SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ ૧૮૧૮ના કોલકાતાથી “સમાચાર દર્પણ”ના નામથી શરૂ થયું તે દેશી ભાષાનું પ્રથમ પત્ર. ૧૮૨૮માં રામમોહન રાયે “સંગબાદ કૌમુદી' અને ૧૮૨૨ની પહેલી જુલાઈએ ફદુનજી મર્ઝબાને શ્રી મુંબઈના સમાચાર' નામનું પત્ર કાઢયું. સન ૧૮૫૯માં અમદાવાદમાંથી “જૈન દીપક' નામના માસિકનું પ્રકાશન થયું અને આમ જૈન પત્રકારત્વની જ્યોત પ્રગટી. એક રીતે જોઈએ તો જૈન પત્રકારિત્વનો ઇતિહાસ ૧૫૦થી વધુ વર્ષનો ગણી શકાય. ૧લ્પ૯થી ૨૦૧૨ સુધીમાં જેનોના બધા ફિરકા અને જૈન સંસ્થાઓનાં મળીને ૭૦૦ જેટલાં પત્રો પ્રગટ થયાં છે અને તે ઉપરાંત ઇન્ટરનેટ પર માત્ર ઓનલાઈન પરનાં પત્રોની સંખ્યા પણ ઘણી છે. દુનિયાના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક પત્રો પ્રગટ કર્યા હોય એવી શક્યતા જણાતી નથી. ભારતના વિવિધ પ્રાંતો અને વિદેશમાંથી હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિળ, કડ, બંગાલી, સંસ્કૃત અને ઇંગ્લિશ સહિત ૧૦ ભાષાઓમાં આ પત્રો પ્રગટ થાય છે. પ્રથમ ગુજરાતીમાં ૧૮૫૯માં અમદાવાદથી “જૈન દીપક', ૧૮૮૦માં હિન્દી ભાષામાં પ્રથમ ‘જૈન પત્રિકા', પ્રયાગથી ૧૮૮૪માં પ્રથમ મરાઠી ભાષામાં ‘‘જૈન બોધક' અને ઉર્દૂ ભાષામાં “જીયાલાલ પ્રકાશ' અનુક્રમે શોલાપુર અને ફરૂખનગરથી, ૧૯૦૩માં પ્રથમ તમિળ ભાષામાં “ધર્મશીલન” મદ્રાસ (ચેન્નઈ)થી, પ્રળત કન્નડ ભાષ્માં ૧૯૮૦માં “જિનવિજય" બેલગામથી અને ૧૯૨૩માં બંગાળી ભાષામાં “જિનવાણીપ્રથમ કોલકાતાથી પ્રગટ થયાં. સંચાલનની દૃષ્ટિએ જૈન પત્રકારત્વને નીચે પ્રમાણેના વિભાગોમાં મૂકી શકાય. • ફિરકા અને સંપ્રદાયનાં પત્રો • વ્યક્તિગત માલિકીનાં પત્રો-પત્રિકાઓ • જ્ઞાતિની સંસ્થા-મંડળો, સમાજનાં પત્રો • પૂ. ગુરુભગવંતો, પૂ. સતીજીઓ પ્રેરિત પત્રો-પત્રિકાઓ દેશ-વિદેશની જૈન સંસ્થાઓ અને ફેડરેશનનાં મુખપત્રો કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૮૮૧માં મુંબઈથી પ્રથમ જ્ઞાતિપત્રનો શુભારંભ કર્યો. યોગનિખ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં સાધુજી પ્રેરિત પ્રથમ “બુદ્ધિપ્રભા' માસિકનું અમદાવાદથી મંગલાચરણ થયું. શરૂઆતના તબક્કામાં “જૈન દીપક', “જૈન દિવાકર માસિક”, “જૈન સુધારસ', “જૈન હિતેચ્છું, “જ્ઞાનપ્રકાશ”, “ધર્મોદય”, “તત્ત્વ વિવેચક”, “આનંદ”, “શ્રાવક', - ૧૦૯ કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર સનાતન જૈન”, “શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ”, “જૈન પતાકા', “સમાલોચન', બુદ્ધિપ્રભા', “જૈન સાપ્તાહિક', 'પ્રબુદ્ધ જૈન', “આત્માનંદ પ્રકાશ', જૈન પ્રકાશ” અને “જૈન” જેવાં ગુજરાતી માસિક પત્રોએ ધર્મની સમજ અને સમાજસુધારણાનું નોંધપાત્ર કામ કર્યું હતું. આ પત્રોએ લોકકેળવણીનું પણ કામ કર્યું ત્યારે બાળલગ્નો અને વૃદ્ધલગ્નો સામાન્ય હતાં. કન્યા વિક્રય થતો. બાળવિધવા કે યુવાવિધવા પર સમાજનાં કડક નિયંત્રણો હતાં. મૃત્યુ પછીની વિધિ દિવસો સુધી ચાલતી. જમણવારો થતાં. લગ્નપ્રથા પણ જટિલ હતી. ઉપપત્ની રાખવી કે એકથી વધુ પત્ની રાખવી તે મોભો ગણાતો. પરદેશગમન કરનારને આક્રી સજા થતી. સાધુસંસ્થા પર યતિ સંસ્થાનું નિયંત્રણ હતું. સાત ક્ષેત્રોની જાળવણીનું જ્ઞાન ન હતું. આવા કાળમાં આ પત્રોએ ધર્મની સાચી સમજણ આપવાનું અને સામાજિક સુધારાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. પછીના તબક્કાનાં પત્રો, ધાર્મિક સાથે જ્ઞાતિપત્રો ને સામાજિક પત્રોનો ઉદય થયો. તેમણે જ્ઞાતિઉત્કર્ષ અને શાસન સંગઠનની વિચારધારાને આગળ ધપાવવાનો પુરુષાર્થ કર્યો. જૈન પત્રકારત્વના ત્રીજા તબક્કાનાં પત્રો શાસન સમાચાર, જૈન શિક્ષણ, યુવા અને મહિલા ઉત્કર્ષનાં લખાણોમાં રસ દાખવી રહ્યાં છે તે શ્રાવકાચારની સમજણ આપવા સાથે સાધુજીવનની સમાચારીની પણ સમજણ આપે છે. જ્ઞાતિપત્રો સગપણ (વેવિશાળ)ના પ્રશ્નો હલ કરવા કન્યા-મુરતિયાની યાદી પણ પ્રગટ કરે છે. સમાજ કે જ્ઞાતિમાં ચાલતી વૈદ્યકીય-તબીબી રાહત અને શિક્ષણ રાહતની વિગતો ઉપરાંત નોકરી-ધંધા-ઘર વગેરેની વિગતો પ્રગટ કરી સમાજઉપયોગી જનહિતનાં કાર્યો કરે છે. ‘દશા શ્રીમાળી’, ‘ઓશવાળ’, ‘પોરવાળ’, ‘ઘોઘારી દર્પણ', 'કાઠિયાવાડી જૈન', 'સમાજ ઉત્કર્ષ (મચ્છુકાંઠા)', કચ્છી પત્રિકા, ઝાલાવાડી પત્રિકા, રાજસ્થાની પત્રિકા ‘મેવાડ સમાજ', પંજાબ જૈન સભા વગેરે અનેક જૈન જ્ઞાતિપત્રો ધાર્મિક ઉપરાંત સમાજ અને જ્ઞાતિનાં કાર્યોની વિગતો પ્રગટ કરે છે. દશા શ્રીમાળી'' પત્ર સત્ત્વશીલ સાહિત્ય, જનહિત પ્રવૃત્તિ અને ‘લગ્ન સંબંધી’ વિગતો માટે ઘણું જ લોકપ્રિય બન્યું છે. પહેલા “પ્રબુદ્ધ જૈન” અને હવે “પ્રબુદ્ધ જીવન” ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંશોધનાત્મક લેખો પ્રગટ કરતું ઉત્તમ માસિક છે. ‘વિશ્વવાત્સલ્ય”, “પ્રાણપુષ્પ', ‘જૈન ક્રાંતિ', ‘જિન શાસન સદેશ (સુરત)', ‘મુક્તિદૂત', 'પ્રેરણાપત્ર’ કલ્યાણ, • ૧૧૦
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy