SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન આ માત્ર બાહ્ય કૃતિની વાત થઈ. જ્યારે સમથળ પૃથ્વીના સાન્નિધ્ય સમાંતરપણે આપણે દંડવત્ થઈએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અનુસંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. પ્રણામ માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતર સ્થિત અહંકાર પણ નમી જાય છે ઝૂકી જાય છે. આપણી ચોપાસ આપણામાંથી નીકળતું અહંકારની સુરક્ષાનું વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહં અને મની દીવાલોમાં તિરાડ પડે છે અને તે આત્યંતર શરણાગતિના દિવ્ય ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. આમ લોકોત્તર વંદનની યાત્રા શરણગતમાં પ્રવેશ પામે છે. - તમામ દાર્શનિક પરંપરામાં શરણાગતિને ધર્મનો મુલાધાર ગણ્યો છે. વંદનાના ઉત્કૃષ્ટ ભાવો જીવને અનન્ય શરણ સુધી જવા પ્રેરે છે. શરણાગતિના ચરમ શિખરની યાત્રાની પૂર્ણતાએ જીવ અરિહંતનું શરણું અંગીકાર કરે છે. ૧૦૭ ૨૫ * સાત્ત્વિક સહચિંતન જૈન પત્રકારત્વ : એક દષ્ટિપાત પત્રકારત્વનું બીજ ખૂબ પ્રાચીન છે. પ્રાચીનકાળમાં સમાચાર-સંદેશા મોકલવાનું કામ કબૂતર અને પોપટ જેવાં પંખી દ્વારા કરાતું. નગારા, ઢોલ, બુંગિયા, ડફલી, ઢંઢેરો પીટાવવો, ઢોલ વગડાવવા, ભેરી વગાડવી, શંખ, ઝાલર વગડાવવા, સંદેશા માટે ખેપિયો મોકલવો, અનુચર અને દૂત દ્વારા ખબર મોકલવી વગેરે પ્રચલિત હતું. કવિ કાલિદાસે મેઘને અને કવિ કાન્તે ચંદ્રને સંદેશવાહક બતાવ્યા છે. આધુનિક યુગમાં માનવમૂલ્યોની સ્થાપના અને તેના સંસ્કરણમાં સમાચારપત્રોનું સ્થાન સર્વોપરી છે. માણસના જિજ્ઞાસુ સ્વભાવને કારણે અને તેના મનોરંજન, કલાઉદ્યોગવ્યાપાર, આરોગ્ય, ધર્મ, હવામાન, નવી શોધો, દેશ-વિદેશના સમાચારો વગેરે ગતિવિધિઓ જાણવા સમાચારપત્રો, સામાયિકોનું, સમૂહ માધ્યમોનું સ્થાન જીવનમાં મહત્ત્વનું બન્યું છે. ૧૮મી સદીથી વર્તમાનપત્રો અને સામાયિકોની શરૂઆત થઈ. મુદ્રણકલાના વિકાસ સાથે સમાચારપત્રોનો વિકાસ થયો. સન ૧૭૮૦માં હિન્દુસ્તાનના પત્રકારત્વે પ્રથમ ડગ માંડયું. ૨૪ જાન્યુઆરી, ૧૭૮૦ના રોજ શનિવારે કોલકાતાથી જેક્સ ઑગસ્ટ હિક્કી નામના અંગ્રેજે “હીકીઝ બંગાલ ગેઝેટ ઑફ ધી ઑરિજીનલ કોલકાતા” નામે અખબાર કાઢવું. પાછળથી તે “બંગાલ ગેઝેટ’”ના નામથી પ્રસિદ્ધ થયું. આ અખબારથી ભારતમાં પત્રકારત્વનો શુભ આરંભ થયો. બંગાળીમાં ૩૧ મે, ૧૦૮
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy