________________
જ
સાત્ત્વિક સહચિંતન
|| ૧૨ |
કર્મના કોર્ટની કરામત
જૈન દર્શનનો કર્મવાદ અદ્ભુત અને વિશિષ્ટ છે. કર્મનું ગણિત ચોક્કસ અને પારદર્શક છે.
કર્મસત્તાનું એક સુપર કૉપ્યુટર છે જે જીવાત્માનાં સારાં કે નરસાં કર્મોનો હિસાબ રાખે છે અને આ અદૃશ્ય કોમ્યુટર સ્વયંસંચાલિત છે, જેને જૈન દર્શનનું કર્મવિજ્ઞાન કહે છે, આ કોમ્યુટર કર્મના હિસાબમાં કદી ભૂલ કરતું નથી. - વ્યક્તિને સારાં કે નરસાં કર્મનું ફળ અચૂક મળે જ છે. વ્યક્તિ દુષ્ટ કર્મ કરે તે ક્ષણે જ અચૂક તેની સજા નક્કી થઈ જાય છે. નિર્જરા થઈ શકે તેવું કર્મ હોય તો તેની સજામાં બાહ્યાભ્યાંતર તપના પુરુષાર્થ દ્વારા સજામાં ફેરફાર થઈ શકે છે એ પણ એટલું જ નિશ્ચિત છે અને જો કર્મ નિકાચિત હોય તો નક્કી થયેલી સજા અવશ્ય ભોગવવી જ પડે છે. જૈન દંડનીતિ એ કર્મસિદ્ધાંતનું જ સંતાન છે. જૈન દર્શનની દંડનીતિનો અર્થ છે કર્મ પ્રતિના યુદ્ધમાં વ્યુહરચના.
સત્યુગમાં કર્મયુગના શૈશવકાળની વાત છે. યુગલિક યુગના અસ્તાચળના સમયે યુગલમનુષ્યો સુખરૂપ જીવન પસાર કરતા હતા. માનવજીવનમાં અપરાધભાવનો ઉદય થયો ન હતો. ઇર્ષા, નિંદા, ચોરી, હિંસા, લડાઈ, ઝઘડા ન હતાં.
કાળચક્ર વીતતા કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થવા લાગી. પરિવર્તન કુદરતનો નિયમ છે. સંક્રાંતિકાળ પછી કુલકર વ્યવસ્થાનો વિકાસ થયો. કુળના રૂપમાં સંગઠિત સમૂહના નેતાને કુલકર કહેતા. આ અવસ્થામાં ત્રણ પ્રકારની દંડનીતિ પ્રચલિત હતી.
૫૧
સાત્ત્વિક સહચિંતન કુલકર વિમલવાહનના સમયમાં ‘હાકાર' નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયે માનવ ઉચ્ચ નીતિમતાવાળો અને લજ્જાળ હતો. તે આમ કર્યું ? બસ આટલું કહેવું તે જ ઉચ્ચ પ્રકારનો દંડ હતો. આટલું સાંભળવું પડે તે પરિસ્થિતિ જ માનવ માટે અસહ્ય હતી. માનવી આવા ઋજુ હૃદયનો હતો.
યશસ્વી અને અભિચંદ્ર કુલકરના સમયમાં નાના અપરાધ માટે હાકાર અને મોટા અપરાધ માટે માકાર એટલે આવું ન કરો એટલું કહેવું તે જ દંડ હતો.
પ્રસેનજિત, મરૂદેવ અને નાભિ કુલકરના સમયમાં ધિક્કાર નીતિ ચાલી. નાના અપરાધ માટે હાકાર, મધ્યમ અપરાધ માટે માકાર અને મોટા અપરાધ માટે ધિક્કાર નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયનો માનવી સમાજ અને રાજ્યના નિયમોમાં રહેનારો, મર્યાદાપ્રિય અને હજુ હતો. બે શબ્દો દ્વારા તેમણે કરેલા અયોગ્ય કાર્યનું દુ:ખ, પ્રદર્શન કે ધિક્કાર તેને માટે મૃત્યુદંડ સમાન હતું.
જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ જ્યારે રાજ્ય સંભાળતા હતા ત્યારે સમાજજીવન, રાજ્યવ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા. એ સમયમાં અપરાધીને ઠપકો આપવો, નજરકેદ કરવો એટલે નક્કી કરેલા ક્ષેત્રની બહાર જવા પર પ્રતિબંધ અને બંધન તથા દંડો ઉગામવા સુધીની દંડનીતિનો વિસ્તાર થયો હતો. આ નીતિ ડૉક્ટર દ્વારા પ્રસ્તાવેલી ઔષધિ જેવી છે. - શ્રી સોમદેવસૂરિજીના મતે - દંડ આપવાનો હેતુ અપરાધીનું વિશુદ્ધકરણ એટલે કે દોષમુક્તિ હોઈને તે પર્યાપ્ત માત્રામાં જેમ ઔષધિ લેવામાં આવે તેમ જ આપવો જોઈએ, તેથી લાગે છે કે પૂર્વે દોષમુક્તિ માટેના અધિકારનું સામર્થ્ય એ માત્ર દંડ માટેનું પ્રયોજન ન હતું. ભગવાન ઋષભદેવે સામ-દામ-દંડ-ભેદ આ ચાર પ્રકારે રાજનીતિની સ્થાપના કરી જે જગતના ચાર માર્ગોનું મિલનસ્થાન કે સંગમસ્થાન હતું.
જૈન દર્શનના કર્મવાદ અને તેના ફળને સચોટ રીતે, જૈન આગમ ગ્રંથો વિપાક સૂત્ર, દુ:ખવિપાક અને સુખવિપાક રજૂ કરે છે. ઉબટદત, સોટીરયદત, અંજુશ્રી, મૃગાપુત્ર, દેવદતા, સુબાહકુમાર, જિનદાસ વગેરે કથાઓનો અભ્યાસ કરવો જોઈએ.
સમાજજીવન સુચારુ રીતે ચાલે અને રાજ્યકારભાર વ્યવસ્થિત ચાલે, ગુનાઓનું સામ્રાજ્ય ન છવાઈ જાય માટે માનવીઓએ કાયદા ઘડ્યા. દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે તેથી ન્યાયાધીશ અને ન્યાયાલય દ્વારા ન્યાયતંત્રની રચના કરી.
કાયદાની કલમ દ્વારા અપરાધીને ગુનેગાર ઠરાવી સજા કરાવી શકાય. આ સજા થવાના અને સમાજમાંથી પ્રતિષ્ઠા જવાના ડરે કેટલીક વ્યક્તિઓ ગુના આચરતી અટકી
પર