SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર કઈ ગાંઠ ? તો કે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપી ગાંઠ જેની ગળી ગઈ છે તે, તે પુરુષાર્થ બળે આગળ વધતા અંતે કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ દશા પ્રગટ કરશે. પરમકૃપાળુ દેવે કરુણા કરી આપણા આત્માના કલ્યાણ અર્થે આ મંત્રની રચના કરી છે. કોમળ વ્યંજનો દ્વારા રચાયેલ તેમની અનુપમ કૃતિઓમાં સરળ ગુજરાતી ભાષામાં સહજ નવા-જૂના ગુજરાતી શબ્દોનો પ્રયોગ પાઠકનું મન મોહી લ્ય છે. શારદાપુત્ર તરીકે મા શારદાની અનુપમ સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આવાં આધ્યાત્મિક પદોનો ઉમેરો કરી ગુજરાતી અધ્યાત્મ સાહિત્ય સંપદાને સમૃદ્ધ કરી સાહિત્યિક ક્ષેત્રમાં તેઓ ઉત્તમ સ્થાને બિરાજ્યા છે. જેમનું સર્જન શાર બની ગયું અને જેમના શબ્દો મંત્ર બની ગયા, એવા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીને અભિવંદના કરી વીરમું છું. જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ રીતે સત્પરષો પાસે આપણે જ્ઞાનની તરસ લઈને પરમ વિનયભાવથી જઈશું તો આપણા પર કરુણા કરનારા તે સંતો આપણી જિજ્ઞાસાને જ્ઞાનદાનથી પરિતોષ કરશે. ગુર વિના શાસ્ત્રનાં રહસ્યો આપણને સમજાઈ શકે નહીં. માટે જ શ્રીમદ્જીએ ઠેરઠેર સગરનો મહિમા ગાયો છે. જપ, તપ, વ્રત આદિ શુભ અનુષ્ઠાનો છે, તે આત્માર્થે કર્તવ્યો છે. ગુરુકૃપા અને ગુરઆજ્ઞાથી જ આ સાધના સફળ થાય છે. વળી ગુરુ જ સાધનાપંથે શુદ્ધ સાધન પ્રતિ અંગુલીનિર્દેશ કરી શકે છે. ગુરુશરણમાં જવાથી અહંકાર અને સ્વછંદ દૂર થઈ શકે છે. શ્રીમદ્જીએ જે મંત્રો આપ્યા છે તે સાધકો માટે બહુ જ મહત્ત્વના છે. # સહજાન્મસ્વરૂપ પરમગુરુ. જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા છે તે પરમગુરુ પાંચ છે - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધ. સહજ એટલે સ્વાભાવિક, શુદ્ધ, નિર્મળ, સર્વ કર્મ/મેલથી રહિત અને આત્મસ્વરૂપ એટલે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્ફટિક સમાન અત્યંત નિર્મળ છે. આ મંત્રનું ચૌદ પૂર્વના સારસમા મહામંત્ર નવકાર સાથે અભેદપણું છે. જ આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન. હું દેહાદિ સ્વરૂપ છું, સ્ત્રી-પુત્ર મારાં છે એવી ભાવના તે સંસારભાવના. તેથી ચાર ગતિરૂપ સંસારમાં જીવને જન્મ-મરણ કરવાનું વધે છે અને હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્ર મારાં નથી. શુદ્ધ ચૈતન્યરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એવી આમભાવના ભાવવાનું પરમકૃપાળુ દેવે આપણને જણાવ્યું છે, કારણકે આત્મભાવનાથી રાગદ્વેષ ક્ષય થાય અને સંસાર ઘટે. આમ આત્મભાવના ભાવતા જીવ અંતે કેવળજ્ઞાનને પામે છે. આ મંત્રમાં અનુપ્રેક્ષા ચિંતન આભિપ્રેત છે. પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ. પરમગુરુ એટલે પંચપરમેષ્ટિ ભગવાન. તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંત તેના અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન તો સર્વજ્ઞ દિશાને પામેલ છે. બાકીના ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજ તેઓ નિગ્રંથ એટલે ગાંઠ વગરના. ૪૯
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy