________________
જીવયશા રાણીએ રથ ઉપાડતાં તેમને પાસે બોલાવ્યો અને કહ્યું, ‘જો તું રાજકુમાર છે. આ બધા ગોવાળિયો છે ! તેઓની સાથે તું હરેફરે એમાં તારી શોભા નહિ.”
‘મામી રાણી ! એ ગોવાળિયા નથી, આપણા જ અંશ છે. અંશને તમે અલગ કર્યા. એમનું અસ્તિત્વ નકાર્યું. એની જ આ અશાન્તિ છે. એ મારા કાકા વસુદેવના દીકરા છે !”
| ‘નેમ, બહુ ચાવળો ન થા. કોઈ આશ્રમવાસી મુનિના જેવી વાણી ન કાઢ! મારી વાત સમજ, નહીં તો એક દિવસ તું પણ ઢોર ચારતો થઈ જઈશ.'
‘આપણાં વર્તન સામે જોઈએ તો આપણે ઢોર જેવાં જ છીએ, મામી ! માણસ તો વિવેકથી બનાય છે !' નેમે કહ્યું, પણ રાણી મામીને એ ન ગમ્યું.
દશાશ્વ રથને ચાબુક પડી. રથ ઊપડી ગયો. નેમ પ્રીતિના વિચારમાં પડી ગયો ને કાલીય નાગના ઝરા તરફ ચાલ્યો.
આર્યો ભર્યો વચ્ચે વેર ચાલતાં હતાં, પણ આર્યો ને અનાર્યો વચ્ચે તો એ વખતે ભયંકર વેર જામ્યાં હતાં !
જુઓ! અંધારામાં અજવાળાં થશે.”
“થુ તારી પ્રીતિ !' રાણી બોલી, ‘સંસારમાં ઝેરનું ઓસડ ઝેર જ છે.'
મામી ! ફરી કહું છું. વેરનું સાચું ઓસડ પ્રીતિ. સંસારમાં સહુથી મોટી શક્તિ ક્ષમા ! શત્રુને ક્ષમા ! ખૂનીને ક્ષમા ! હત્યારાને ક્ષમા ! ક્ષમાશીલ જેવો બળવાન આત્મા જગતમાં બીજો એકે નથી.’ નેમ ગંભીર બનીને બોલી રહ્યો.
| ‘કેવી મીઠી વાણી કાઢે છે, મારો પોપટ ! તારો પિતા આ હત્યાકાંડનો નેતા છે, તારો ભાઈ હત્યારો છે, છતાં તારા પર મને વહાલ છૂટે છે ! અમે તો નાગ જેવા છીએ ને તું નાગરવેલ જેવો.’
| ‘મામી ! નાગ ભૂંડા નથી. નાગ લોકોને આપમે આર્યો-અનાર્યો લેખીએ છીએ. આર્ય-અનાર્ય વચ્ચે ભારે ઘમસાણ ચાલે છે. ઊંચ-નીચપણાની દીવાલો ભારે દુર્લધ્ય બની છે. મારા વહાલા ભાઈ શ્રીકૃષ્ણ કાલીય નાગને નાથ્યો, પરાક્રમથી વશ કર્યો. પણ ભાઈનું બાકીનું કામ મારે કરવું છે. નાગોને પ્રેમથી અપનાવી પોતાના કરવા છે.' નેમ વાત કરતાં કરતાં અંતર્મુખ બની ગયો.
નેમ ! આ વિરાગી વિચારોમાં બાપનું રાજ શી રીતે જાળવી શકીશ ? પણ હા, હવે તો પૃથ્વી ભૂકંપ માથે બેઠી છે. કાલે કોનું રાજ રહેશે અને કોનું રગદોળાશે એની કંઈ ખબર નથી, મારો પિતા જોયો છે ? એના ઝપાટા સામે યમદેવ પણ ઝાંખા પડે છે !'
રાણી હવે ઊપડવાની તૈયારીમાં હતી, ત્યાં એણે તેમને પાસે બોલાવ્યો ને ભાલ પર બીજી ચૂમી ચોડતાં કાનમાં કહ્યું,
‘મારા પિતાને જરા નામની આસુરી શક્તિ કબજે છે. જ્યારે એ એનું આવાહન કરે છે અને શત્રુના સૈન્ય પર એનો ઓછાયો પાથરે છે, ત્યારે શત્રુની સેના અને સેનાપતિ તમામ વૃદ્ધ બની જાય છે. તારા માટે એવો વખત આવે તો એનાથી બચવા માટે લે આ મંત્ર, એ મંત્ર ભણીશ એટલે ફરી જુવાન થઈ જઈશ.’
જીવયશાના શબ્દોમાં સાચો પ્રેમભાવ ભર્યો હતો, ઝેરના મહાસાગરમાં પ્રેમનો એટલો અંશ હજુ જીવંત હતો, અથવા પ્રકૃતિનું એ રચનાર્વચિત્ર હતું !
‘મંત્ર મને ખપતો નથી. એ મંત્રોએ, એ આસુરી શક્તિઓએ તો મહારાજ કંસદેવ અને અમારી વચ્ચે વેરનાં વાવેતર કર્યો. હું તો આત્માનો ઉપાસક છું. આત્માની શક્તિ અમોઘ છે.’
નેમના શબ્દોમાં નિર્ભયતા હતી, સંજીવની હતી. રાણીને એ થોડી સ્પર્શી ગઈ, પણ આભ અડતા દાવાનળમાં પાણીની નાની કૂપિકા ક્યાં સુધી પોતાની અસર જાળવી શકે ?
32 1 પ્રેમાવતાર
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 33