________________
સર્વોત્કૃષ્ટ મુલ્યુથી ખેવના
માનવહૃદયને સદૈવ હરિયાળું અને લીલુંછમ રાખતી ભાવનાઓમાં સર્વોત્કૃષ્ટ ભાવના છે માતૃત્વની. સ્નેહમાં સ્વાર્થી ઇચ્છા હોય, પ્રેમમાં કશીક પ્રાપ્તિની ઝંખના હોય, પરંતુ વાત્સલ્યમાં તો નિઃસ્પૃહ વ્યાપકતા અને સદા વિસ્તરતું ઔદાર્ય હોય છે. આવું વાત્સલ્ય છે માતાનું. અવિરત ધારે વરસતું માતૃવાત્સલ્ય માનવીના અહંકારને ઓગાળીને એના આત્માનું ઊર્ધ્વગમન સાધે છે. વ્યક્તિના જીવનમાંથી માતાના અસ્તિત્વની બાદબાકી કરવામાં આવે તો કેટલું અલ્પ શેષ રહે છે ! માતા અમૃતમયી છે. એ કદી મૃત્યુ પામતી નથી. કારણ કે એ ભાવનાસ્વરૂપી છે. માનવહૃદયમાં એ સદૈવ હૃદયમાં
જીવંત રહે છે. વ્યક્તિના અસ્તિત્વની આસપાસ વીંટળાયેલી અને ને એના માનસમાં સદાય વસનારી છે.
માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપોનું અહીં ચિંતક, વિચારક અને લેખક શ્રી ગુણવંત બરવાળિયાએ આલેખન કર્યું છે. વાત્સલ્યનો | વિસ્તાર એ જ માનવતાનો વિસ્તાર છે અને તેથી એમણે અહીં વિવિધ - સ્વરૂપે પ્રગટેલાં માતાના વાત્સલ્યની ઓળખ આપી છે. જનની,
સદ્ગુરુ, ધરતી, ધેનુ સરિતા, લક્ષ્મી, ૩ૐ મૈયા, સરસ્વતી, સાધકોની આઠ માતાઓ, તીર્થકરની માતાઓ તેમજ ધર્મપુરુષોને ઘડનારી માતાઓની આમાં વાત કરી છે.
ગુણવંતભાઈ એ જાગૃત વિચારક છે અને તેથી વર્તમાન જગતમાં આવતાં પરિવર્તનોને તેઓ સહેલાઈથી પામી શકે છે. આજે આપણા દેશમાં તીવ્ર વેગે મૂલ્ય પરિવર્તન થઈ રહ્યું છે અને તેથી માતા-પિતા જ નહિ, પણ ભાઈ-બહેન વચ્ચે પણ “જનરેશન ગેપ' ઊભો થયો છે. ભૌતિક જીવનનું આકર્ષણ, સંપત્તિ માટેની આંધળી દોટ અને તે કે સમૂહમાધ્યમની વિકૃત પ્રસ્તુતિને પરિણામે ભારતીય મૂલ્યો ધીરે ધીરે તી ક્ષય પામી રહ્યાં છે.