________________
(
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
)
Reservation: પૂ. ગાંધીજીએ દલિત લોકોને સામાજિક પ્રતિષ્ઠા મળે તેમ સૂચન કરેલ. ગોળમેજી પરિષદમાં હાજરી આપીને આવ્યા બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરને પૂ. ગાંધીજીએ કહેલ કે આ દલિત વર્ગને થોડું આરક્ષણ મળે તો સરખી રીતે વિકાસ પામે અને આ આરક્ષણ ૧૦વર્ષ માટે આપવું તેવું તેઓનું ચોક્કસ રીતે સૂચન ડૉ. આંબેડકરને કરવામાં આવ્યું હતું. આજની પરિસ્થિતિ થોડી અલગ છે.
લેખક તરીકે તેમણે ‘સત્યના પ્રયોગો’ (આત્મકથા), ‘હિન્દ સ્વરાજ', મંગલ પ્રભાત’ જેવા અનેક પુસ્તકો દુનિયાને ભેટ આપેલ છે. “મારો વિરોધ યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી.” આજે પણ ગુંદી-ભાલનળકાંઠામાં તેમજ કચ્છમાં કોઠારા મુકામે ખાદીના ચરખા પર કામ કરીને ઘણા ગ્રામોદ્યોગ ચલાવે છે.
| ‘સત્ય કહેતા વિનય અને વિવેકના ત્યાગ નહીં થાય અને શરીર અને સિક્યોરિટી બચાવવા સત્યનો ત્યાગ નહીં થાય.’ આ વેણ તેમણે તેમના ‘નવજીવન’ માટે કહેલા. ગાંધીજીના વિચારો પચાવવાની આપણા સૌની મર્યાદા હોઈ શકે, પરંતુ ગાંધીજીની તેમાં સહજતા હતી. છતાં પણ આપણા સાહિત્યના સુવિખ્યાત કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ જયારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે કહેલ કે, “આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ તમે” “કમ - ખા - ગમ -ખા, નમ – જા' ના સૂત્રોને સત્યના વિવેક સાથે જીવનભર પાળ્યું હતું.
અને જયારે ભાગલાની વાત આવી અને જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલને કહ્યું કે, “હવે હું એકલો પડી ગયો છું, પરંતુ તેમ કરવા માટે મારે અંગ્રેજોની દખલગીરીની જરૂર નથી.’ આ વાત બન્ને જણને ન ગમી, પરંતુ ગાંધીજી આ વાતને વળગી જ રહ્યા. અંતે ૫૫ (પંચાવન) કરોડ સાથે
(૧૧૫)
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભાગલાનું નક્કી થયું, જેમાં ૨૦ કરોડ દીધા પછી જુદાઈ પહેલા પાકિસ્તાને લડાઈ કરી એટલે કમિટીએ નક્કી કર્યું કે બાકીના ન આપીએ, પરંતુ તે માટે પણ ગાંધીજીએ આગ્રહ કરીને તે અપાવ્યા. આ સત્યનું એક અત્યંત જવલંત ઉદાહરણ છે.
ગાંધીજી દેઢપણે માનતા હતા કે, અહિંસા આ જગતમાં સૌથી વધારે સક્રિય તત્ત્વ છે અને કદી નિષ્ફળ જતું નથી. લુઈ ફિશરે સેવાગ્રામમાં આવીને ગાંધીજીના સત્ય અને અહિંસા ઉપર પુસ્તક પ્રકાશિત કરેલ છે. પંડિત નહેરુએ ‘આજકલ' માં લખેલ કે ગાંધીનું નામ દરેક જગ્યાએ પહોંચી ગયેલ છે. તેની શોહરત પહોંચી ગયેલ છે, બીજાને માત્ર ગાંધી હિન્દુસ્તાન અથવા હિન્દુસ્તાનના ગાંધી જોડિયા થઈ ગયેલ છે. આપણા દેશની ઈજજત વધી, આબરૂ વધી અને દરેક જણાએ નોંધ લીધી કે ઊંચા અદાકાર હિન્દુસ્તાનમાં જન્મ્યા અને હિન્દુસ્તાનમાં પાછી અંધારામાંથી રોશની આવી.
ગાંધીજીની હયાતીમાં ૧૯૧૫ માં પાદરી રેવ. જોસફે તેમના ચારિત્ર્યનું આલેખન કરેલું. ત્યાર બાદ ગાંધીજીના ચારિત્ર ઉપર અનેક ભાષામાં તેમના વિચારો બાબતે લખાયેલું છે, જેમાં મહાદેવભાઈ દેસાઈ તેમના અંગત અનુયાયી અને પ્યારેલાલે ઘણો જ પ્રકાશ પાડ્યો છે. મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ ચાર ખંડમાં ઘણું જ સરસ રીતે આલેખન કરેલું છે. અહીંયા આગળ વિસ્તૃત કરવું ઘણું જ કઠિન છે એટલે ફક્ત ટાંક જ મારેલી છે.
જૈન દર્શનના પહેલા ૨ વ્રત (૧) પ્રાણાતિપાત અને (૨) મૃષાવાદ. અહિંસા અને સત્યનું જાણે ગાંધીજીએ આ અક્ષરશ: પાલન કરેલું છે.
આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ તો ગાંધી વિચારધારા - દેશને, સમાજને અને સંસ્કૃતિને સાચવવા પૂરતું બળ આપશે એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.
(૧૧૬)