂરેપૂરો કાબૂ કર્યો. આ વખતે જરાસંધ રાજાનો મિત્ર શિશુપાલ ચેદિનો રાજા બન્યો. આ જોડીએ ભારતવર્ષને ભારે ચકા આપ્યા. હજારો રાજાઓને ચરણકિંકર બનાવ્યા.
આ વેળા હસ્તિનાપુરમાં કૌરવ વંશની એક મોટી શાકા રાજ કરતી હતી. ધૃતરાષ્ટ્ર ને પાંડુ ત્યાંના રાજા હતા. બંને કૌરવ કુળના-એક મગની બે ફાડ-હોવા છતાં ધૃતરાષ્ટ્રના પુત્રોને ઇતિહાસે કૌરવ કહ્યા ને પાંડુના પુત્રોને પાંડવ કહ્યાં.
વસુ વંશીય રાજાઓનું પ્રાબલ્ય આ કાળે ઘણું હતું. કૌરવવંશની નાની શાખામાંથી આવેલા આ રાજાઓ ચેદિ, કૌશાંબી ને મગધ પર આધિપત્ય ધરાવતા હતા.
મગધના મહારાજ જરાસંધની દશે દિશામાં હાક વાગતી હતી. એણે આર્યાવર્તનું સાર્વભૌમ ચક્રવર્તીપદ હાંસલ કરવાનું બીડું ઝડપ્યું હતું.
વસુ વંશનો મહદ્ધિ ક રાજા શિશુપાળ ચેદિનો રાજા હતો ને મગધના મહારાજનો મિત્ર હતો. એ બેલડીએ અન્ધક-યાદવોના નેતા મથુરાપતિ મહારાજ કંસદેવને પોતાનો મિત્ર બનાવ્યો હતો. ચક્રવર્તીપદના વાંછુ મહારાજ જરાસંધની પુત્રીનાં લગ્ન કંસની સાથે થતાં- એને હથેળીમાં ચાંદ ઊગ્યા જેવું થયું હતું. એના અભિમાનનો પાર રહ્યો નહોતો, અત્યાચારનો સુમાર નહોતો, અનાચારનો આરો ઓવારો નહોતો.
આમ ભારતવર્ષની બે બળવાન જાતિઓ યાદવોની અને કૌરવોની હતી. તેઓ એકબીજાની સહાયથી મદાંધ હતાં. બહારની કોઈ તાકાત તેમને તોડી શકે તેવી ન રહી ત્યારે તેઓની દુર્મદ શક્તિને અંદરથી લૂણો લાગ્યો !
મધરાતના અંધકારને ભેદવા પૂર્વ દિશા ઉપા-અરુણ દ્વારા પ્રકાશને જન્મ આપે, એમ ઇતિહાસના પટ પર એ વખતે સાવ સાદા ગામડાંમાં ઉછરેલાં ત્રણ બાળકોનો ઉદય થયો : ત્રણે જણા પોતાની રીતે અનોખા, પણ સુરાજ્યની વ્યાખ્યામાં સમાન. એકનું નામ બલરામ, બીજાનું નામ શ્રીકૃષ્ણ, ત્રીજાનું નામ નેમ !
ઇતિહાસ પછી પોતાની કરવટ બદલી. માત્ર ઈશ્વર જ કરવાને શક્તિમાન હોય,
તેવાં કાર્યો આ બાળકોએ કર્યો. લોકોએ એમને ઈશ્વર કરી સ્તુતિ કરી. બાળકોની જુવાની દિલેરીનો આયનો બની ગઈ, એમનું ચરિત્ર ત્યાગનો નમૂનો બની ગયું. ને એક ક્રાંતિ સરજાઈ ! દેશની આઝાદી, ચિત્તની આઝાદી ને આત્માની આઝાદીનો સ્પષ્ટ નકશો એ વખતે ચીતરાયો.
