________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા સત્યાગ્રહમાં જ્યારે અંગ્રેજ સરકારે મીઠા ઉપર કર નાખ્યો ત્યારે તેમણે સત્યાગ્રહ કરીને દાંડીકૂચ કરેલી હતી, જે ખૂબજ સફળ થયેલ હતી અને ઈતિહાસ તેની નોંધ લીધેલ હતી. સત્યાગ્રહી બ્રહ્મચારી પણ હોવો જોઈએ તેવું તેમનું ચોક્કસપણે માનવું હતું, જેના થકી તેના પરિણામ ખૂબ જ સારા અને સચોટ આવે છે. સત્યનો સ્વીકાર કરવાની નિષ્ઠા ગાંધીજીની અત્યંત અદ્દભુત હતી. આ બાબતમાં તેઓએ ઘણા વિદ્વાનો સાથે ચર્ચા કરેલ અને માર્ગદર્શન મેળવેલ હતું. તેમાં જૈનોના શ્રીમદ્ રાજચંદ્ર અને વિનોબા ભાવે જેવા અતિવિદ્વાનોની સાથે ચર્ચા અને પત્રવ્યવહાર કર્યો હતો.
સત્યની લડાઈ શેરીઓમાં લઈ જવી તેવું તેમનું માનવું હતું. ત્યારે મોતીલાલ નહેરુ, મહમ્મદ અલી ઝીણા, ચિત્તરંજન દાસે ચેતવણી સાથે વિરોધ પણ કરેલ, પરંતુ ગાંધીજીને સત્ય ઉપર સંપૂર્ણ ભરોસો હતો અને તેમાં તેમની જીત હતી.
ગાંધીજી પોતે બેરિસ્ટર હતા. ખૂબજ તાર્કિક અને માર્મિક રીતે દરેક દર્શનના અભ્યાસુ હતા. તેઓ સર્વધર્મ સમભાવમાં માનવાવાળા હતા. ગાંધી એ વ્યક્તિ ન હતા પરંતુ વિચાર હતા. જેમ જૈનધર્મમાં ધુરંધર આચાર્યો પોતાના વિચારોથી જ ઓળખાયા છે તેમ ગાંધી વિચારધારા હતા.
જયારે લાલ-બાલ-પાલની ત્રિપુટી હિન્દુ મહાસભા દ્વારા આઝાદી મેળવવા ઇચ્છતા હતા તો સ્વામી વિવેકાનંદ- પરદેશમાં હિન્દુ દર્શનની વાતો કરતા હતા ત્યારે ગાંધી અહિંસા અને સત્ય દ્વારા જ આઝાદી મેળવવા ફરતા હતા.
જૈનધર્મમાં પરિગ્રહ જાણે તેમનો મંત્ર હતો. હાથેથી કાંતેલી ખાદી પહેરતા અને પોતે જ તે કાંતતા હતા. ઓછામાં ઓછી આવશ્યક્તા, પરિગ્રહ થકી તેમની સત્ય પ્રત્યે નિષ્ઠા વધવા માંડી હતી.
(૧૧૩)
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બારડોલીના સત્યાગ્રહની સફળતા તેમની સત્ય તરફની નિષ્ઠા દર્શાવે છે.
આ સત્ય પ્રત્યેની નિષ્ઠા દ્વારા તેમણે માર્ટીન લ્યુથર કિંગ, જહોન કેનેડી, નેલસન મંડેલા અને બારાક ઓબામાના હૃદયમાં ગુરુપદ પ્રાપ્ત કરેલું હતું. હું સનાતનવાદી હિન્દુ છું, તેથી સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જૈન દર્શનના ૨ અણુવ્રત (૧) પ્રાણાતિપાત અને (૨) મૃષાવાદની વાતો વર્ણવેલી છે.
પરંતુ હવે આપણે વાત સત્યના આગ્રહની કરીશું. કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ બધાને જ માન્ય હતા. ચક્રવર્તી રાજગોપાલાચારીએ પણ આમાં સૂર પૂરાવેલ હતો, પરંતુ સત્યને આગ્રહપૂર્વક જીદ કરીને પૂરું કરાવવું તેમ જવાહરલાલ નહેરુને પ્રમુખ બનાવવામાં આવેલ.
ગાંધીજી એક ઉચ્ચ કક્ષાના પત્રકાર હતા. પોતાના “યંગ ઈન્ડિયા' દ્વારા પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કે તેના જેવો હિંસાનો પ્રયોગ તે વિદ્રોહ છે. સત્ય જ આઝાદીના મુખ્ય પાયા છે. ગાંધીજી ક્યારેય પણ વિદેશીનાવિરોધીન હતા, પરંતુ સ્વદેશીના ભોગે તો વિદેશી નહીં જ. ‘ખાદી પહેરો’ તે તેમનું સૂત્ર હતું. ગાંધીવિચાર એ ભારતભૂમિની માટીની મહેક સમાન છે. જૈનોના અનેકાંતવાદ – સ્યાદ્વાદ તેમની વિચારસરણીમાં ઊભરી આવે છે. હિન્દુ ધર્મ ચૈતન્યમય ઝરણું છે, વિકાસ વૃક્ષ છે. અહીંયા Make in India દેખાય છે.
ગાંધીદર્શન એ આર્થિક અને સામાજિક સમસ્યાનો ઉકેલ છે. ગાંધીજીએ પોતે પોતાને મહાત્મા નહોતા કહ્યા તેમજ રાષ્ટ્રપિતા તરીકેનો પણ એવોર્ડ નહોતો માગ્યો, પરંતુ સુભાષચંદ્ર બોઝે તેમને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન કરીને હોદો આપેલ અને તેમનું વર્તન, વાણી, વહેવાર તેમજ સાદગીએ જ તેમને મહાત્મા તરીકેનું બિરુદ આપેલ.
(૧૧૪)