________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
સત્ય : જૈન દર્શન અને ગાંધીજીની દષ્ટિ
- યોગેશ બાવીશી
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા (૪) પંડિત જવાહરલાલ નહેરુ વિભાગ:
એમના વિશ્વશાંતિ માટેના પ્રચંડ પુરુષાર્થને ખ્યાલમાં રાખીને આ વિભાગની રચના કરી.
આ કેન્દ્રમાં પૂ. મહાત્મા ગાંધીજીના વિચારોની અસરરૂપે મહાત્મા ગાંધી વિભાગમાં આજે પણ શિબિરો યોજાય છે. સર્વોદય સંઘના નેજા હેઠળ યોજાતી આ શિબિરોમાં ગાંધી વિચાર પ્રમાણે જીવનચર્યા ગોઠવવામાં આવે છે. સવારે પ્રાર્થનાથી શરૂઆત થાય પછી સફાઈના પાઠ ભણાવવામાં આવે છે. બધા જાતે સફાઈકામ પણ કરે છે. સાદું ભોજન કરવામાં આવે છે. ખાદીધારણ કરવી એ મહત્ત્વનો નિયમ છે. વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, મહાત્મા ગાંધીજી આદિના જીવન-પ્રસંગો પરથી બોધદાયક પ્રવચન યોજવામાં આવે છે. આમ, ગાંધીવિચારોને ધબકતા રાખવામાં આ વિભાગનો મહત્ત્વનો ફાળો છે.
આમ, સમગ્રતઃ વિચારતા ખ્યાલ આવે છે કે પ.પૂ. સંતબાલજી ઉપર પૂ. બાપુના લોકકલ્યાણના ક્રાંતિકારી વિચારો, શુદ્ધિપ્રયોગ, આંદોલન, જાહેરસેવા, ઉપવાસ, સર્વધર્મ સમભાવ, પ્રાર્થના, કુદરતી ઉપચાર, વ્રત, સાધના આદિ વિચારોની ઊંડી અસર પડી હતી. તેથી એમાંના ઘણા વિચારોને અમલમાં પણ મૂક્યા હતા. સંદર્ભ સૂચિ:(૧) ગાંધીજીનું જીવન એમના શબ્દોમાં, લે. પ્ર. જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ (૨) સત્ય એ જ ઈશ્વર, લે. પૂ. ગાંધીજી (૩) સંતબાલજી, લે. ગુણવંત બરવાળિયા (૪) માટલિયા વિવૃત્ત સંતબાલજી જીવનસાધના -૩, લે. ગુણવંત બરવાળિયા (૫) આપણા બુટા, લે. શાહ પાંચા ભારમલ છાડવા
(૧૧)
(જૈન દર્શનના અભ્યાસુ યોગેશભાઈ ઘાટકોપર આગ્રા રોડ સાંઘાણી સંઘના પૂર્વ પ્રમુખ તથા જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ઘાટકોપર તથા વિશ્વ વાત્સલ્ય પ્રા. સંઘના ઉપપ્રમુખ છે.)
સત્ય એક એવો શબ્દ છે કે જેને દરેક દર્શનમાં ખૂબજ મહત્ત્વ અને અગત્યતા આપવામાં આવી છે. સત્ય એટલે શું? જે દેખાય તે સત્ય, જે ઈન્દ્રિયો દ્વારા જણાય તે સત્ય કે સત્ય એટલે સાચું એમ સમજવું.
ગાંધીજી એટલે સત્ય. સત્ય અને સત્ય તે જ પરમાત્મા. આટલો ઉચ્ચ અભિપ્રાય તેમનો સત્ય માટે હતો. તેમણે પોતાના અઠવાડિક ‘યંગ ઈન્ડિયા' માં ૧૯૨૫ માં લખેલ રાજકારણમાં સત્ય, સંપત્તિમાં સત્ય, ઉપભોગમાં વિનય સત્ય, ભક્તિરૂપી સત્યમાં ત્યાગને તેમણે અગ્રક્રમ આપેલો.
હવે આપણે સત્ય ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ.
સત્ય - સત્યાગ્રહ - સત્યનો આગ્રહ. - ગાંધીજી અભયની સાધના કરતા હતા અને તેમાંથી જ સત્ય અને અહિંસાનો ઉદ્દભવ થયો, જેના થકી તેઓ અંગ્રેજ સત્તા સામે લડ્યા અને જીત્યા પણ અંગ્રેજો પ્રત્યે તેમને લેશમાત્ર શત્રુભાવ ન હતો, તે એક સત્યનો પ્રકાર હતો. અહિંસા અને સત્ય જગતમાં સૌથી વધારે સક્રિય તત્ત્વ છે અને તે કદીય નિષ્ફળ જતા નથી. પ્રશ્ન આઝાદીનો હોય, અહિંસાનો હોય, હિન્દુ-મુસ્લિમ એકતાનો હોય કે સામાજિક, શિક્ષણ સંસ્થાનો હોય તેમાં તેઓ સત્યની સાથે સમજાવટથી ઉકેલ લાવવામાં માનતા હતા તેમજ તેમની સાથે લોકોને જોડવાની કોશિશ કરતા હતા. તેઓ એકલપંથી પ્રવાસી હતા અને તેમના પ્રવાસમાં લોકો જોડાતા હતા.
(૧૧૨)