માણસના જીવનમાં આઝાદી નહોતી, ને એ પહેલાં હૃદયનો આઝાદી-દીપ તો સાવ બુઝાઈ ગયો હતો. મન, ચિત્ત અને આત્માની આઝાદી હરખાઈ ગઈ હતી. આ ત્રણ બાળકોએ પોતપોતાની રીતે આઝાદીના દુશ્મનો સામે બાકરી બાંધી !
રે ! આઝાદીનો એ ઇતિહાસ જેટલો ભયંકર, એટલો ભવ્ય ને એટલો રોમાંચક છે! પળે પળે જાત પર ખેલ કેલવા પડ્યા, માત-પિતા, ઘરબાર છોડવા પડ્યાં, આખરે વતનને તિલાંજલિ આપવી પડી. દૂર-સુદૂર જવું પડ્યું
રાજા જરાસંધ, શિશુપાલ અને કંસની ત્રિપુટીએ આર્યાવર્તને એક છેડેથી બીજે છેડે સુધી કંપાવી મૂક્યું. એમની સેનાઓ નિર્ભીક થઈને દેશના દેશ ઉજજડ કરતી ફરતી. એમની મૃગયાની શોખીન ટોળીઓ ગરીબ કિસાનોની કાળી મહેનતને પળ બે પળના આનંદ માટે બરબાદ કરતી.
એમના ઇંદ્ર-આરાધકે પુરોહિતો કોઈ પણ વજવાસીનાં ગાય, બળદ કે વાછરડાને ઉપાડી જતા. ચાહે તો એને યજ્ઞમાં હોમતાં કે ઇચ્છા થાય તો મહેમાનો માટે સુસ્વાદુ ભોજન બનાવતા. વહાલસોયાં યાદવ નર-નારીઓ પોતાનાં સંતાન જેવાં વહાલાં જાનવરોને હણતાં અશ્રુઝરતી આંખે વિલોકી રહેતાં, ન દાદ ન ફરિયાદ !
ઘુત, મદિરાપાન, અપહરણ ને યુદ્ધ નિત્યના બન્યાં હતાં. નૃપતિઓનાં અંતઃપુરા દેશદેશની લાવણ્યવતીઓનાં પ્રદર્શન સમાં હતાં. સ્ત્રીઓની સંખ્યા સમૃદ્ધિની સૂચક હતી. આજની કાશ્મીરની કામિનીની જેમ એ કાળે ભદ્ર દેશની સુંદરીઓ એમનાં રસભર્યા લાવણ્ય માટે સુપ્રસિદ્ધ હતી. પ્રત્યેક રાજાના અંતઃપુરમાં મદ્ર દેશની કેટલીક લલિતાંગિનીઓ છે, એનાથી એની મહત્તાનું માપ નીકળતું. આ ઉપરાંત ચેદિની વિનમ્ર સુંદરી, ઘનશ્યામ કેશકલાપવાળી કોશલની કન્યા, મદગિરાપાનમાં મત્ત નાજુદ અધરવાળી મગધની માનુની માખણના પિંડ જેવાં ગાત્રોવાળી અવંતિની અબળા, દશાની ઘમિની જેવી કામિની સહુ રાજાઓના અંતઃપુરોમાં મોટા જથ્થામાં સંઘરાયેલી રહેતી. ને એ નિરાધાર અબળાઓ નિઃશ્વાસ નાખતી બેસી રહેતી-ને રોજ રોજ નવી ને નવી ફૂલગુલાબી યાદવ-યૌવનાઓની ભરતી થયે જ જતી. દસ્યુ કોમનાં દાસ-દાસીઓનો પાર નહોતો. એમના ઉપરના અત્યાચારનો પણ સુમાર નહોતો. મૃગયા, માનુની અને મદિરા એ મોટાઈના અનિવાર્ય શોખ બન્યા હતા.
પ્રજાનું કોઈ સ્થાન નહોતું. રાજા, યજ્ઞ ને ઇંદ્ર. આ ત્રિપુટીનું પૃથ્વી પર વર્ચસ્વ હંતું. રાજા પ્રજાને સંહારતો, યશ પશુઓને પ્રજાળતો અને ઇંદ્ર સૃષ્ટિને ડામતો.