________________
બેઠેલો હોય છે. મારું સાંભળી લો, મહારાજ કંસને હણનારા ગોકળી નથી, ક્ષત્રિય છે !' રાજા સમુદ્રવિજય બોલ્યા. કોઈ ગુપ્ત રહસ્ય ખોલતા હોય તેવી તેમની વાણી હતી.
‘હું એ માનવા તૈયાર નથી.' રાણી બોલી.
“જો શાંતિથી સાંભળશો, તો જરૂર માનશો. પિતાજી જૂઠું ન બોલે. એમને નીમ છે.' એક સાત-આઠ વર્ષના બાળકે વચ્ચે કહ્યું.
‘કોણ, નેમ ?’ રાણી જીવયશા એ બાળક સામે જોઈને બોલી, ‘અરે ને! તું તો રાજકુમાર છે. મા મૂળો અને બાપ ગાજર જેવા આ ગોકળીઓમાં ક્યાં ભળ્યો ? રાજ કરવું છે કે ઢોર ચારવાં છે ?'
‘એ મારા ભાઈઓ છે. મહા બળવાન ને સુશીલ છે. પ્રેમની મૂર્તિ છે. આ કૃષ્ણ દેવકીમાના દીકરા છે. રાણીમા ! સંસારનો એ નિયમ તો અચળ છે; જેવું કરીએ તેવું પામીએ, વાવીએ તેવું લણીએ.’ નાના તેજસ્વી કુમાર નેમે કહ્યું.
આ બધા સંવાદ વખતે મથુરાપતિ કંસને હણનાર બે કિશોર કૃષ્ણ અને બલરામ સાવ શાંત ઊભા હતા. એમના મુખ પર વિનય હતો; આંખોમાં વિવેક હતો. કોઈ એમ ન માની શકે કે દેશવિખ્યાત ચાલુર ને મુષ્ટિક મલ્લોને હણનાર, પ્રતાપી કંસદેવના પ્રાણ લેનાર આ બે કિશોરો હોઈ શકે ! મોં પર હજી જાણે માતાનું દૂધ સોઢાતું હતું !
‘શું આ ગોકળી મારી નણંદ દેવકીના પુત્રો છે ?' રાણી જીવયશાએ કુમાર નેમના શબ્દો પર વિચાર કરતાં કહ્યું.
આ રાજા સમુદ્રવિજયનો પુત્ર નેમ હતો. એ રાણીને ઘણો પ્રિય હતો. એની મોટી મોટી ભાવવાહી આંખો, કાલા કાલા બોલ, દરેક વાતમાં ચોખ્ખુંચટ દર્શન એ બધું બહુ આકર્ષક હતું. એની વાતથી જીવયશા કંઈક વિચારમાં પડી ગઈ. એક જ્યોતિષીએ કહેલા બોલ એને યાદ આવ્યા, એણે ભાખ્યું હતું કે દેવકીનો પુત્ર કૃષ્ણ કંસદેવને સંહારશે ! હટ્ટ ! વહેમમાં માને એ જરાસંધ જેવા સમર્થ બાપની બેટી ન કહેવાય ! હજાર હજાર જ્યોતિષીઓ રોજ જેના ચરણમાં આળોટે છે, અને જે ભલભલી રેખમાં મેખ મારી શકે છે એ બાપની હું બેટી !
વળી રાણી વિચારમાં પડી, પણ દેવકી તો જેલમાં હતી, અને એના સંતાનની જન્મ થતાં જ હત્યા કરી નાખવામાં આવતી હતી, પછી આ ક્યાંથી ટપકી પડ્યા? ‘રાણીજી, સંદેહમાં ન પડો. આખી કથા જાણશો, એટલે તમે પોતે કબૂલ કરશો.' રાજા સમુદ્રવિજયે કહ્યું.
કહો મને.'
12 – પ્રેમાવતાર
‘ટૂંકાણમાં જ કહું, કારણ કે મહારાજ કંસદેવની ઉત્તરક્રિયા કરવાની હજી બાકી છે.' રાજા સમુદ્રવિજયે કહ્યું.
‘ઉત્તરક્રિયાની ચિંતા ન કરશો, કારણ કે મહારાજના મડદાની સાથે એને મારનારની ઉત્તરક્રિયા પણ થશે, બૂડ્યા પર બે વાંસ વધુ. મોડા ભેગું મોડું. પણ તમારી વાત કરો. હું સાંભળવા ઉત્સુક છું.'
‘રાણીજી ! કંસદેવના જુલમ તો તમે જાણો છો. જુલમગારનો આત્મા સ્વયં ડરતો હોય છે. એ બીક એની પાસે બીજાં પાપો કરાવે છે. વસુદેવ અને દેવકી પર કેટલો પ્રેમ હતો મહારાજને ! એમના લગ્નરથના સારથિ પોતે બનેલા. રાજકારણી પુરુષો કોઈનો પ્રેમ જોઈ શકતા નથી. રમત રમાઈને જ્યોતિષીઓએ કાનમાં ઝેર ભર્યું, અને રાજન બહેન-બનેવીના ઓલ્યા ભવના વેરી બની ગયા.'
‘શું કોઈ પોતાના ખૂનીને પ્રેમ કરે ?' રાણીએ વચ્ચે કહ્યું ને પછી પૂછ્યું, ‘પણ તમે આ બાળકને કારાગારની બહાર કેવી રીતે લઈ ગયા ?’
જ્યારે વાદળ ખૂબ કાળું થાય છે, ત્યારે જ એમાંથી ધોળું પાણી ટપકી પડે છે. મહારાજ કંસદેવના પ્રિય યાદવોએ જ દેવકી રાણીના આ બાળકને બહાર લઈ જવામાં મદદ કરી, નિર્દોષ ને ભોળા ગામડિયા ગોપ લોકોએ એમને જાળવવામાં મદદ કરી. અમે ઘણાં રાજ્યોમાં આ માટે ફર્યા હતા, પણ તમારા પિતા અને પતિના તાપથી તમામ રાજાઓ ધ્રૂજતા હતા, મૂછે લીંબુ લટકાવીને ફરનારા ક્ષત્રિયો જે કામ કરતાં ધ્રૂજી હાલ્યાં, એ કામ આ ભોળા ગામડિયા કરી શક્યા. સંસારનો પહેલો શૂરવીર નંદગોપ અને સંસારની સાચી માતા યશોદા! સમર્પણ તો ગોપલોકોનું બાકી બધી વાતો !'
‘હા રામ ! હા કૃષ્ણ !’ સભામંડપના ખૂણે આવીને ઊભેલા સ્ત્રીવૃંદમાંથી એક સ્ત્રી બહાવરી બની આગળ દોડી આવી, ને બંને કિશોરોને ભેટી પડી. ‘હું તમારી મા છું.’
‘કોણ, દેવકીમા ?’ કૃષ્ણે કહ્યું.
‘હા, હું દેવકી ! તમારી માતા ! બેટા, તમારી ચિંતા કરતી હું તો અડધી થઈ ગઈ !' દેવકી પાગલની જેમ બોલતી હતી.
‘દેવકી ! પાગલ ન થા. સ્વસ્થ થઈ જા. એ આપણા પુત્રો છે. આપણામાંથી પેદા થયા છે. પણ આપણા નથી. જગત માર્થથી ભાર ઉતારવા એ જન્મ્યા છે. એ વિના આવું ન બને ! એને બચાવવા માટે કેટકેટલાનો મોંમાગ્યો સધિયારો મળ્યો હતો !' વસુદેવે આગળ આવીને કહ્યું.
આજ સુધી આ બાળકોનાં વૃત્તાંતથી વસુદેવે પત્નીને અજાણ રાખી હતી. ન માની શકાય તેવી વાત – 13