________________
સ્વાવલંબન જેવી કોઈ વસ્તુ નહોતી, સ્વમાનની કોઈ કિંમત નહોતી, સંસારને વધુ પીડે એ વધુ મહાન લેખાતો !
પૃથ્વી ત્રાહિ મામ્ ત્રાહિમામ્ પોકારી રહી હતી. એ વખતે બને છે તેમ, ગોકુળ નામના ગામડામાંથી ક્રાંતિનો પહેલો તણખો ઝગ્યો !
મથુરાતિ કંસની ફાટનો પાર નહોતો. સામાન્ય પ્રજાનું જીલતર ઝેર થઈ રહ્યું હતું. એ વખતે શ્રીકૃષ્ણ અને એના સાથીદારોએ શક્તિથી ને શાનથી કંસને હણ્યો ! પૃથ્વી પરથી એક આતતાયીનો ભાર ઊતાર્યો : પણ એ ભારણનું તારણ ખુદ શ્રીકૃષ્ણ અને એમના સાથીદારોને ભારે પડી ગયું !
ત્રણ નાનાં બાળકો, થોડાંક વૃદ્ધો ને ગણ્યાગાંઠ્યાં યાદવો પર જરાસંધરૂપી જોખમ તોળાઈ રહ્યું ! આપત્તિનું આભ તૂટયું કે તૂટશે !ને મોટાના સો મળતીઆ, એ ન્યાયે અનેક દુશ્મનો ફૂટી નીકળ્યા.
આ વખતે યાદવોએ મથુરા-ગોકુલના પ્રદેશમાંથી હિજરત કરી. અંધક અને વૃષ્ણિ બંને કુળના યાદવો પશ્ચિમ ભારતે આવ્યા. સૌરાષ્ટ્રમાં વસ્યા. આ ભૂમિ એમને ભાવી. અહીં રાજધાની દ્વારકા સ્થાપીને રહ્યા. યાદવોની યશપતાકા ફરી અહીંથી સર્વત્ર લહેરાતી થઈ.
દ્વારકાનું આ રાજ્ય સંઘરાજ્ય હતું, ને એના મુખી બે હતા ઃ રાજા ઉગ્રસેન અને શ્રીકૃષ્ણ વાસુદેવ !
યાદવોની હિજરત થતાં, પાંડુપુત્ર પાંડવોએ ખાંડવ વન બાળી, ઇંદ્રપ્રસ્થ વસાવ્યું.
પાંડવો મહત્ત્વાકાંક્ષી હતા. અને એ માટે રાજા જરાસંધની આંખમાં ખેંચતા હતા.
શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! પાંડવોએ દ્વારકાના યાદવોના નેતા શ્રીકૃષ્ણ સાથે મૈત્રી કરી. અને એ મૈત્રીને તરત સાર્થક કરી. ભીમ તથા અર્જુને સ્વબળથી રાજા જરાસંધને સંહારી પોતાની મૈત્રી ગાઢ કરી, અને રાજસૂય યજ્ઞ આરંભ્યો. શ્રીકૃષ્ણને એમાં નેતાપદે સ્થાપ્યા. આ યજ્ઞમાં જરાસંધ પછીનો બીજો મહાબલવાન રાજા શિશુપાલ આવ્યો. એણે શ્રીકૃષ્ણને ઘણી ગાળો દીધી. શિશુપાલ પાંડવોનો પડોશી હરીફ રાજવી હતો. મોટામાં મોટો કાંટો હતો. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર દ્વારા તેનો ત્યાં ને ત્યાં વધ કર્યો.
હવે શિશુપાલ પક્ષના દુર્યોધન આદિએ તિકૂલ રીતે નહિ, પણ અનુકુલ રીતે પાંડવોનું કાસળ કાઢવાનો નિર્ણય કર્યો. આ વખતે શિકાર, મદ્ય ને દ્યૂત એ લોકજીવનમાં વ્યાપી ગયેલાં દૂષણો હતાં, એમાં પાછી પાની કરવી એ પરાક્રમહીનતા ને લાંછન લેખાતું.
દુર્યોધનનો મામો ગાંધારનો રાજા શકુનિ કુશળ દ્યૂતકાર હતો. એણે પાંડવોને પટ પર નોતર્યાં અને વિવિધ શરતો સાથે જુગાર રમાડ્યા. આમાં પાંડવો હાર્યા ને શરત મુજબ બાર વર્ષ વનવાસ ને તેરમું વર્ષ ગુપ્તવાસ રહેવાનું નક્કી કર્યું.
१२
આ તેર વર્ષનો ગાળો દુર્યોધનને રાજ્ય જમાવવા માટે ને સત્તાને સુદૃઢ કરવા માટે મળ્યો. કૌરવોનો બનેવી સિધુરાજ જયદ્રથ, ત્રિગર્તનો રાજા અને ગાંધારનરેશ શકુનિ આ ત્રણે જણાએ આખો પંજાબ કૌરવોના પક્ષે ખડો કર્યો.
છેલ્લું ગુપ્તવાસનું વર્ષ મત્સ્ય (અલવર) દેશના રાજા વિરાટને ત્યાં ગાળી પાંડવો પ્રગટ થયા, ને રાજ્યમાં ભાગ માંગ્યો !
કૌરવોએ સોયના નાકા બરાબર પણ પૃથ્વી આપવા ના પાડી, ને મહાભારત જાગ્યું. દેશનો સર્વનાશ થયો ! કુરુવંશ લદભગ પૃથ્વી પરથી નહિવત થઈ ગયા જેવું થયું! અને બાકી રહેલી બીજી તાકાતરૂપ યાદવ સંઘ પ્રબલ થઈ ગયો. એમને દુનિયામાં કોઈ હરાવનાર ન રહ્યું. ત્યારે તેઓ પરસ્પર લડીને હાર્યા ને આખરે પ્રભાસતીર્થે બધા અરસપરસ કપાઈ મૂઆ !
ઇતિહાસના આ ભયંકર ઉત્થાન અને પતન વચ્ચે, સંસારના આ મહાન રાગ અને દ્વેષની મધ્ય, જાતિઓનાં બંધન અને મુક્તિ વચ્ચે અનેક વ્યક્તિઓ સૂર્યના અને ચંદ્રના તેજે ચમકી ગઈ. એમાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ, શ્રી નેમનાથ (અરિષ્ટનેમિ) અવિસ્મરણીય
છે !
ભારતના આઝાદીકાળે જેમ પૂ. મહાત્મા ગાંધીજી, શ્રી સુભાષચંદ્ર બોઝ ને શ્રી અરવિંદની ત્રિપુટી નોખનોખી રીતે ઝળહળી ને નોખનોખા માર્ગોની દર્શક બની. એમા ત્રિપુટીનું હતું.
આ મહાભારતી યુગમાં હિંદુગ્રંથોમાં શ્રીકૃષ્ણ જેટલા વિખ્યાત છે. એટલા જૈન સાહિત્યમાં શ્રી નેમનાથ સુપ્રસિદ્ધ છે. બુદ્ધ અને મહાવીર સમકાલીન હોવા છતાં એકબીજાનાં ગ્રંથોમાં જેમ પરસ્પરનું મિલન કે સંભાષણ ક્યાંય મળતું નથી, તેમ આ બે પુરુષોની બાબતમાં બન્યું છે ! શ્રી અરિષ્ટનેમિ વિશે જૈનેતર ગ્રંથો લગભગ મૌન છે. શ્રીકૃષ્ણ જૈન ગ્રંથોમાં છે અવશ્ય, પણ જૈનોની રીતે.
ભગવાન શ્રી નેમનાથ જમના નદીને કાંઠે આવેલા શૌરીપુરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. જૈન ખ્યાત પ્રમાણે રાજા સમુદ્રવિજયને નવ ભાઈ હતા, તેમાં સૌથી નાના વસુદેવ.
એ વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ.
કંસવધમાં શ્રીકૃષ્ણ અને બલરામને દોરનાર રાજા સમુદ્રવિજય અને તેના ફળરૂપે તેઓને પણ પોતાનાં રાજપાટ છોડી, હિજરત તરી દ્વારકા આવવું પડ્યું ! અહીં સંઘરાજ્યના તેઓ એક સભ્ય બની રહ્યાં ! આ ત્યાગવીર અને શૂરવીર ભૂપતિના પુત્ર તે ભગવાન નેમનાથ અરિષ્ટનેમિ !
શ્રી અરિષ્ટનેમિએ સંસારને જીતવા પહેલાં પોતાની જાતને જીતવાનો સંદેશ આપ્યો. માણસના મોટામાં મોટા દુશ્મન મદ, માન, માયા, લોભ, કામ, ક્રોધ વગેરે છે તેમ १३