________________
‘તો આપના પૂજ્ય પતિના અંતિમ સંસ્કાર કરીને આપ સિધાવો આપના પૂજ્ય પિતાની પાસે ! ભલે એ અમને શૂળીએ ચડાવી દે !' રાજા સમુદ્રવિજયે મીઠા શબ્દોમાં કહ્યું. એમાં ખુલ્લો પડકાર હતો.
જાઓ, કારાગાર માંથી વૃદ્ધ રાજવી ઉગ્રસેનને બોલાવી લાવો.’ કુમાર કૃષ્ણ હવે વાતનો દોર હાથમાં લીધો.
“ખબરદાર, કોઈ એ બૂઢાને બહાર લાવ્યા છો તો ! હું જીવતી જળો જેવી તમારું લોહી પી જઈશ, યાદ રાખો, હું કાળી નાગણ છું " જીવયશા ક્રોધમાં બોલી
રહી.
‘મારા બહાદુર ગોપલોકો તો નાગની વચ્ચે વસવારા છે. ગમે તેવા ઝેરી સાપને એ ગાયનાં દૂધ પાય છે. યમુનાના ઝરાના કાલીય નાગને પૂછી આવો. મામી! નાગણ થવું સહેલું છે, પણ હવે જ્યાં ત્યાં ઝેર ઓકવા દુર્લભ છે.' કુમાર કૃણે કહ્યું.
ગોપસૈનિકો રાજા ઉગ્રસેનને લઈ આવવા ચાલ્યા. આ બાળકો તેમને મન બાળકો નહોતા, પણ અત્યાચારીને દમવા આવેલા કોઈ કાર્તિકેયના અવતાર લાગતા હતો.
થોડી વારમાં કારાગારમાંથી રાજા ઉગ્રસેનને છોડાવીને ગોપસૈનિકો પાછા આવતા દેખાયા. એ વૃદ્ધ રાજવીની આંખોનાં તેજ એ કાંતવાસમાં ઓછાં થયાં હતાં, ને પડછંદ દેહને નાની કોટડીમાં સતત પૂરી રાખવાથી કેડ વળી ગઈ હતી.
વૃદ્ધ રાજવી મૃત્યુની રાહ જોતો જીવતો હતો, ત્યાં એણે દરવાજા ખૂલતા જોયા. મથુરાના સૈનિકોને નહિ, પણ ગોકુળ-વૃંદાવનના મજબૂત ગોપલોકોને આવેલા જોઈને વૃદ્ધ રાજવીને નવા કાવતરાની ગંધ આવી, પુત્ર કંસ ઘણી વાર કહેતો કે તેમને કાળીનાગના ધરામાં નાખવા જેવા છે. શું આજ એ કામ એણે આ ગોવાળિયાઓને ભળાવ્યું !
રાજા ઉગ્રસેને કહ્યું, ‘મને આમ કમોતે કાં મારો ?”
ગોપલોકો બોલ્યા, ‘આપને કમોતે મારનારનું તો મોત થઈ ગયું !' | ‘શું કંસ મરી ગયો ? શું પૃથ્વીરૂપી ગાય એ સાંઢના જુલમથી છૂટી ? શું તમે આ સાચું કહો છો કે મુજ અભાગિયા વૃદ્ધની મશ્કરી કરો છો ?* વૃદ્ધ રાજા ઉગ્રસેન ઘડીભર શંકામાં પડી ગયો.
ગોપલોકોએ ટૂંકમાં બધી વાત કહી.
રાજા ઉગ્રસેન તરત બહાર નીકળ્યા. પણ ચાલવાનું ભૂલી ગયેલા પગોએ ઠોકર ખાધી. થોડી વારે જાતને સંભાળીને રાજા આગળ વધ્યો.
16 n પ્રેમાવતાર
મથુરાના રાજભવનમાં એ પહોંચ્યો ત્યારે ત્યાંનો બધો હાલ જોઈ આશ્ચર્યમાં પડી ગયો.
એ બોલ્યો, “આખરે ઝાઝી કીડીઓ નાગને ખાઈ ગઈ, રે ! સંસારમાં કોઈ પિતા આવા પુત્રને જન્મ ન આપશો ? રે રાણી ! તમે અહીં છો ? કંસનું એકેય
ઓધાન તો ભર્યું નથીને ! નખ્ખોદ વાંછું છું આપણું. જડમૂળથી બળી જજો આપણી કુળવેલ.’
‘કેવો નફ્ફટ ડોસો !' રાણી જીવયશાએ ડોસાને ફિટકાર આપ્યો ને કહ્યું, ‘રાજા સમુદ્રવિજય ! હવે હું જાઉં છું. ચક્રવર્તી મહારાજ જરાસંધ આવીને તમારા સહુની સાથે મારા પતિના અંતિમ સંસ્કાર કરશે !'
‘રાણીમા ! આટલી મારી વાત યાદ રાખજો. વેરનું ઓસડ પ્રીત છે. દેહમાંથી રોગ ગયો, તો રાચવા જેવું છે; શોક કરવાનો નથી. તમારા અંતરને તમે પૂછો તો મથુરાપતિની વહેમી અને ભીરુ પ્રકૃતિ તરફ તમને ય રોષ હતો, એમ એ ચોખું કહેશે.’ રાજા સમુદ્રવિજયના પુત્ર નમે કહ્યું ,
‘તમ મારા દુશ્મનો છો - નાના કે મોટા બધાય !"ને જીવયશા પાછી ફરી ગઈ. એ ચાલતી નહોતી. દોડતી હતી. એના કોમળ પગોની આજે કસોટી હતી. | ‘રાણીમામી !' કુમાર કૃપો મીઠા શબ્દોમાં કહ્યું, ‘મહારાજ ઉગ્રસેનનો રાજ્યાભિષેક તો જોતાં જાઓ. તમારા પિતાને પૂરતા સમાચાર આપી શકાશે.'
‘અને શું એના પતિના શબના સંસ્કાર કરવા એ નહીં રોકાય ?” રાજા અગ્રસેને આશ્ચર્યપૂર્વક પૂછવું.
‘રે ડોસા ! માણસ મડદું થાય પછી શું પતિ કે શું પિતા ! એ તો હવે મડદું. એને મડદું બનાવનારનાં મડદાંની સાથે એ ખાખ થશે. યાદ રાખો !' ને મહારાણી રાજભવનની બહાર નીકળી ગઈ.
‘ખરેખર, વાઘ કરતાં વાઘણની લોહતરમાં જબરી હોય છે,' રાજા ઉગ્રસેને કહ્યું ને સભાજનો સામે જોઈને બોલ્યા, ‘ચાલો, મહારાજ કંસદેવની યોગ્ય અંતિમક્રિયા કરીએ.”
આ શબ્દો બોલતાં વૃદ્ધ રાજવીના બળેલા હૈયામાંથી બે ટીપાં આંખ વાટે સરી ગયાં. આખરે મમતા.
ન માની શકાય તેવી વાત 17