________________
વાર અસ્વસ્થ બની ગઈ.
રાણી જીવયશાએ આખી સભા પર ફરતી નજર નાખી ને પછી એક વૃદ્ધ ક્ષત્રિયને સંબોધીને એ બોલી :
‘રે સમુદ્રવિજય ! તું આટલો ખારો હોઈશ, તેની મને ખાતરી નહોતી. મથુરાપતિ વહેમી હતો. એ વહેમમાં એણે મને રંજાડી, પ્રજાને રંજાડી, સગી બહેનને રંજાડી, અરે, કોઈના ચઢાવ્યા તારા ભાઈ વસુદેવનાં સંતાનો અને ખુદનાં ભાણેજિયાંને સુધ્ધાં એ વહેમી રાજાએ હણ્યાં ! શું એનું આ વેર વાળ્યું?'
‘રાણી, શાંત થાઓ !' રાજા સમુદ્રવિજય, એ કંસદેવના બનેવી વસુદેવના નાના ભાઈ થતા હતા, અને પ્રચંડ દેહયષ્ટિથી દાઢીના કાતરાથી ને મોટી અણિયાળી આંખોથી દેવતાની પ્રતિમૂર્તિ જેવા લાગતા હતા, તેઓએ શાંતિથી કહ્યું. રાજા સમુદ્રવિજયની ઉંમર ઠીક ઠીક મોટી હતી, પણ કંસદેવની રાણીએ આવેશમાં આવીને એમને તોછડાઈથી બોલાવ્યા હતા.
| ‘શું શાંત થાઉં ? તમારી કાયરતા જોઈ મારા રૂંવે રૂંવે આગ લાગી છે ! રાણીએ આટલું બોલતાં પોતાના ઉત્તરીયને મસ્તક પરથી હટાવી દીધું. ફણીધર નાગ કરતાંય ભયંકર એનો મોટો અંબોડો ડોલી રહ્યો. એણે આ કૃત્ય દ્વારા જાણે પ્રગટ કર્યું કે તમે બધા મારા મુરબ્બીઓ નથી, મારી સખીઓ જેવા છો. તમારી શું લાજ કરું ?
‘અમે કાયર ?” રાજા સમુદ્રવિજયે પ્રશ્ન કર્યો. | ‘હા, હા, સાત વાર તમે બધા કાયર ! નહિ કો આ બિચારા ઢોર ચારી ખાનારા ગોકળીઓને આગળ કરી તમારો સ્વાર્થ સાધો ખરા ? આ ગાંડાધેલા ગોકળીઓની મદદ લેતાં ક્ષત્રિય તરીકેનું તમારું ગુમાન ક્યાં મૂકી આવ્યા ?”
‘ભૂલો છો રાણી ! એ ગોકળી નથી.'
‘હવે એક વાર કાયરતા આચર્યા પછી અસત્યવાદનું પણ અવલંબન લો! હું તો તમારા પ્રતાપી ભાઈને કહેતી હતી કે તમારી બેનને જેટલાં જણવાં હોય એટલાં સંતાન ભલે જણે, ને જેટલા જણને તમને જીતવાની મુરાદ હોય એ ભલે મેદાને પડે. જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે ચાલ્યો આવે. એ બધાને મક્ષિકાની જેમ મારો પિતા ચપટીમાં ચોળી નાખશે. પણ તમે પુરુષોએ વહેમ, બીક, કાયરતા, પશુન્ય, જૂઠ બધાંનો જાણે ઇજારો લીધો છે.”
‘તમારા પતિ ભલે પુરુષ ન હોય, તમારા પિતા તો પુરુષ છે ને !' એક બટકબોલા શ્રીદામ નામના ગોવાળિયાએ કહ્યું. ચૂપ રહે ગોકળી ! તું કોની સાથે બોલે છે, એનું તને ભાન છે ?” રાણી
10 | પ્રેમાવતાર
જીવયશાએ કહ્યું. એનો રૂઆબ ગજબ હતો ને એ જીરવવો પુરુષાતનની કસોટી સમાન હતો.
‘હા, હું એક મિથ્યાભિમાની સ્ત્રી સાથે વાત કરું છું !” શ્રીદામ ગોવાળિયાથી ન રહેવાયું. એણે સામો ઘા કર્યો.
‘જાણે છે, હું મથુરાની મહારાણી છું ? તારી જીભ જ ખેંચાવી લઈશ.”
‘રાણી ! ખોટા ભરોસે ન રહેશો. તમારા એ દિવસો ગયા. તમે સ્ત્રી છો માટે કેદ કરતા નથી. મથુરાપતિ કંસદેવના પિતા મહારાજ ઉગ્રસેનનાં તમે કુલવધુ છો, માટે કત્વ કરતા નથી. અને અમારા નાયક શ્રીકૃષ્ણનાં ને બલરામનાં માનવંતાં મામી છો, માટે માનભેર જવા દઈએ છીએ.” શ્રીદામે સેનાપતિની છટાથી કહ્યું.
“મહારાજા ઉગ્રસેન ? મૂકો એનું નામ ! નપુંસક ! અલ્પવીર્ય ! મારા પતિનો પિતા થવાની લાયકાત એનામાં વળી કયે દિવસે હતી ? જાણો છો કે, સિહગર્જના સાંભળી મૃગલાં નાસી જાય તેમ, મારા પિતાનું નામ અને પ્રતાપ સાંભળી તમારા કુર, પાંચાલ, કેકય, શાલ્વ, વિદર્ભ, વિદેહ, નિષધ અને કોશલના રાજાઓ રાજ મૂકીને નાસી ગયા છે.” રાણી કોઈને ન ગણતી હોય તેમ બેપરવાઈથી બોલી રહી.
ઓહ ! કેવી લાજ વગરની સ્ત્રી છે ! પતિ પણ એની પાસે ધૂડ ! સસરો પોતાની પાસે બે બદામનો ! આ મારી દીકરી કોઈને ગાંઠતી નથી.” શ્રીદામ ગોવાળિયાથી ન રહેવાયું; એણે પોતાની ભાષામાં ચોખ્ખુંચ, સુણાવી દીધું.
* એમ કે ?” ને રાણી જીવયશા ગુસ્સામાં આગળ વધી. એ શ્રીદામની ચોટલી પકડવા માગતી હતી.
શ્રીદામે એની ઢોર ચરાવવાની ભારે યષ્ટિકા ઊંચી કરતાં કહ્યું, ‘આ એક પડી તો બીજી નહિ માગો, રાણીજી !'
‘દાસી !' રાણીએ કોધમાં બુમ પાડી.
‘જા, સેનાપતિ મહાયશને બોલાવ.”
‘રાણીજી ! સેનાપતિ મહાયશ બંધનમાં છે. એ હરે ફરે છે, પણ અમારું બંધન સ્વીકારીને, અમે પહેલાં જીભથી બાંધીએ છીએ, પછી ૨જુથી. સ્ત્રી સિવાય સર્વ કોઈને રાજમહેલમાં પ્રવેશની બંધી છે.”
એમ કે ?”
‘હા રાણીજી, પણ તમે પૂરી વાત સાંભળશો, તો શાંત થઈ જશો. ક્ષત્રિયાણીને પતિનું મૃત્યુ કંઈ નવીન નથી. ક્ષત્રિય તો સદા સતની ખાતર મસ્તક હોડમાં મૂકીને
ન માની શકાય તેવી વાત | li