________________
પરિણામ લાંબા ગાળાનું હતું. ધીરજવાન સિવાય ત્યાં કોઈનો ધડો થવાનો નહોતો.
દિવસો વીતી ગયા. કંસદેવનો બાહ્ય પ્રતાપ વિસ્તરતો ગયો, એટલે સુધી કે એને ચક્રવર્તી થવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. કંસદેવનો આંતરપ્રતાપ એટલો હીન થવા લાગ્યો કે એનો અંગત કોઈ ન રહ્યો !
પણ છ કાન પર ગયેલી વાત છાની રહેતી નથી. વસુદેવ શ્રાવણની એક મેઘરી રાતે તરતના જન્મેલા બાળકને લઈને જમના પાર કરી ગયા. એ વાત કર્ણોપકર્ણ વહેતી બની ગઈ.
અને રાજ કીય કાવતરાખોરોએ કડીઓ બેસાડવા માંડી. જમના પાર વસુદેવનો કોણ મિત્ર રહે છે ? ક્ષત્રિયો તો એને ઊભા રહેવા ન દે, એમને તો કંસદેવનો જબરો તાપ લાગે : ત્યારે ગમ વગરના, ગમાર ગોપ લોકો જ એને આશ્રય આપે !
એટલે એમણે આ બધી વાતોને ગૂંથીને હાર કર્યો ને વહેમી કંસદેવના હૈયે પધરાવ્યો. કહ્યું, “ગોકુળ-વૃંદાવનમાં તમારો શત્રુ બાળકના રૂપે બેઠો છે.'
ચાલીસ વર્ષના કંસદેવનો શત્રુ ચારથી છ વર્ષનો ! અરે, એનાથી કંસદેવની ઊંઘ હરામ થઈ ગઈ ! એણે ચાર-છ વર્ષના એ છોકરાને મારવા છોકરાં મારનારી ડોકો પૂતનાને મોકલી ! અલ્લડ વછેરાને મોકલ્યો ! ખૂની ઘોડાને મોકલ્યો !
ધીરે ધીરે વાત એવા રૂપ પર આવી કે જો ગોપલોકોને જીવન ધારણ કરવું હોય તો એમણે મથુરાના રાજાનો ત્રાસ મિટાવવો જોઈએ. છેલ્લે છેલ્લે તો રાજ તરફથી એમનું જીવન-ધન જેવું ગોધન પણ હરાવા લાગ્યું.
ભારે કરવેરા પડવા લાગ્યા, અને એથીય ભારે ત્રાસ વસુલાતમાં પડવા લાગ્યો. લાખનો માણસ કોડીનો થઈ જવા લાગ્યો ! હવે તો કંસદેવને કોઈ હણનાર ન હોય તો હણનાર જાગવો જોઈએ - લોકો જાણે મનોમન ઇચ્છી રહ્યા, પ્રાર્થી રહ્યા !
વાત આગળ વધી. કંસદેવની પૂજા અને પ્રશંસાનો અત્યાગ્રહ થવા લાગ્યો : સમર્થ એ ! ચતુર એ ! પૃથ્વીપાલ એ ! ચક્રવર્તી ભૂપાલ એ !
અને આખરે એનો પાપથી ભરેલો ઘડો એક કાંકરીથી નંદવાઈ ગયો. ગોકુળનો કનૈયો જે સહેલાઈથી ગોપિકાઓની મહીની મટુકી વીંધતો, એ જ સહેલાઈથી એણે મથુરાના રાજવીને વીંધ્યો ! ભાણેજે આતતાયી મામાને સંહાર્યો !
આ બધામાં રાજા સમુદ્રવિજયે અગ્રગણ્ય ભાગ લીધો હતો. એમનો પુત્ર નાનો નેમ કદી એમની સાથે તો કદી એકલો આ પ્રદેશમાં ફરતો. બધા એને ચેતવણી આપતા કે હમણાં રાજખટપટ ભયંકર છે, રાજમહેલમાં સંભાળીને જવું-આવવું.
પણ નાનકડો નેમ સ્વભાવથી બેપરવા હતો. એ કહેતો કે તમે એક નાનાશા
રાજ્યની ચિંતામાં અડધા થઈ જાઓ છો, ત્યારે મારી કલ્પનાના રાજ્યનું વર્ણન સાંભળીને તો તમે શ્વાસ પણ ન લઈ શકો !
લોક નમની વાતને હસી કાઢતું. છોકરો ગગનવિહારી છે, કોઈક એવી ટીકા પણ કરતું.
એ નેમ મથુરાના રાજમહેલમાં અત્યંત પ્રીતિપાત્ર થયો હતો. વસુદેવ ને દેવકીના કટોરામાં ઝેરના ઊભરા આવતા, ત્યારે નેમ પ્રીતિની વેલ બનીને બધે વીંટળાતો ફરતો.
કેટલાક શંકિત રાજપુરુષોએ વસુદેવના જાસૂસ તરીકે નેમને ઓળખાવ્યો, પણ કંસ માની ન શક્યો. વળી જેના પર પોતાની પત્ની જીવયશાનો પ્રીતિરસ ઢોળાતો હોય, એના પર એ ગમે તેવો હોય તોય વાંકી નજર કરવી પણ શક્ય ન હતી !
એનું જ કારણ કે કંસદેવની હત્યા પછી, રાણી જીવયશા પિતૃગૃહે જવા તૈયાર થઈ, ત્યારે એણે તેમના ભાલે ચુંબન ચોડ્યું !
ભાલ પંપાળતો ને બોલ્યો : ‘ઊભાં રો, રાણી મામી ! જરા જોવા દો, જ્યાં તમે ચૂમી લીધી ત્યાં કાળુ ચકામું થયું છે કે સુરખી તરી આવી છે !!
‘જા રે નેમ ! તું તો વિચિત્ર છોકરો છે ! હું શું કાળી નાગણ છું ?” ‘રાણી મામી ! ઝેરી નાગણ સારી, પણ ઝેરી માનવી ખોટું .” ‘શા માટે ?”
‘ઝેરી નાગ કેટલાને સે ? કેટલાને મારે ? અને ઝેરી માનવી કરડ્યો તો કોણ ચીલો ચાતરી શકે ?” નેમે મીઠી ભાષામાં કડવું સત્ય કહી દીધું.
‘તો તું અમૃત વરસાવજે !' જીવયશાએ ઉપેક્ષાથી કહ્યું. એના રથના ઘોડા પ્રસ્થાન માટે હમચી ખૂંદી રહ્યા હતા. - ‘મામી ! એવા પ્રેમતીર્થની શોધમાં જ છું. થાક્યાં પાક્યાં તમે બધાં એક દિવસ એ તીર્થે અમૃત આરોગવા આવશો.'
‘જીવતાં હઈશું તો જરૂર આવીશું. પણ આજ તો જીવતરનો ભરોસો ઊઠી ગયો છે. ન જાણે વેરાગ્નિના આ યજ્ઞમાં કોણ કોણ નહિ હોમાય ?” જીવયશા બોલતી હતી ને મથુરાના ત્યાગ માટે પોતાના મનને તૈયાર કરી રહી હતી. ‘ન જાણે હવે કેવા સ્વરૂપે આ નગરમાં નગરપ્રવેશ થશે ? ગોકળીની સેના આ નગરને વસવાલાયક રહેવા દેશે ખરું ? અને નગર પણ કેવું બની જશે ? અહીં તો હવે ઘેર ઘેર ગાય અને ઘેર ઘેર ગોબર ને થઈ જાય તો સારું !'
‘રાણી મામી ! હજુ કહું છું, વેરનું ઓસડ પ્રીતિ છે. એક વાર અજમાવી
30 | પ્રેમાવતાર
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 31