SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કારક સાત્ત્વિક સહચિંતન ‘શાસન પ્રગતિ', ‘ગુરુપ્રસાદ', ‘ધર્મપ્રભાવના’ જિનવાણી ગુજરાતીમાં તો જૈન જગત, શાશ્વત ધર્મ, 'જિનવાણી', 'જૈન પ્રકાશ (દિલ્હી)', 'જૈન ગેઝેટ (લખનઉ)', શ્વેતાંબર જૈન “શ્રમણોપાસક', ‘દિગંબર જૈન મહાસમિતિ પત્ર’, ‘શ્રમણ સંઘ દર્પણ', ‘ગજેન્દ્ર સંદેશ', 'સાધુમાર્ગીય પત્રિકા', અમરભારતી' હિન્દી જૈન પત્રો છે. દિગંબર ફિરકાની મુખ્ય પત્રિકાઓ હિંદી ભાષામાં “અત વચન' (ઇન્દોર), ‘અનેકાંત' દિલ્હી', ‘જૈન મિત્ર' (સુરત), ‘જૈન ગજેટ' (દિલ્હી), સન્મતિવાણી, વીતરાગવાણી ‘જિન ભાષિત' (ભોપાળ)થી પ્રગટ થાય છે. અમદાવાદથી પ્રગટ થતાં તીર્થંકરવાણી હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણ વિભાગોમાં વિવિધ સાહિત્ય અને શોધપત્રો પ્રગટ કરે છે. યુગદિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. એરતિ “લૂક ઍન્ડ લર્ન' સાપ્તાહિક જૈન શાળાનાં બાળકોમાં અત્યંત પ્રિય બન્યું છે. ‘છતો' જેના કૉન્ફડરેશન અને જૈના (અમેરિકા) તેનાં મુખપત્રોનું પ્રકાશન કરે છે. - તેરાપંથ સંપ્રદાય ‘વિજ્ઞપ્તિ’, ‘પ્રેક્ષાધ્યાન', ‘યવાદષ્ટિ', ‘જૈન ભારતી', ‘તેરાપંથ ટાઈમ્સ’ અને ‘તુલસી પ્રજ્ઞા' હિન્દીમાં પ્રગટ કરે છે. તેરાપંથ સંપ્રદાયનું એક પણ પત્ર ગુજરાતીમાં પ્રગટ થતું નથી. ‘જીવદયા’ અને ‘હિંસા નિવારણ’ જીવદયાની પ્રવૃત્તિનો પ્રચાર કરે છે તો ‘વિનિયોગ પરિવાર’ અને ‘મહાજનમ' સાંપ્રત સમસ્યા પ્રતિ જાગૃતિ અને તેના ઉકલના પ્રયાસ દર્શાવવા ઉપરાંત જીવદયા, જળ-જમીન રક્ષા અને જેન જીવનશૈલીને લગતાં સુંદર લખાણો પ્રગટ કરે છે. ભારત જૈન મહામંડળનું માસિક હિન્દી અને ગુજરાતી વિભાગ સાથે પ્રગટ થાય છે. જૈનોના તમામ ફિકાની વિશાળ સભ્યસંખ્યા ધરાવતી દેશ-વિદેશમાં પ્રસરેલી સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેંટર્સનું મુખપત્ર “જાગૃતિ સંદેશ' સત્ત્વશીલ સાહિત્ય ઉપરાંત વિવિધ સેંટરનાં કાર્યોના સમાચારો પ્રગટ કરે છે. જૈન સોશિયલ ગૃપનું મુખપત્ર 'મંગલ યાત્રા' તેના સેંટરની પ્રવૃત્તિઓના અહેવાલ પ્રગટ કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-કોબાથી ‘દિવ્યધ્વનિ’ તો ધરમપુરથી ‘સદ્દગુરુ એક્કો’નું પ્રકાશન થાય છે. દાદા ભગવાન પ્રેરિત ‘અક્રમ વિજ્ઞાન’ અને ‘આપ્તવાણી' પ્રકાશિત થાય છે. ઉજવલ પ્રકાશન મુંબઈ સમગ્ર ભારતના તમામ ફિરકાની જૈન ચાતુર્માસ સૂચિનું પ્રકાશન કરે છે. જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર આમાંનાં કેટલાંક પ્રકાશનો ઇન્ટરનેટ પર ઓનલાઈન પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવાં કેટલાંક પત્રો માત્ર પોતાની વેબસાઈટ પર ઓનલાઈન છે. શાસનસેવા, સમાજસેવા, ધર્મ અને અધ્યાત્મના ઉત્કર્ષમાં આ પત્રોનું યોગદાન ઘણું જ નોંધનીય રહ્યું છે. વિવિધ પ્રાંત અને ભાષાનાં વર્તમાનપત્રોમાં પણ જૈન સમાચારની કૉલમ ચાલે છે. આ કટારલેખકો-પત્રકારો પણ જિન શાસનની સેવામાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ છે. પત્ર-પત્રિકાઓ અને પત્રકારોના સંગઠનની અતિઆવશ્યક્તા છે. ગુરુભગવંતોની નિશ્રામાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વર્ષમાં એકાદ વાર પણ જો પત્રકારોનું સંમેલન યોજાય તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે. પત્રકાર એટલે બધી ખબર રાખે અને બધાની ખબર લે. સહસ્ત્ર તલવાર કરતાં એક કલમની તાકાત વધારે છે. એક સમયમાં ઇંગ્લેંડમાં ઉમરાવો હાઉસ ઑફ લૉર્ડઝ, સામાન્ય પ્રજાના પ્રતિનિધિઓ હાઉસ ઑફ કૉમન્સ અને ચર્ચના પાદરીઓ એ ત્રણ જાગીર ગણાતી. કાળક્રમે ધર્મનું વર્ચસ્વ ઘટ્ય અને સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણેય લોકશાહીમાં જાગીર ગણાવા લાગ્યાં. એકવાર બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન એડમન્ડ બર્ટનું ધ્યાન પ્રેસ ગૅલરીમાં બેઠેલા પત્રકારો તરફ ગયું અને એમણે કહ્યું કે, આપણી પાસે ત્રણ જાગીર તો છે, પણ ત્યાં વૃત્તાંત નિવેદકોની ચોથી જાગીર બેઠેલી છે. એ આ ત્રણેય જાગીરોથી વધુ મહત્ત્વની છે. આ વિધાનમાં પત્રકારત્વની વિશિષ્ટ શક્તિની વાત અભિપ્રેત છે. | સમાચારપત્રો અને સામાયિકો એવાં હોવાં જોઈએ જે પ્રજાના સંસ્કારઘડતરનું કાર્ય કરે, વિકૃતિનું સંસ્કૃતિમાં, વ્યભિચારનું સદાચારમાં, અન્યાયનું ન્યાયમાં, અશ્લીલતાનું સંસ્કારિતામાં પરિણમન કરે, જે પત્ર સત્યનું પુરસ્કૃત બની તેનો પ્રચારપ્રસાર કરવા સક્ષમ નથી કે નથી તેના પુરુષાર્થ પર નિર્ભર, તે પ્રત્યેક પ્રભાતે પ્રજાનું હીર હણવા માટે મોકલાવેલા વિષપ્યાલા સમાન છે. જૈન પત્રો અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય અને ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહને સ્થાને દાન અને ત્યાગ, વૈચારિક સંઘર્ષને સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યફ પુરુષાર્થ કરે છે. ઉપભોક્તાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ લઈ જઈ જનજનનાં હૈયાંમાં વિવેક અને સંયમના ભાવોને પ્રવાહિત કરવાનું કાર્ય ૧૧૨ ૧૧૧ -
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy