SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કે સાત્ત્વિક સહચિંતન દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે પગ દબાવે છે ? સખી જવાબ આપે છે : “સાધુ સંત કી સેવા કિની ચાલ્યો આણવણ પાય તા' દિનકો થકો સખીરી પડયો દબાવત પાય. માત-પિતા કી સેવા કિની, દેખો નવ દિનરાત તા' દિનકો થકો સખીરી પડો દબાવત પાય.” હે સખી, તું સાંભળ ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતોની ખૂબ વૈયાવચ્ચ, સેવાશુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યો હતો. દિવસ-રાત જોયા વિના માતા-પિતાની સેવા કરી તેનો થાક ઉતારે છે. પૂર્વના એ થાક્ન ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે છે. સખીઓના સંવાદનો એવો સંકેત છે કે, પૂર્વે સાધુ-સંત અને માતા-પિતાની વૈિયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે ! માટે જ શ્રીમજીએ પત્રમાં અનેકાંત દૃષ્ટિનો ઉપયોગ કરી વૈયાવચ્ચ કરવાનું માર્ગદર્શન આપ્યું છે. પરંતુ આપણાં સ્વજન માતા-પિતા, સંતો કે આશ્રિત રોગ કે પીડાનો ભોગ બને ત્યારે એમ વિચારવાનું નહિ કે હવે આ ઉમરે આવા ભયાનક રોગમાં ઔષધ-ઉપચાર શું કરવા? આપણે તો પ્રમાદ છોડી વૈયાવચ્ચેનો પ્રચંડ પુરુષાર્થ આદરવો ઉચિત છે. આવા સમયે પુરુષાર્થમાં કરુણા અને અનુકંપાભાવ અભિપ્રેત છે. ગૃહસ્થ વ્યવહારમાં વિવેકબુદ્ધિ દાખવી નિરવઘ નિપાપ ઔષધ, ઉપચારની વૃત્તિ રાખવી જોઈએ. શ્રીમદ્જીના આ પત્રમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. પત્રાંક ૮૬૦, ૬૮૯, ૨૯૨ સમાધિમરણનું કારણ બને તેવા છે. આજે પણ અંતિમ સમયની આરાધના માટે આ પત્રો દિવ્ય ઉપચાર સમાન છે અને અશાતાના ઉદય સમયે સમતા અને પરમાતા ઉપજાવનાર છે. આપણે જોયું કે શ્રીમદ્જીનાં કાવ્યસાહિત્ય કે પત્રસાહિત્ય કે ઉપદેશ નોંધો અને દરેક પ્રકારના સર્જનમાં આપણને પરમઆધ્યાત્મિક મૂલ્યોનાં દર્શન થાય છે. અપૂર્વ અવસરમાં શ્રીમદ્જીએ આત્માના ગુણસ્થાનક કમ દર્શાવ્યા છે. આત્મવિકાસના તબક્કાનું આધ્યાત્મિક નિરૂપણ કર્યું છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિએ ૪૭. જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર આ કાવ્યને અલૌકિક ઉપલબ્ધિ કહી આને નિગ્રંથતાથી નિર્વાણ સુધીની યાત્રાનું વર્ણન કરતી આકૃતિ સ્વયં ચેતનાનું જાગરણ કહી આંતરશક્તિ જગાડવા માટેની પ્રાર્થના છે એમ કહ્યું છે. આ પદના કર્તા રાજચંદ્ર મટીને જ્ઞાનચંદ્ર બની કેવળ જ્યોતિર્મય ભાવે આપણી સમક્ષ ચમકી રહ્યા છે. આ કાવ્ય વિશે “સિદ્ધિનાં સોપાન” પુસ્તકમાં મુનિ સંતબાલજીએ લખ્યું છે અપૂર્વ અવસરની રચનામાં કવિશ્રી એવા સફળ થયા છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પનિયાની અદ્દભુત કળાનો નમૂનો છે તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલીશાન મંદિરનો કળાનમૂનો છે, ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ, એ પણ જો જેને પચે તેનો બેડો પાર. આમ, સંતબાલજી અપૂર્વ અવસરને ગીતા જેવો મહાગ્રંથ ગણે છે અને તેને અધ્યાત્મમંથન પછી મેળવેલું નવનીત કહે છે. આધ્યાત્મિક માર્ગ માટે ગુરુનું મહત્ત્વ છે. શ્રીમદ્જીએ ઠેરઠેર ગુરુનો મહિમા ગાયો છે. શ્રીમદજીની કેટલીય રચનાઓમાં મહત્ત્વનો મુદ્દો ‘કેસરનું મહત્ત્વ' છે. સરની કૃપા વિના મોક્ષમાર્ગ પ્રાપ્ત ન કરી શકાય. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર ‘બિના નયન’, ‘લોકસ્વરૂપનું રહસ્ય’, ‘અતિમ સંદશો’, ‘મૂળ મારગ’ આદિ રચનાઓમાં ગુરુનું મહત્ત્વ બતાવ્યું છે. - બિના નયન પાવે નહિ બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. આપણી પાસે ચર્મચક્ષુ છે. ગુરુજી દિવ્યદૃષ્ટિ આપી શકે. જ્ઞાનીઓએ સરને સોનાની ખાણના ખાણિયા કે પનિહારી સમાન ગણાવ્યા છે. જેમ પનિહારી પાણી સિંચવાનો પુરુષાર્થ કરી ફૂવાના જળને આપ્તજનોની તૃષા તૃપ્ત કરવા સમાન બનાવે છે તેવી જ રીતે ગુરુજન શાસ્ત્રારૂપી કૂવામાંથી જ્ઞાનજળને પોતાના પુરુષાર્થથી આકાશી જળ જેવું નિર્મળ બનાવી આપણી જિજ્ઞાસા સંતોષે છે. વળી પનિહારી કૂવામાંથી પાણી સિંચીને બહાર કાઢતી હોય ત્યારે પનઘટ પાસેથી પસાર થતો કોઈ વટેમાર્ગુ પાણી પીવા આવે તો તે તેને નાત-જાત પૂર્યા વિના પોતાની ગાગરમાંથી પથિકના ખોબામાં જલધારા કરી તેની તૃષા તૃપ્ત કરશે એવી જ
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy